મંત્રાલયના જણાવ્યા અનુસાર 21 ઓગસ્ટના રોજ બાંગ્લાદેશથી પાંચ સભ્યોની ટીમ નવી દિલ્હી આવી હતી. બાંગ્લાદેશ ત્યાં વૈકલ્પિક સારવાર માટે ઓષધિ અને તપાસ માટે પ્રયોગશાળા ખોલવા માટે ભારતની મદદ ઈચ્છે છે. આવી જ રીતે ચીન સાથે પણ ભારતે ટ્રેડિશનલ મેડિસિન એડમિનિસ્ટ્રેશન વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. પીએમઓને મોકલાવેલી માસિક રિપોર્ટમાં આયુષે આ બંને કરારને મોટી ઉપલબ્ધી ગણાવી છે.
કેન્દ્રીય આયુષ પ્રધાન શ્રીપદ નાઈકે આ અંગે જણાવ્યું હતું કે, આયુષ મંત્રાલય દેશભરમાં હેલ્થ એન્ડ વેલનેસના દોઢ લાખ સેન્ટર સ્થાપવામાં મદદ કરશે. વડાપ્રધાન મોદીએ પણ તેમના મંત્રાલયને સાડા 12 હજાર આવા કેન્દ્રો ખાલવાનો લક્ષ્યાંક આપ્યો છે. જેમાંથી 4 હજાર તો આ વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ જશે. મલેશિયા પણ જલ્દીથી ભારત સરકાર સાથે મળીને વૈકલ્પિક ચિકિત્સા સુવિધા શરૂ કરવા જઈ રહ્યું છે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર હાલમાં સાર્વજનિક સ્વાસ્થ્ય સેવામાં 45 ટકા સુવિધાઓ આયુષ ઉપલબ્ધ કરાવી રહી છે.જેમાં 11,837 તબીબ અધિકારી અને 4549 આયુષ તબીબ સહાયકોને રાષ્ટ્રીય મિશન અંતર્ગત નિમણૂંક કરવામાં આવ્યા છે.
હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરોમાં ડાયાબિટીસ માટે બીજીઆર-34 અને સફેદ દાઘ માટે લ્યૂકોસ્કિન જેવી દવાઓ ઉપલબ્ધ થશે. જેની શોધ ડીઆરડીઓ અને સીએસઆઈઆરના વૈજ્ઞાનિકોએ કરી છે. તેને લઈ દુનિયાભરના વૈજ્ઞાનિકોએ ખૂબ વખાણ કર્યા છે.
દોઢ લાખ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર પાંચ પ્રકારના કેન્સર ઉપરાંત હાઈ બ્લડ પ્રેશર, બ્લડ પ્રોફાઈલ, ડાયાબિટીસની તપાસ ઉપલબ્ધ થશે. ઉપરાંત આયુષ સેન્ટર પર દર્દીઓની કાઉન્સેલિંગની પણ વ્યવસ્થા હશે.