મેષ: આપનો આજનો દિવસ લાભદાયી નીવડશે. વેપાર વ્યવસાયમાં આજે ધારી સફળતા મળે. આવક વધે. મોજશોખ, મનોરંજનની પ્રવૃત્તિમાં સમય પસાર થાય. ઘરમાં નવું રાચરચીલું વાસવો. નવી ગોઠવણીથી ગૃહશુસોભન કરો. વાહનસુખ મળે. સામાજિક પ્રસંગે બહાર જવાનું મળે. પ્રિયતમા સાથેની મુલાકાત રોમાંચક રહે. સ્ત્રીમિત્રો આજે આપના માટે લાભકારી નીવડશે. શુભ પ્રસંગો યોજાય. રમણીય સ્થળે પ્રવાસ પર્યટનનું આયોજન થાય.
વૃષભ: વર્તમાન સમયમાં આપ આપના વેપાર ધંધાના વિકાસ પ્રત્યે વધુ ધ્યાન આપશો. નવા આયોજનો અને નવી વિચારસરણીથી ધંધાને પ્રગતિના પંથ પર લઇ જવાનો પ્રયાસ કરશો. કાર્ય સફળતા વિલંબથી મળશે. પ્રતિસ્પર્ધીઓ સાથે વાદવિવાદ ટાળવો. મધ્યાહન બાદ નોકરી વ્યવસાયમાં અનુકૂળ વાતાવરણ સર્જાય. વેપાર ધંધાના કામ કે ઉઘરાણી અર્થે બહારગામ જવાનું થાય. પદોન્નતિ થાય. ઉપરી અધિકારીઓ આપના પર ખુશ રહે. પિતા કે વડીલોથી લાભ થાય.
મિથુન: આજે ખાવાપીવામાં ખાસ ધ્યાન રાખવાની આપને સલાહ આપવામાં આવે છે. નકારાત્મક વિચારો મનમાંથી કાઢી નાંખશો તો હતાશા નહીં આવે. અનૈતિક કાર્યો કે કાયદા વિરુદ્ધના કૃત્યો આપને આફતમાં મૂકી શકે છે માટે તેનાથી બચવું. અચાનક મુસાફરીનો યોગ ઉભો થાય. મધ્યાહન બાદ આપની પ્રવૃત્તિઓ બદલાતાં મનની અસ્વસ્થતા ઓછી થશે. લેખન- સાહિત્યની પ્રવૃત્તિઓ આપને વિશેષ રસ પડશે. ધંધાના વિકાસ સાથે નવી યોજનાઓ અમલમાં મૂકશો. ઉપરી અધિકારીઓ સાથે વિવાદમાં ન પડવું.
કર્ક: આજે સ્વાદિષ્ટ ભોજન, ઉત્તમ ભોજન વસ્ત્રો અને વિજાતીય વ્યક્તિઓ સાથેની મુલાકાતથી આપ પ્રસન્ન રહેશો. આપનું આર્થિક પાસું સદ્ધર બને તેવા પ્રબળ યોગો જણાય છે. વિચારોમાં અનિર્ણાયકતા રહે. મુસાફરી થાય. આકસ્મિક ધનખર્ચ થાય. ભાગીદારો સાથે આંતરિક મતભેદો વધે. નોકરી-વ્યવસાયમાં પરિસ્થિતિ અનુકૂળ રહે. ગુસ્સાને અંકુશમાં રાખવો. નવાકામની શરૂઆત ન કરવી.
સિંહ: વેપાર ધંધાનું વિસ્તરણ અને તે અંગેનું તથા નાણાનું આયોજન કરવા માટે ખૂબ અનુકૂળ દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. સ્ત્રીમિત્રો સાથે મુલાકાત થાય. નોકરિયાતોને હાથ નીચેના માણસથી ફાયદો થાય. ધનલાભના પ્રબળ યોગ જણાય છે. દલાલી, કમિશન, વ્યાજ વગેરેની આવકમાં વૃદ્ધિ થવાથી આપને આર્થિક રાહત રહેશે. ઉત્તમ ભોજન, વસ્ત્રો મળે અને વિજાતીય વ્યક્તિઓનું આકર્ષણ રહેશે. પર્યટન, મુસાફરી થાય.
કન્યા: પ્રેમ, શ્રૃંગાર, રોમાન્સ, વસ્ત્રાભૂષણોની ખરીદી આપના આજના દિવસને રોમાંચક અને સહર્ષ બનાવશે. પ્રિયજનના સહવાસથી રોમાંચિત બનશો. કલા પ્રત્યે આપને વિશેષ અભિરૂચિ રહે. વ્યાપાર ધંધાનો વિકાસ થાય. ઘરમાં વિશેષ અભિરૂચિ રહે. વ્યાપાર ધંધાનો વિકાસ થાય. નોકરીમાં અનુકૂળ વાતાવરણ રહે. હરીફો પર વિજય મળશે.
