લખનઉઃ ભાજપ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ આડવાણીએ બાબરી મસ્જિદ તોડાવાના કેસમાં સુનાવણી કરી રહેલી CBIની વિશેષ કોર્ટ સમક્ષ શુક્રવારે પોતાનું નિવેદન નોંધાવ્યું હતું.
ગુરુવારે ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોષીએ વીડિયો કોન્ફ્રેસ દ્વારા નિવેદન નોંધાવ્યું હતું.
બાબરી મસ્જિદ તોડવાના મામેલ હાલ આરોપીયોના નિવેદન લેવાઈ રહ્યાં છે. તમામ 32 આરોપીઓના નિવેદન CRPC કલમ 313 હેઠળ નોંધાયા છે.
અયોધ્યામાં 6 ડિસેમ્બર 1992માં 'કારસેવકો'એ વિવાદીત મસ્જિદ તોડી હતી. તેમનો દાવો હતો કે, મસ્જિદની જગ્યા પર ભગવાન રામનું પ્રાચીન મંદિર હતું.
રામમંદિર આંદોલનનું નેતૃત્વ કરનારા લોકોમાં આડવાણી અને જોશી પણ સામેલ હતા. ભાજપ નેતા ઉમા ભારતી અને ઉત્તર પ્રદેશ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહે આ મામલે પોતાનું નિવેદન નોંધાવી ચૂક્યા છે.
વિશેષ અદાલતમાં આ મામલે રોજ સુનાવણી થઈ રહી છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર 31 ઓગસ્ટ સુધી આ સુનાવણી પૂરી કરવાની રહેશે.