મેષ : આજે આપ પરિવારજનો સાથે મળીને ઘરની બાબતો અંગે અગત્યની ચર્ચા વિચારણા કરશો. ઘરની કાયાપલટ કરવા માટે કંઇક નવી ગોઠવણી કરશો. કાર્ય સ્થળે ઉપરી અધિકારીઓ સાથે અગત્યના મુદ્દે વિચાર વિમર્શ થાય. ઓફિસના કામ અર્થે પ્રવાસનું આયોજન શક્ય બને. માતા તથા સ્ત્રી વર્ગ તરફથી લાભ થવાની શક્યતા છે. આપના કોઇ કાર્ય કે પ્રોજેક્ટમાં સરકારની મદદ મળશે. વધુ પડતા કાર્યબોજથી તબિયતમાં અસ્વસ્થતા રહે.
વૃષભ : વિદેશ વસતા સ્વજન કે મિત્રના સમાચાર મળવાથી આપનું મન પ્રસન્નતા અનુભવશો. વિદેશ જવા ઇચ્છતા લોકો માટે અનુકૂળ સંજોગો ઉભા થાય. લાંબા અંતરની જાત્રા કે મુસાફરી કરવાનો પ્રસંગ આવે. ઓફિસ કે વ્યવસાયના સ્થળે કામનું ભારણ વધે. ઓફિસ કે વ્યવસાયના સ્થળે કામનુ ભારણ વધે. વેપાર ધંધામાં આર્થિક લાભ થવાની શક્યતા છે. આરોગ્ય એકંદરે મધ્યમ રહે.
મિથુન :આજના દિવસે દરેક રીતે ચેતીને ચાલવાની સલાહ આપવામાં આવે છે. આજે કોઇપણ નવા કાર્યની શરૂઆત ટાળવાની સલાહ છે. આપના મનમાં ક્રોધની લાગણી હોય તો દૂર કરીને શાંતિથી કામ લેવું. બીમાર વ્યક્તિએ નવી દવાની શરૂઆત કે ઓપરેશન આજે ટાળવાની સલાહ છે. ખર્ચને પહોંચી વળવા માટે અગાઉથી તૈયારી રાખવી. ઘરમાં કે ઓફિસમાં વાણી પર સંયમ રાખવાથી ઝગડો કે વિવાદ ટાળી શકાશે. ઇશ્વર આરાધનાથી શાંતિ મળે.
કર્ક : આજના દિવસે મોજશોખ અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં આપ રચ્યાપચ્યા રહેશો. મિત્રો, પરિવાર સાથે મનોરંજનના સ્થળે કે પ્રવાસ પર્યટન પર જવાની તક મળશે. સ્વાદિષ્ટ ભોજન, નવા વસ્ત્રો, આભૂષણો વગેરેની ખરીદી થાય. વાહનસુખ પ્રાપ્ત થાય. જાહેર ક્ષેત્રમાં માન તેમજ વ્યવસાય ક્ષેત્રે ભાગીદારીમાં લાભ મળે. વિજાતીય વ્યક્તિઓ પરત્વે આકર્ષણ થાય. પ્રેમીજનોને પ્રણયમાં સફળતા મળે.
સિંહ : આજે આપના પરિવારમાં હર્ષોલ્લાસનું વાતાવરણ રહે. પરિવારના સભ્યો સાથે મળીને આપ આનંદપૂર્વક સમય પસાર કરો. શરીર સ્વાસ્થ્ય સારું રહે. યશકીર્તિ અને આનંદની પ્રાપ્તિ થાય. નોકરીના ક્ષેત્રે સાથી કર્મચારીઓનો સારો સહકાર મળે. બીમાર વ્યક્તિને રોગમાંથી મુક્તિ મળે. મોસાળપક્ષ તરફથી સારા સમાચાર મળે તેમજ લાભ થાય. હરીફોનો પરાજય થાય.
કન્યા : આજે આપને સંતાનો સંબંધિત બાબતોમાં વધુ ધ્યાન આપવું પડશે અને તેમાં તમારો ઘણો સમય વ્યતિત થઈ જશે. અપચન અથવા પેટના દર્દોથી પીડાતા જાતકોએ અત્યારે ભોજનમાં સંયમ રાખવો અને સારવારમાં ધ્યાન આપવું. વિદ્યાર્થીઓને મહેનત વધારવી પડશે. બૌદ્ધિક ચર્ચા તથા વાટાઘાટોમાં ભાગ લેવાનો થાય ત્યારે હઠાગ્રહ છોડવો. પ્રણય પ્રકરણમાં સફળતા મળે, પ્રિયજન સાથે મેળાપ થાય. શેરસટ્ટાથી સાવધાની રાખવી.
