ભગવાન જગન્નાથને તેમના રથ નંદીઘોષમાં લઇ જવામાં આવ્યા હતા. ભાઇ બલભદ્ર અને સુદર્શન તથા બહેન સુભદ્રાને તેમના રથ પર લઇ જવામાં આવ્યા હતા.
ભગવાન જગન્નાથ અને તેમના ભાઇ-બહેનના દિવ્ય દર્શનને લઇને ભક્તો રથની ચારે તરફ એકઠા થઇ ગયા હતા. અહીં માન્યતા છે કે રથ પર બિરાજેલા ભગવાન જગન્નાથના દર્શન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.