- મેષ
વર્તમાન દિવસે આપને વિશેષ સાવધાનીપૂર્વક રહેવાની સલાહ આપવામાં આવે છે. સરકાર વિરોધ કાર્યો કે અનૈતિક કામથી આપ મુશ્કેલીમાં આવી શકો છો. અકસ્માતથી સંભાળવાની સલાહ છે. શક્ય હોય ત્યાં સુધી બહારનું ખાવાપીવાનું ટાળજો. આપના કાર્યો સમયસર પૂરાં કરવા માટે મહેનત વધારવી પડશે. નોકરીના સ્થળે પણ સૌની સાથે સારું વર્તન કરવું અને બીજાને સહકાર આપવો. ઉપરી અધિકારીઓ તરફથી વધુ પડતા સહકારની આશા રાખવી નહીં. સંતાનોને પોતાની વાત શાંતિ અને ધીરજથી સમજાવવી. આજે મહત્ત્વના નિર્ણયો લેવામાં બીજાની મદદની જરૂર પડી શકે છે.
- વૃષભ
વિજાતીય વ્યક્તિઓ અને પ્રિયપાત્ર સાથેની મુલાકાત આપને હર્ષિત અને રોમાંચિત બનાવશે. આપના મનગમતાં મિત્રો સ્વજનો સાથે બહાર હરવા ફરવાથી આપ ખુબ જ આનંદમાં હશો. દાંપત્ય જીવનમાં વધુ સામીષ્ય અનુભવશો. સુંદર ભોજન અને વસ્ત્રો માટેનો અવસર મળશે. પરંતુ મધ્યાહન બાદ સ્વસ્થ અને સાવધ રહેવા માટે આપને સલાહ છે. ખાવાપીવામાં ધ્યાન રાખવું નહીં તો તબિયત બગડવાની સંભાવના નકારી શકાય નહીં. વધારે પડતો નાણાંખર્ચ થાય.
- મિથુન
આપનો આજનો દિવસ મોજમજા અને મનોરંજનભર્યો હોવાનું જણાઈ રહ્યું છે. તન- મનની તંદુરસ્તી જળવાશે. ઓફિસમાં સાથ સહકારનું વાતાવરણ રહે. અધુરાં કાર્યો પૂરા થાય. મનોરંજન મેળવવા માટે આપ કોઇ સિનેમાગૃહની મુલાકાત લેશો. ભાગીદારો સાથેના સંબંધોમાં સુમેળ રહેશે. દોસ્તો સાથે પ્રવાસ પર્યટન યોજાય. સુરૂતિપૂર્ણ ભોજન માણવા મળે. પ્રેમીઓના મિલન મુલાકાત માટે અનુકૂળ દિવસ છે.
- કર્ક
આજે પ્રતિકૂળતાઓ વચ્ચે પણ આપ ખંતપૂર્વક કામ કરશો તો આગળ વધવાની તક છે. આરોગ્યમાં વિશેષ કરીને પેટના દર્દોથી પીડાતા જાતકોએ ખાસ કરીને અતિશય ભોજન લેવાનું ટાળવું. વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસમાં સફળતા મળશે પરંતુ મધ્યાહન બાદ પરિસ્થિતિ વધારે અનુકૂળ બનશે. તંદુરસ્તી સુધરે અને માનસિક રીતે પણ આપ સ્વસ્થ બનશો. ઓફિસમાં સહકારભર્યો માહોલ હશે. અધુરાં કાર્યો પૂરા થશે. પ્રતિસ્પર્ધીઓ પર વિજય મેળવી શકશો.
- સિંહ
આજનો દિવસ સંભાળીને ચાલવા જેવો છે. માનસિક ગડમથલનું પ્રમાણ વધુ રહેશે. સાથે સાથે શરીર પણ થોડું અસ્વસ્થ રહે. કુટુંબના સભ્યો સાથે પણ કોઇક બાબતે ખટરાગ ટાળવા માટે વધુ પડતો હઠાગ્રહ છોડવાની સલાહ છે. આવા સમયે સંયમથી કામ લેવાની સલાહ આપવામાં આવે છે. ધનકિર્તીની હાનિ થાય. સંતાન અંગેની બાબતોમાં તમે વધુ વ્યસ્ત રહેશો. બૌદ્ધિક ચર્ચાથી દૂર રહેવા સલાહ આપવામાં આવે છે. નાણાંનું આયોજન કરવા માટે અનુકૂળ સમય છે.
- કન્યા
આપને નાણાંકીય લાભ અને ભાગ્યવૃદ્ધિના યોગ જણાઈ રહ્યા છે. ભાઇભાંડુઓથી લાભ થાય. કોઇની સાથે પ્રેમાળ લાગણીભર્યા સંબંધો બંધાય. પ્રિયપાત્રનું સાનિધ્ય મળે પરંતુ મધ્યાહન બાદ આપનું મન ચિંતાતુર બનશે. જેના કારણે શારીરિક અને માનસિક સ્વસ્થતા જોખમાશે. આપ્તજનો સાથે મનદુઃખ થાય તેવા કોઈપણ સંજોગો ટાળવા. માતાના સ્વાસ્થ્યની તમારે વધુ સંભાળ લેવી પડશે. જળાશયથી સંભાળવું.
