ઉત્તર પ્રદેશઃ ઉત્તર પ્રદેશના પીલીભિત જિલ્લાના એક ગામમાં દુષ્કર્મના પ્રયાસની ઘટના સામે આવી છે. એક 16 વર્ષની કિશોરી પોતાના ગામની બહાર ખેતરમાં ઘાસ કાપવા ગઈ હતી, ત્યારે ગામના ત્રણ યુવકોએ યુવતીને પકડી તેની સાથે સામૂહિક દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જો કે, કિશોરીએ અવાજ કરતા આસપાસના ગ્રામજનો એકઠા થય ગયા હતા. જેથી આરોપી ત્રણેય યુવકો ધમકી આપીને ભાગી ગયા હતાં.
કિશોરીએ ઘરે પહોંચી અને આ સમગ્ર ઘટના અંગે પોતાના પરિવારને જણાવ્યું હતું, ત્યારબાદ માતા અને પુત્રી બંને ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. પોલીસ સ્ટેશન ફરિયાદ નોધાવ્યા બાદ કિશોરીએ આ ઘટનાને લઇ ગુસ્સામાં જંતુનાશક દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. કિશોરીને તાત્કાલીકમાં ગામના આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવી હતી, પરંતુ હાલત ખુબ જ ગંભીર હોવાથી તેને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરાઈ હતી. જ્યાં હાલમાં તેની હાલત ગંભીર છે.
આ ઘટના અંગે માહિતી આપતાં પોલીસ અધિક્ષક જયપ્રકાશ યાદવે જણાવ્યું હતું કે, આ મામલો બીલસાંડા વિસ્તાર પોલીસ સ્ટેશનનો છે. માહિતી મળતાની સાથે જ બીલસાંડા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બાળકીને જિલ્લા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. હાલ કિશોરીની હાલત સ્થિર છે. અન્ય પક્ષ દ્વારા પણ પૂછપરછ કરવામાં આવી રહી છે અને જે દોષી સાબિત થશે. તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.