ETV Bharat / bharat

ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે ? જાણો તમારૂ રાશિફળ

ન્યૂઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે ગુરુવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

sa
sa
author img

By

Published : Jan 28, 2021, 6:37 AM IST

મેષ: આજે આપ વધુ પડતા લાગણીશીલ બનશો તો આપના વાણી અને વર્તનથી કોઈની લાગણીને ઠેસ પહોંચી શકે છે અથવા બીજાના કારણે તમારી લાગણી દુભાઈ શકે છે. આવી સ્થિતિમાં ધૈર્યવાન અને વ્યવહારુ બનવાની સલાહ છે. માતાની વધુ સેવા કરવાની તેમજ તેમની સાથે વધુ સમય વિતાવવાની સલાહ છે. લાગણીશીલ બનવાથી પરિવારની બાબતોમાં તમારા હઠાગ્રહના કારણેો ક્યારેક સ્‍વાભિમાન ઘવાતાં મનમાં ગ્‍લાનિ અનુભવશો. આવી સ્થિતિ ટાળવા માટે સમાધાનકારી વળણ રાખવું. ભોજન અને ઊંઘ પર ધ્યાન આપવું. વિદ્યાર્થીઓ માટે સમય મધ્‍યમ છે. મનની અશાંતિ માટે આધ્યાત્મિકતા શ્રેષ્‍ઠ ઉપાય રહેશે. સ્‍થાવર મિલકત અંગેની ચર્ચા ટાળવી.

વૃષભઃ ચિંતાનો બોજ હળવો થતાં આપ પ્રફુલ્લિતતા અનુભવો. લાગણી અને સંવેદનાઓથી આપનું મન હર્યુંભર્યું રહે, જેના કારણે આપની કલ્‍પનાશક્તિ અને સર્જનશક્તિ પૂરબહારમાં ખીલશે. સાહિત્‍ય લેખનમાં તેમજ કલાક્ષેત્રમાં આજે આપ સારું પ્રદાન કરી શકો. કુટુંબીજનો, ખાસ કરીને માતા સાથેની આત્‍મીયતા વધશે. નાનકડા પ્રવાસ કે પર્યટન શક્ય બનશે. નાણાકીય બાબતો પર ધ્‍યાન આપશો. આપનો સમગ્ર દિવસ ખુશીમાં પસાર થાય.

મિથુનઃ થોડા વિલંબ પછી આપના ધારેલા કાર્યો પાર પડતાં મનમાં હર્ષની લાગણી અનુભવશો. ખોરંભે ચડી ગયેલા નાણાકીય આયોજનમાં આપનો માર્ગ સરળ થતો જણાય. નોકરી વ્‍યવસાયના સ્‍થળે સાથી કર્મચારીઓનો સાથ સહકાર મળતાં સુમેળભર્યું વાતાવરણ રહે. મિત્રો તેમજ શુભેચ્‍છકો સાથેનું મિલન આપનામાં આનંદનો સંચાર કરશે. ‍ પરિવારમાં સુખ શાંતિ રહેશે.

કર્કઃ મિત્રો, સ્‍નેહીજનો અને પરિવારજનોના સંગાથમાં આપ આજનો દિવસ ખૂબ જ આનંદ ઉલ્‍લાસથી પસાર કરશો, અને તેમના તરફથી ભેટ ઉપહાર મળતાં આપનો આનંદ દ્વિગુણિત બનશે. બહાર હરવા ફરવાનું તથા સારું ભોજન લેવાનું આયોજન થાય. શુભ સમાચાર મળે. આર્થિક લાભ મળે સાથે દાંપત્‍યજીવનમાં પત્‍ની સાથે વધુ નીકટતા અનુભવાય. શારીરિક સુખાકારી તો જળવાશે પણ માનસિક રીતે પણ આજે આપ ખૂબ તાજગી અનુભવશો.

સિંહઃ આજે કોર્ટ કચેરીને લગતા પ્રશ્નોમાં સાવધાનીપૂર્વક વર્તવાની સલાહ છે. મન આજે સંવેદનશીલતાથી આર્દ્ર રહેશે તેથી આપ ભાવનાઓના પ્રવાહમાં તણાઇને કોઇ અવિચારી નિર્ણય ના લેવાઈ જાય તેનું ધ્યાન રાખવું. મહિલાઓની બાબતમાં વિશેષ ધ્‍યાન આપવું. વાણી તથા વર્તનમાં જેટલી સ્પષ્ટતા અને પારદર્શકતા હશે એટલા તમે ફાયદામાં રહેશો. વિદેશથી સમાચાર મળે.

