નવી દિલ્હી: સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કહ્યું કે સરકારે બે નોટિફિકેશન બહાર પાડ્યા છે.એક નોટિફિકેશનમાં, નોન-મેડિકલ અને નોન-સર્જિકલ માસ્કના નિર્યાતમાં છૂટછાટ આપવામાં આવી છે.બીજા નોટિફિકેશનમાં, દર મહિને કોરોનાથી સુરક્ષા આપનારી 50 લાખ પીપીઈ કીટ્સના નિર્યાતની મંજૂરી આપવામાં આવી છે.
જે બાદ કેન્દ્રની આ અરજી પર હાઇકોર્ટે કહ્યું કે, હવે આ અરજી અંગે કોઈ આદેશ આપવાની જરૂર નથી.24 જૂને હાઇ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી હતી.આ અરજી થોમ્પસન પ્રેસ સર્વિસિસ દ્વારા દાખલ કરવામાં આવી હતી. વકીલ દીપક પ્રકાશે અરજદાર વતી કહ્યું હતું કે, નિર્યાત પર પ્રતિબંધ હોવાને કારણે કંપનીઓને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.નાના અને મધ્યમ વર્ગના ઉદ્યોગોને PPE કીટ્સ અને ફેસ માસ્કના નિર્યાતની મંજૂરી મળતા તેઓ જે આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છે તેમા રાહત મળશે.
સુનાવણી દરમિયાન એએસજી મનિંદર આચાર્યએ કહ્યું કે, પીપીઈ કીટ્સ અને ફેસ માસ્કના નિર્યાત પર પ્રતિબંધ એટલા માટે મૂકવાનો નિર્ણય લેવામાં જેથી દેશમાં આ વસ્તુઓની કમી ન રહે . તેમણે કહ્યું હતું કે, સરકાર મુજબ પી.પી.ઇ કીટ અને ફેસ માસ્ક ખરીદનારાઓની કમી દેશમાં નથી.