ઉજ્જૈનઃ આજે 21 જૂને 2020નું સૌથી મોટું અને છેલ્લું સૂર્યગ્રહણ છે. જેનો સૂતક કાળ 20 જૂન રાત્રે 9 કલાકથી શરૂ થઈ ચૂક્યો છે. આ દરમિયાન દેશભરના તમામ મંદિરોને બંધ રાખવામાં આવ્યાં છે. પરંતુ ઉજ્જૈનમાં આવેલા મહાકાળ મંદિરનો દરબાર દર્શાનાર્થિઓ માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે. સૂતક કાળમાં ભગવાનની ભસ્મ આરતી બાદ ધૂપ આરતી કરવામાં આવશે. જો કે, ભગવાન મહાકાળની પ્રતિમાને સ્પર્શ કરવા પર પ્રતિંબંધ છે.
સૂર્યગ્રહણ દરમિયાન પણ બાબા મહાકાલ ભક્તોને આપશે દર્શન
સૂર્યગ્રહણ ઉજ્જૈન અને માલવા ક્ષેત્રમાં 74 ટકા જોવા મળશે. આ દરમિયાન દેશભરના મંદિરો સૂતક કાળ દરમિયાન બંધ રાખવામાં આવે છે. પરંતુ એકમાત્ર મહાકાલેશ્વર મંદિરના દરબાર જ ભક્તો માટે નિરંતર ખુલ્લા જોવા મળે છે. સૂતક કાળમાં બાબા મહાકાળની ભસ્મ આરતી બાદ ધૂપ આરતી કરવામાં આવશે. સવારે 8 કલાકથી મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા રાખવામાં આવ્યાં છે.
શું છે કપાટ ખોલવાનું કારણ?
એવી લોકમાન્યતા છે કે, બાબા મહાકાળનું કાળ પર આધિપત્ય છે. જેના કારણે કિરણનો દુષ્પ્રભાવ આ મંદિર પર પડતો નથી. આદિ અનાદિ કાળથી આ પરંપરા ચાલી રહી છે, અને મહાકાળ મૃત્યુલોકના રાજા હોવાથી મહાકાળના દરબારના પટને કોઈ પણ પ્રકારના ગ્રહણના બંધ રાખવામાં આવતું નથી. તો બીજી તરફ, જિલ્લા પ્રશાસન દ્વારા કોરોના સંક્રમણના કારણે શિપ્રા નદીના ઘાટ પર ન્હાવા પર પ્રતિબંધ લગ્યો હતો. દરમિયાન પોલીસ પ્રશાસન સતત આ નદીના ઘાટ પર તૈનાત જોવા મળી રહી છે અને ત્યાં આવનાર લોકો અટકાવીને પરત મોકલી રહી છે.