તુલા: આપનો આજનો દિવસ એકંદરે મધ્યમ ફળદાયક પુરવાર થાય. જમીન- મકાન- વાહન વગેરેના દસ્તાવેજો કરવા બાબત સાવધાની રાખવી. માતાની તબિયતની વિશેષ કાળજી લેવી પડશે. જળાશયો અને પાણીજન્ય બીમારીઓથી પણ બચવાની સલાહ છે. પરિવારમાં ક્લેશમય વાતાવરણ ટાળવા માટે સમાધાનકારી વલણ રાખજો. બપોર પછી આપ થોડીક સ્વસ્થતા પ્રાપ્ત કરીને સર્જનાત્મક પ્રવૃત્તિઓ તરફ વળશો. પ્રિયતમા સાથે પ્રેમ અને રોમાન્સની લાગણીઓની અભિવ્યક્તિ કરી શકશો. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ બનશે.
વૃશ્ચિક: વર્તમાન સમય નોકરિયાતો માટે અનુકૂળ છે. ગૃહસ્થજીવનના અટવાયેલા પ્રશ્નોમાંથી આપને માર્ગ મળશે. સંપત્તિ, મિલકતને લગતા કામકાજોનો ઉકેલ મળશે. ભાઇબહેનો સાથેનો વ્યવહાર સુમેળભર્યો રહે. મધ્યાહન બાદ આપના કાર્યોમાં પ્રતિકૂળતાઓ વધશે. શરીર તથા તનથી બેચેની અનુભવાય. જાહેરજીવનમાં અપયશ મળે. કુટુંબના સભ્યો સાથે અણબનાવ થાય. ધનહાનિના યોગ છે.
ધન: આજે આપ વાણી અને વ્યવહાર સંયમિત રાખશો તો આપ્તજનો સાથે મનદુ:ખ નહીં થાય. આધ્યાત્મિક વિચારો અને પ્રવૃત્તિઓ થાય. વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસમાં એકાગ્રતા રાખવી પડશે. મધ્યાહન બાદ મનની મુંઝવણનો ઉકેલ મળી જતાં હળવાશ અનુભવશો. શારીરિક- માનસિક સ્વસ્થતા જળવાશે. હરીફોની ચાલ નાકામિયાબ નીવડશે.
મકર: આપને નોકરી- વ્યવસાય ક્ષેત્રે અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થાય. આપના દરેક કાર્યો વિના અવરોધે પાર પડશે. ગૃહસ્થજીવનમાં સંવાદિતા રહેશે. ધાર્મિક આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં આપ વધારે રસ લેશો. ઓફિસમાં આપનું વર્ચસ્વ વધશે. બપોર બાદ આપના મન પર નકારાત્મક વિચારો છવાઇ શકે છે માટે અતિ વિચારવાનું ટાળવાની સલાહ છે. આપને કોઈપણ બાબતે નિર્ણયો લેવામાં થોડી તકલીફ પડી શકે છે. રોજિંદા કાર્યો પાછળ ધનખર્ચની તૈયારી રાખવી. શેરસટ્ટામાં સાચવીને મૂડી રોકાણ કરવું.
કુંભ: આજના દિવસમાં ધાર્મિક, સામાજિક કાર્યો પાછળ ધનખર્ચ રહે. સગાંસંબંધી કે દોસ્તો સાથે ખટરાગ ટાળવો. આજે આપ વધારે પડતું આધ્યાત્મિક વલણ ધરાવશો. કોર્ટ કચેરીના કાર્યમાં સફળતા મળે. ઓપરેશનથી સંભાળવું. બપોર બાદ દરેક કાર્ય સરળતાથી પૂર્ણ થતું જણાશે. ઓફિસમાં આપનો પ્રભાવ વધે. ગૃહસ્થ જીવનમાં પણ મધુરતા છવાશે. ઉપરી અધિકારીઓની કૃપાદૃષ્ટિ રહેશે. માનસિક શાંતિ જળવાશે.
મીન: નોકરી-વ્યવસાય અને અન્ય ક્ષેત્રોમાં આપના માટે આજનો દિવસ લાભપ્રદ રહેશે. લગ્નોત્સુક યુવક યુવતીઓને લગ્નનો પ્રશ્ન ઉકેલી જવાની શક્યતા છે. પ્રિયપાત્ર સાથે મુલાકાત થાય. પ્રવાસ-પર્યટન અને મિત્રો તરફથી ભેટસોગાદો મળે. બપોર પછી દરેક કામમાં થોડીક સાવધાની રાખવી જરૂરી છે. વ્યાવસાયિક કાર્યોમાં સરકારની દખલગીરી વધે. વધુ મહેનતે ઓછી સફળતા મળે. આધ્યાત્મિકતા તરફ વધારે ઝુકાવ રહે.