શ્રીનગર : જમ્મુ કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં પોલીસે આંતકવાદીઓને આર્થિક મદદ કરવાનો આરોપમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી 14 લાખ રૂપિયા જપ્ત કર્યા છે.

પોલીસના જણાવ્યા મુજબ, ધરપરડ આરોપીઓ ખીણમાં આંતકવાદને વધારવા માટે આર્થિક મદદ આંતકીઓને કરી રહ્યા હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બંદીપોરા SP રાહુલ મલિકે કહ્યું કે, ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે, ત્રણેય આરોપીઓ ઉત્તર કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે આંતકીઓને નાણા પૂરા પાડતા હતા અને તેમની પાસેથી પાંચ લાખ રૂપિયા કબ્જે કરવામાં આવ્યા છે. એક આરોપી કુપવાડા, એક સોપોર અને એક બાંદીપોરાનો છે.
SP એ જણાવ્યું કે, તેમના બેન્ક ખાતામાંથી જમા કરાયેલા 14 લાખ રૂપિયા કબ્જે કરવામાં આવ્યા છે. આ મામલે સઘન પૂછપરછ ચાલી રહી છે. આ કેસમાં ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી શકે છે.