ગુવાહાટીઃ આસામમાં ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ વિકટ બની રહી છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 18 લોકોના મોત નીપજ્યા છે. રવિવારે પૂરમાં વધુ બે લોકોના મોત નીપજ્યા હતા. જ્યાં પૂરનું પાણી ધુસી જવાને કારણે બાગજાનમાં ગેસના કુવામાં લાગેલી આગ પર કાબૂ મેળવાના પ્રયાસ રોકી દેવામાં આવ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે, પૂરનું પાણી રાજ્યના 21 જિલ્લામાં ફરી વળ્યું છે. જેમાં 4.6 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. બુલેટિન મુજબ પ્રશાસને છેલ્લા 24 કલાક દરમિયાન 3 જિલ્લામાં 261 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ASDMAના જણાવ્યા મુજબ, સતત વરસાદને કારણે ડિબ્રૂગઢ શહેર છેલ્લા 4 દિવસથી પાણીમાં ડૂબેલું છે.
પૂરના કારણે 37,313.46 હેક્ટર વિસ્તારમાં વાવેલા પાકમાં નુકસાન પહોંચ્યું છે. ASDMAને જણાવ્યું હતું કે, જિલ્લા પ્રશાસને 10 જિલ્લામાં 132 રાહત કેમ્પ અને વિતરણ કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે. જ્યા 19,496 લોકોને રાખવામાં આવ્યા છે.