નવી દિલ્હી : બાલકોટ પર ભારતીય વાયુસેનાની સર્જિકલ સ્ટ્રાઈક તો દરેક ભારતવાસીઓને પણ યાદ રહેશે. આ સર્જિકલ સ્ટ્રાઈક બાદ આગામી દિવસે ભારતમાં ઘુસવાની કોશિશ કરી રહેલા પાકિસ્તાની વિમાનોને કઈ રીતે ભારતીય વાયુસેનાએ ન માત્ર ધુળ ચટાવી હતી પરંતુ ભારતીય વાયુસેનાના પાયલટ અભિનંદને પાકિસ્તાનના એર સ્પેસમાં ઘુસી પાકિસ્તાનના F-16 ઠાર કર્યો હતો. આ દરમિયાન વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતુ. જેના કારણે તે પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં પેરાશૂટની મદદથી ઉતર્યા હતા. તે દરમિયાન પાકિસ્તાની સેનાએ અભિનંદનની ધરપકડ કરી હતી, પરંતુ ભારત સરકારના દબાબમાં પાકિસ્તાનને તેમણે કેટલાક કલાકોની અંદર ભારત પરત મોકલવો પડ્યો હતો.
પાકિસ્તાની સરકારમાં હડકંપ
અભિનંદનના ભારત પરત ફરવા પાછળ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનેવિસ્તારમાં શાંતિ માટે પ્રાર્થના કરી હતી. જે આખા વિશ્વના કોઈ પણ શાંતિપૂર્ણ દેશને અનુકૂળ ન હતો. હવે પાકિસ્તાનના એક મોટા નેતા સરદાર અયાજ સાદિકે મોટો ખુલાસો કર્યો છે. તેમણે પાકિસ્તાની સાંસદમાં જણાવ્યું કે, અભિનંદનને ભારતને સોંપ્યા પહેલા પાકિસ્તાની સરકારમાં હડકંપ મચ્યો હતો.અભિનંદનને છોડ્યા પહેલા એક મીટિંગમાં પાકિસ્તાનની વિદેશી પ્રધાન શાહ મહમૂદ કુરેશી દેહશતમાં હતા. તેમણે કહ્યું મને યાદ છે શાહ મહમૂદ કુરૈશી સાહબ આ મીટિંગમાં હતા. જેમાં આવવાની વઝીર-એ-આલમેના પાડી હતી. ચીફ ઑફ આર્મી સ્ટાફ તશરીફ લાવ્યા. પગ ધ્રુજી રહ્યા હતા. અમે શાહ મહમૂદ સાહબને કહ્યું ,ફૉરન મિનિસ્ટર સાહબે ખુદ પોતે કહ્યું હવે આને પરત જવા દો. કારણ કે, 9 કલાકે રાત્રે હિન્દુસ્તાન પાકિસ્તાન પર અટેક કર શકે છે.
પાકિસ્તાની નેતાના આ ખુલાસા બાદ હડકંપ મચ્યો
પાકિસ્તાની નેતાના આ ખુલાસા બાદ હડકંપ મચ્યો હતો. સોશિયલ મીડિયા પર પાકિસ્તાની લોકો ચર્ચા કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, બાલાકોટ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાને તેમના એર સ્પેસમાં વિમાનોની મૂવમેન્ટને સંપુર્ણ રીતે રોકી હતી. જાણકારોનું કહેવું છે કે, આ પાછળ પણ ઈમરાન સરકારને ભારતીય વાયુસેનીના હવાઈ હુમલાનો ડર હતો.આપને જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીરના પુલવામાં થયેલા આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતે ગત્ત વર્ષ 26 ફેબ્રુઆરીના પાકિસ્તાનના બાલાકોટમાં એક આતંકવાદી પ્રશિક્ષિણ શિબિર પર હવાઈ હુમલો કર્યો હતો. ભારતમાં કરાયેલા આ આતંકી હુમલામાં કુલ 40 સૌનિકો શહિદ થયા હતા. પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે 14 ફ્રેબુઆરીના રોજ કરાયેલા હુમલાની જવાબદારી લીધી હતી.
આ પણ વાંચો :