- તુલા
આજે આપનું શારીરિક અને માનસિક આરોગ્ય નરમ રહેવાની શક્યતા છે. પારિવારિક કલેશ નિવારવો હોય તો વાણી પર સંયમ રાખવો પડશે. નકારાત્મક માનસિક વલણ ન અપનાવવું. ઘરના સભ્યો સાથે ગેરસમજ ઉભી ન થાય તે જોવું. બપોર પછી આપના મન પરથી ગ્લાનિના વાદળ દૂર થઈ જશે અને પ્રસન્નતા છવાઇ જશે. નવા કાર્યની શરૂઆત કરવા માટે પ્રેરાશો. હરીફો સામે જીત મળશે. ટૂંકી મુસાફરીના યોગ છે.
- વૃશ્ચિક
આપનો આજનો દિવસ મધ્યમ ફળદાયક રહેવાની સંભાવના છે. સુખ- સંતોષની લાગણી અનુભવાય. કુટુંબના સભ્યો સાથે આનંદમાં દિવસ પસાર થાય. શુભ સમાચાર મળે. મધ્યાહન બાદ પરિવારમાં થોડુંક કલહનું વાતાવરણ રહે. આ સમયે ગેરસમજ ટાળવી જરૂરી છે. બિનજરૂરી ખર્ચ પર કાબૂ રાખવો. શારીરિક આરોગ્ય નરમ રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં અવરોધોની શક્યતા રહે.
- ધન
આજે આપને ઓપરેશન અને આકસ્મિક ઈજાથી સંભાળવાની સલાહ આપવામાં આવે છે. મોજશોખ અને મનોરંજન પાછળ આપ વધુ પડતાં નાણાંનો વ્યય કરશો. સ્વભાવમાં ધીરજ અને સૌમ્યતા વધુ રાખવી. સગાં- સંબંધીઓ સાથે અણબનાવ ટાળવામાં પણ તમારું નમ્ર વલણ ઉપયોગી રહેશે. બપોર પછી તન- મનની પ્રસન્નતા અને સ્વસ્થતા પાછી મેળવી શકશો. મિત્રો સ્વજનો દ્વારા ભેટ સોગાદો મળવાથી આનંદ થાય. કુટુંબનો માહોલ સુમેળભર્યો રહે. આપને શ્રેષ્ઠ દાંપત્યસુખ મળે.
- મકર
વર્તમાન સમય વેપાર-ધંધા માટે અને નોકરિયાતોને નોકરી માટે લાભદાયક રહેશે. પુત્ર અને પત્નીથી ફાયદો થાય. વિશેષ કરીને સ્ત્રી મિત્રો આજે તમને લાભ અપાવશે. સાંસારિકજીવન સુખદ રહે. મધ્યાહન બાદ માનસિક ચિંતા અને નબળી તંદુરસ્તી તમારા મનને વ્યથિત કરશે. વાતચીતમાં કોઇ સાથે ગેરસમજ ન થાય તે જોવું. મોજશોખ અને મનોરંજન પાછળ નાણાંનો વ્યય થાય.
- કુંભ
આજનો દિવસ લાભકારી હોવાની શક્યતા વધુ છે. આપને નોકરી વ્યવસાયમાં લાભની પ્રાપ્તિ થાય. માન- સન્માન હક્કદાર બનો. નોકરી વ્યવસાયમાં પદોન્નતિ થાય. ઉચ્ચ અધિકારીઓ તેમજ વડીલો આપના પર મહેરબાન રહે. આરોગ્ય સારું રહે. ઉઘરાણી થકી આવક થાય. મિત્રો સાથે મિલન મુલાકાત થાય. વેપારીઓને વેપારમાં વૃદ્ધિ થાય. મનોહર સ્થળે પર્યટન કે મુસાફરી થાય. સંતાનોની સંતોષકારક પ્રગતિ થાય. સાંસારિક જીવનમાં આનંદ રહે.
- મીન
આજે આપ બૌદ્ધિક કાર્યોમાં તેમજ લેખન કાર્યમાં સક્રિય રહેશો. નવું કામ શરૂ કરી શકશો. લાંબા અંતરની મુસાફરી કે ધાર્મિક સ્થળની મુલાકાતનો યોગ છે. વિદેશ વસતા મિત્ર કે સ્નેહીજનની મુલાકાત થાય. શરીરમાં થાક, આળસ દૂર થશે અને ઉલ્લાસ વ્યાપશે. આપના કાર્યો વિના અવરોધે પાર પડે. ધનલાભનો યોગ છે. મિત્રો સંબંધીઓથી ફાયદો થશે.