ETV Bharat / bharat

શ્રીનગર: નજરકેદના સાત મહીના બાદ પુત્રને મળ્યા ફારૂક અબ્દુલ્લા - પબ્લિક સેફ્ટી એક્ટ

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન અને નેશનલ કોન્ફ્રેન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાને શનિવારે શ્રીનગરની ઉપ જેલમાં તેમના પુત્ર ઉમર અબ્દુલા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેઓ ભાવુક થયા હતા. મુક્તિ બાદ ઉમરને મળવાની ઇચ્છા જાહેર કરવા પર જમ્મૂ-કાશ્મીર વહીવટીતંત્રે ફારૂકને મંજૂરી આપી હતી. ફારૂકના શ્રીનગર સ્થિત ઘર હરિ નિવાસથી અમુક અંતર પર સ્થિત સબ જેલમાં બાપ-દીકરાએ એક કલાક સાથે વિતાવ્યા હતા.

farooq abdullah
farooq abdullah
author img

By

Published : Mar 14, 2020, 5:37 PM IST

શ્રીનગર: નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા નજરકેદમાંથી મુક્ત થયાના એક દિવસ બાદ તેમના દીકરા ઉમર અબ્દુલ્લાને મળ્યા હતા. છેલ્લા સાત મહિનામાં પિતા અને દીકરાની આ પહેલી મુલાકાત હતી. છૂટ્યા બાદ ફારૂકે ઉમરને મળવાની ઇચ્છા જાહેર કરી હતી. ત્યારબાદ જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્રએ શ્રીનગરની જ સબ જેલમાં ઉમરને મળવાની મંજૂરી આપી હતી. બન્ને લગભગ એક કલાક સાથે રહ્યા હતા. ફારૂક સાથે અન્ય પરિવારજનોએ પણ ઉમર સાથે મુલાકાત કરી હતી.

ઉમરને 4 ઓગસ્ટની રાતે જમ્મૂ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા પહેલા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તેમને 5 ફેબ્રુઆરીથી પબ્લિક સેફ્ટી એક્ટ અંતર્ગત કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. પીડીપી નેતા મહેબુબા મુફ્તી સહિત ઘણા નેતાઓ હજુ નજરકેદ છે.

કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ ફારૂકને મળવા શનિવારે તેમના ઘરે પહોંચ્યા હતા. ગુલામ નબી ઓગસ્ટથી જ ફારૂક સહિત કાશ્મીરમાં નજરકેદ નેતાઓને છોડવાની માંગ કરી રહ્યા છે. તેમણે સંસદના શિયાળુ સત્ર દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં નજરકેદ નેતાઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. નજરકેદ નેતાઓની મુક્તિ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી નાખનારા લોકોમાં ગુલામ નબી પણ સામેલ છે.

કેન્દ્ર સરકારે છેલ્લે 5 ઓગસ્ટના રોજ તાત્કાલીન જમ્મુ કાશ્મીરથી વિશેષ રાજ્યનો દર્જો પાછો લઇ લીધો હતો. જે બાદ ફારૂક અબ્દુલ્લા, ઉમર અબ્દુલ્લા સહિત કેટલાક નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા હતા. જે બાદ 15 સેપ્ટેમ્બરના રોજ ફારૂક અબ્દુલ્લાના વિરુદ્ધ પીએસએના અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

કેન્દ્રીય ગૃહરાજ્યપ્રધાન જી. કિશન રેડ્ડીએ શનિવારે હૈદરાબાદમાં ફારૂકની મુક્તિ અંગે પૂછાવા પર કહ્યું કે, અમારો ઇરાદો કોઇને જેલમાં રાખવાનો નથી. પરંતુ જમ્મુ-કાશ્મીરમાં રાજ્યને યોગ્ય રીતે ચલાવવા માટે અમુક લોકોને અંદર રાખવા પડશે. દરેક નજરકેદ લોકોને ટૂંક સમયમાંજ મુક્ત કરવામાં આવશે. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના લોકોને પણ મૂળભૂત સુવિધાઓ અને વિકાસનો અધિકાર છે. તેમને સમાન અધિકાર આપવા માટે કેન્દ્ર સરકારે અનુચ્છેદ 370 હટાવવાનો નિર્ણય કર્યો. હવે રાજ્ય શાંતિના રસ્તે આગળ વધી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.