નવી દિલ્હીઃ કોરોના વાયરસના કેસની સંખ્યા ભારતમાં દિન-પ્રતિદીન વધી રહીં છે. રોગ પ્રતિકાર શક્તિ વધે તે માટે આર્યુવેદિક દવાઓ તરફ વળ્યા છે. ભારતના આયુષ મંત્રાલયે પણ એવો દાવો કર્યો છે કે, તેઓ કોરોનાનો સામનો કરી શકે તેવી દવા બનાવી શકે છે.
આયુષ મંત્રાલયના સલાહકાર ડૉ.ડી.સી.કટોચે ઈટીવી ભારત સાથે વાત કરતા જણાવ્યુ હતું કે,'આર્યુવેદમાં કોરોના વાયરસ જેવા કોઈ વાયરસનો ઉલ્લેખ નથી, પરંતુ એવી કેટલીક જડીબુટ્ટીઓનો ઉલ્લેખ છે જે કોરોના વાયરસ સામે લડી શકે છે. આર્યુવેદાચાર્યો તેમાંથી દવા બનાવી શકે છે.'
'આ દવાઓ રોગ પ્રતિકારક શક્તિને વધુ મજબૂત કરી શકે છે. અમારી દવા તેના માટે અસરકારક છે. એટલું જ નહીં મોટા ભાગની રાજ્ય સરકારે તેમણે જાહેર કરેલી એડવાઈઝરીમાં આર્યુવેદિક દવાઓનું સેવન કરવાની સલાહ આપી છે'.
તેમણે જણાવ્યુ હતું કે,'આધુનિક મેડિકલ સાયન્સ અને આર્યુવેદિક એક સાથે અમલમાં આવે તો કોવિદ-19 સામે મજબૂતીથી લડી શકાય તેમ છે.
કોરોનાના પગલે આયુષ મંત્રાલયે પણ કેટલીક ગાઈડલાઈન્સ જાહેર કરી છે. મંત્રાલયે જણાવ્યુ છે કે, કોરોના વાયરસ એ વાયરસનો એક સમૂહ એટલે પરિવાર છે. જે સામાન્ય શરદીથી લઈને વધુ ગંભીર રોગો મધ્ય પૂર્વ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (મેર્સ-કોવી) અને ગંભીર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ્સ (સાર્સ-કોવી) સુધીની બીમારીનું કારણ બને છે.
ચેપી રોગ સામે લડવા મનુષ્યની રોગપ્રતિકારક શક્તિ મહત્વની ભૂમિકા ભજવે છે. વાઈરલ ઇન્ફેક્શન માણસને વહેલા શિકાર બનાવે છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં આર્યુવેદિક વિષયમાંવૈકલ્પિક દવા પ્રણાલીના વિકાસ, શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે ઘણું બધુ થઈ શકે છે.