સુપ્રીમ કોર્ટેના પૂર્વ જજ એફ.એમ.આઈ. કલીફુલ્લાના નેતૃત્ત્વવાળી આ પેનલમાં આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચૂ પણ સામેલ છે.
અવધ યુનિવર્સિટી કેમ્પસમાં ગેસ્ટ હાઉસ તરફ જતા તમામ રસ્તા પર સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યા છે. આ જગ્યા પર બેઠક યોજાઈ રહી છે.
આ વિવાદ પર ચર્ચા કરતા સુપ્રીમ કોર્ટે આઠ માર્ચે કહ્યું હતુ કે, પ્રક્રિયાની સફળતાને સુનિશ્ચિત કરવા માટે ‘ખૂબ ગોપનીયતા’ રાખવામાં આવે અને તેને આઠ અઠવાડિયાની અંદર અંત લાવવામાં આવશે.