તેઓએ જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં 29 સપ્ટેમ્બર સુધી 200 જિલ્લાઓને આવરી લેવામાં આવશે. બાકીનાં 200 જિલ્લાઓમાં 10થી 15 ઓક્ટોબર સુધી બેઠકો કરાશે.
બેંકોની કામગીરીની સમીક્ષા માટેની બેઠક પછી પત્રકાર પરિષદમાં સીતારમણે કહ્યુ હતું કે, "અમે નક્કી કર્યું છે કે દેશના 200 જિલ્લાઓમાં 29 સપ્ટેમ્બર સુધીમાં એનબીએફસી મીંટિંગ કરાશે"
નાણાંપ્રધાને ઉમેર્યું હતું કે, "રાજ્ય પ્રધાન અનુરાગ ઠાકુર આ કામગીરી ઉપર ધ્યાન આપશે. બેંકો પણ તેમના ગ્રાહકોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરશે. જેઓ ક્રેડિટ ઇચ્છે છે તેમને ક્રેડિટ અપાશે."નાણાંપ્રધાને બેંકોની કામગીરીની પણ પ્રશંસા કરી હતી.