નવી દિલ્હી: નિઝામુદીન સ્થિત મરકજના પ્રમુખ મોહમ્મદ સાદે એક ઓડિયો બહાર પાડી લોકોને અપીલ કરી છે કે જમાતમાં સામેલ થયેલા લોકો ખુદને ક્વોરોન્ટાઇન કરી લે. આ ઓડિયોમાં તેઓએ કહ્યું છે કે ડોક્ટરની સલાહ પર ખુદને પણ ક્વોરોન્ટાઇન કરી લીધા છે.
જણાવી દઇએ કે 28 માર્ચના રોજ મરકજ મામલો સામે આવ્યો હતો, ત્યારબાદથી મોહમ્મદ સાદ ગુમ છે. પોલીસે 31 માર્ચના રોજ મામલાની ગંભીરતાને ધ્યાને લેતા FIR દાખલ કરી હતી. જેમાં 7 લોકોના નામ દાખલ છે. મોહમ્મદ સાદને પોલીસે મુખ્ય આરોપી તરીકે હાઇલાઇટ કર્યો છે. બુધવારના રોજ પોલીસની ટીમ મોહમ્મદ સાદના ઘરે પહોંચી, પરંતુ તે ત્યાં હાજર નહતો. પોલીસ હાલમાં સાદની તપાસ કરી રહી છે.
ગુરુવારના રોજ મોહમ્મદ સાદ તરફથી એક ઓડીયો સામે આવ્યો હતો. જે ઓડીયોમાં કહ્યું છે કે આ સંકટનો સમય છે. તેવામાં લોકો સરકારનો સાથ આપે. વધુમાં તેઓએ જમાતમાં સામેલ તમામ લોકોને પોતે 14 દિવસો માટે ક્વોરોન્ટાઇનમાં જવા અપીલ કરી હતી.
આ તકે મોહમ્મદ સાદે ઓડીયોમાં દાવો કર્યો છે કે તેઓએ ખુદને ક્વોરોન્ટાઇન કરી લીધા છે. ડોક્ટરોની સલાહ પર તેઓ પોતાની ક્વોરોન્ટાઇનમાં રહ્યા છે.