મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે કહ્યું હતું કે કોરોના વાયરસને કારણે તમામ પ્રકારની વ્યવસાયિક પ્રવૃત્તિઓ બંધ છે અને તેની દેશના અર્થતંત્ર પર અસર પડી શકે તેમ છે જે માટે દરેકને તૈયાર રહેવું જોઈએ.
રાજ્યના લોકો સાથે ફેસબુકથી સીધા સંપર્કમાં એનસીપીના વડાએ લોકોને કહ્યું કે બિનજરૂરી ખર્ચ તાત્કાલિક બંધ કરો અને સંક્રમણનો ફેલાવો અટકાવવા ઘરોમાં રહેવા અપીલ કરી હતી.
તેમણે વધુમાં કહ્યું કે તમામ પ્રકારની વ્યવસાયિક પ્રવૃત્તિઓ બંધ છે અને તેના કારણે દેશની અર્થવ્યવસ્થા પર અસર પડશે અને તેના માટેઆપમે તૈયાર રહેવું જોઈએ.