ETV Bharat / bharat

કર્ણાટક: BBMPના સભ્યએ અનાથ મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા

કોરોના સંકટ વચ્ચે બીબીએમપીના સભ્ય લોકેશે પોતાના જીવનની ચિંતા કર્યા વિના અનાથ શરીરના અંતિમ સંસ્કાર કર્યા હતા. બેંગ્લોરના મેયર પણ લોકેશના આ ઉમદા કાર્ય માટે લોકેશની પ્રશંસા કરે છે.

author img

By

Published : Jul 15, 2020, 7:08 PM IST

BBMP Member Carried Orphan Corpse in Bengaluru
કર્ણાટક: BBMPના સભ્યએ અનાથ મૃતદેહનો અંતિમ સંસ્કાર કર્યો

બેંગલુરુઃ કોરોના સંકટ વચ્ચે બીબીએમપીના સભ્ય લોકેશે પોતાના જીવનની ચિંતા કર્યા વિના અનાથ શરીરના અંતિમ સંસ્કાર કર્યા. બેંગ્લોરના મેયર પણ લોકેશના આ ઉમદા કાર્ય માટે લોકેશની પ્રશંસા કરે છે.

કોરોના સંકટમાં લોકો તેમના સંબંધીઓના મૃતદેહોને સ્પર્શ કરવામાં ડરતા હોય છે. આવી સ્થિતિમાં ગ્રેટર બેંગ્લોર મહાનગર પાલિકા(બીબીએમપી)ના સભ્ય લોકેશે માનવતાનું ઉદાહરણ રજૂ કર્યું છે. ગંભીર પરિસ્થિતિમાં, શહેરના બીબીએમપી સભ્યએ એક એમ્બ્યુલન્સમાં એક અનાથ મૃતદેહ લીધો હતો. તેને લઈ ગયા અને અંતિમ સંસ્કાર કર્યા હતા.

મલસાંદ્રા વોર્ડના સભ્ય લોકેશે એમ્બ્યુલન્સમાં અનાથના મૃતદેહને પાઇપલાઇન પાર્કમાંથી બહાર કાઢ્યો હતો અને અંતિમ સંસ્કાર માટે લઈ ગયા હતા. આ દરમિયાન લોકેશે તેની સુરક્ષા માટે પીપીએ કીટ પહેરી હતી. આરોગ્ય અધિકારીઓએ લોકેશને અનાથ મૃતદેહ લઈ જવા મદદ કરી હતી.

કોરોના સંકટમાં ડર એવો છે કે, પોતાના લોકો પણ સ્મશાને આવતા નથી. પરંતુ બીબીએમપીના સભ્ય લોકેશ દ્વારા કરવામાં આવેલા સારા કામને કારણે બેંગલુરુ રહેવાસીઓએ તેમની પ્રશંસા કરી હતી. આ સાથે, બેંગલુરુના મેયરે પણ લોકેશના વખાણ કર્યા હતા. લોકેશે અનાથ શરીરના અંતિમ સંસ્કાર કરી, આ મુશ્કેલ સમયમાં માનવતાનું ઉદાહરણ રજૂ કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.