તુલા : આજે વધુ પડતી લાગણીશીલતા .આપના મનને આર્દ્ર ભનાવશે. સ્ત્રી અને માતાને લગતી બાબતોમાં તમારે વધુ શાંતિ અને ધીરજથી કામ લેવાની સલાહ છે. પ્રવાસ માટે સમય યોગ્ય નથી તેથી આજે પ્રવાસનો વિચાર માંડી વાળો તે સલાહભર્યું છે. છાતીમાં પીડા હોય તેવા જાતકોએ સ્વાસ્થ્યની આજે વધુ કાળજી લેવી પડશે. જમીન કે મિલકતની બાબતમાં સાવચેત રહેવું પડશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં એકાગ્રતા માટે મેડિટેશન કરી શકે છે.
વૃશ્ચિક : કાર્ય સફળતા, આર્થિક લાભ અને ભાગ્ય વૃદ્ધિ માટે સારો દિવસ છે. નવા કાર્યની શરૂઆત પણ કરી શકો છો. ભાઇ ભાંડુઓનું વલણ આજે વધારે સહકારભર્યું અને પ્રેમાળ રહેશે. પ્રતિસ્પર્ધીઓને પછડાટ આપી શકશો. પ્રિયજન સાથે મિલન થતાં મન આનંદ અનુભવશે. નાની મુસાફરી થાય. આરોગ્ય જળવાઈ રહેશે.
ધન : આપનો આજનો દિવસ મધ્યમ ફળ આપનારો હશે. નિરર્થક ધનખર્ચ થાય. ચિત્તમાં ગ્લાનિ રહ્યા કરે. કુટુંબીજનો અને કાર્યસ્થળે સહકર્મીઓ સાથે કોઈ ગેરસમજ કે મનદુઃખની ઘટના ટાળવા માટે વર્તન અને વાણી સ્પષ્ટ રાખજો અને ટૂંકમાં વાત પતાવજો. કાર્યોમાં ધારી સફળતા માટે વધુ મહેનત કરવી પડે. દ્વિધાયુક્ત મનોસ્થિતિના કારણે અગત્યના નિર્ણય લેવામાં તકલીફ થાય. દૂરના સ્થળે સંદેશવ્યવહારથી આપને ફાયદો થાય. કાર્યબોજ વધે.
મકર : આપની આજની સવાર ઇશ્વરના નામ સ્મરણમાં પસાર થાય. પાઠ પૂજા ધાર્મિક કાર્ય કરો. આજે નોકરી- વ્યવસાયમાં પણ આપના માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાશે. આપનું દરેક કાર્ય સરળતાથી પૂર્ણ થાય. માન- સન્માન મળે. ઓફિસમાં ઉપરી અધિકારીઓની કૃપાદૃષ્ટિ રહે. નોકરીમાં બઢતીના યોગ છે. મિત્રો- સ્નેહીઓ તરફથી ભેટસોગાદ મળવાથી આનંદ થાય. ગૃહસ્થજીવન આનંદપૂર્ણ રહે. આરોગ્ય સારું રહે. સામાન્ય પડવા વાગવાથી સંભાળવું.
કુંભ : વર્તમાન સમયમાં શારીરિક અને માનસિક રીતે થોડો આનંદ અને થોડી તકલીફ રહે. પરિવારના સભ્યો સાથે શાંતિ અને ધીરજથી કામ લેવાની સલાહ છે. નાણાની લેવડદેવડ કે મૂડી રોકાણમાં ધ્યાન રાખવું. શક્ય હોય ત્યાં સુધી કોઇના જામીન ન થવું. અદાલતની કાર્યવાહીઓથી સંભાળવું. ખર્ચનું પ્રમાણ વધારે રહે. કોઇનું ભલું કરવા જતાં ધરમ કરતાં ધાડ પડે તેવો અનુભવ થાય. વાણી અને ગુસ્સા પર સંયમ રાખવો. અકસ્માતથી સંભાળવાની સલાહ છે.
મીન : આજે આપ કોઇ સામાજિક મેળાવડામાં ભાગ લઇ શકશો. મિત્રો અને સ્વજનોને મળીને આપને ખુશી અનુભવાશે. કોઇ રમણીય સ્થળે ફરવા જવાનું થાય. કોઇ સારા સમાચાર મળે. પત્ની અને સંતાનથી પણ ફાયદો થઇ શકે છે. અચાનક આર્થિક ફાયદો થઇ શકે. આજનો દિવસ ખરીદી કરવા માટે શ્રેષ્ઠ છે.