કન્યાઃ ઘર, પરિવાર અને વેપાર એમ તમામ ક્ષેત્રે આપના માટે લાભ પ્રતીક્ષા કરી રહ્યો છે. મિત્રો સાથે આનંદદાયક પ્રવાસ પર્યટન થાય તો દાંપત્‍યજીવનમાં પણ આપ વધુ ઘનિષ્‍ઠતા કેળવી શકશો. સ્‍ત્રી મિત્રો વિશેષ લાભકારી પુરવાર થશે. ધનપ્રાપ્તિ માટે પણ શુભ સમય છે. વેપારની ઉઘરાણી અર્થે પ્રવાસ થાય. અપરિણિતા માટે જીવનસાથીની તલાશમાં સફળતા મળે.

તુલાઃ આજે આપને માટે નોકરીમાં બઢતીના યોગો જણાઈ રહ્યા છે. અધિકારીઓની કૃપાદૃષ્ટિ આપના પર રહેશે. કુટુંબજીવનમાં અને ગૃહસ્‍થજીવનમાં હર્ષોલ્‍લાસનું વાતાવરણ છવાયેલું રહેશે. મનમાં સંવેદનશીલતા વધશે. માતા તરફથી ફાયદો થાય. ઉત્તમ લગ્‍નસુખની પ્રાપ્તિ થાય. જમીન મિલકતા દસ્‍તાવેજો કરી શકાય. વ્‍યવસાય ક્ષેત્રે સારો અને સફળ દિવસ છે.

વૃશ્ચિકઃ આપનો આજનો દિવસ અનુકૂળતા અને પ્રતિકૂળતાઓથી મિશ્રિત હશે. લેખન સાહિત્‍યને લગતી પ્રવૃત્તિઓ કરશો. વ્‍યવસાયના સ્‍થળે હરીફાઈ, મંદી અને ગ્રાહકોની નવી નવી માંગને ધ્યાનમાં રાખવા જતા સામાન્ય કરતા થોડી મુશ્કેલ પરિસ્થિતિ રહે. નોકરીમાં ઉપરી અધિકારીઓનું વલણ વધુ કડક હોય તેવું લાગે માટે આવી સ્થિતિમાં તેમની સાથે વધુ પડતી ચર્ચામાં પડવાનું ટાળજો. પ્રતિસ્‍પર્ધીઓ સાથે વાદવિવાદ ન કરવો. સંતાનો પર પોતાના વિચારો જીદપૂર્વક લાદવાનો પ્રયાસ ના કરવો. પ્રવાસની શક્યતા છે. ધનખર્ચ થાય.

ધનઃ આજે ખાવા- પીવામાં ખાસ ધ્યાન રાખવા માટે ચેતવવામાં આવે છે. કાર્ય સફળતા પરિશ્રમ વધાર્યા પછી તમને આશાનું કિરણ દેખાય. સમયસર કામ પૂરૂં કરવા માટે પ્રયાસો અને કામકાજના કલાકો વધારવા પડશે. વધુ પડતો કાર્યબોજ લેવાની સાથે સાથે શારીરિક સ્વાસ્થ્યને ધ્યાનામાં રાખીને આરામ અને પૌષ્ટિક આહાર પર પણ ધ્યાન આપવાની સલાહ છે. નવા કામની શરૂઆત કરવામાં દરેક પાસાનો વિચાર કરીને આગળ વધવું. મન પ્રફુલ્લિત થાય તેવી કોઈ પ્રવૃત્તિમાં પણ ભાગ લઈ શકો છો.

મકરઃ આપનો આજનો દિવસ નાણાકીય દૃષ્ટિએ ખૂબ જ સારો નીવડશે. વેપારવૃદ્ધિના યોગ છે. આ ઉપરાંત દલાલી, વ્‍યાજ, કમિશન દ્વારા મળનારી આવક તમારા નાણાંભંડોળમાં વૃદ્ધિ કરશે. પ્રેમીઓ માટે આજે પ્રણય પરિચયના યોગ છે. વિજાતીય આકર્ષણ રહે. સુંદર ભોજન, વસ્‍ત્રપરિધાન અને વાહનસુખનો લાભ મળે. આરોગ્‍ય સારું રહે. નાની મુસાફરી થાય. માનમોભામાં વધારો થાય. શ્રેષ્ઠ દાંપત્યસુખ પ્રાપ્‍ત થાય.

કુંભઃ વર્તમાન સમયમાં આપને કાર્યોમાં સફળતા મળશે અને યશકીર્તિ પ્રાપ્‍ત થશે. આજે આપના સ્‍વભાવમાં વધુ પડતી સંવેદનશીલતા હોય. મોસાળ તરફથી કોઇ સારા સમાચાર મળે. ઘરમાં પ્રફુલ્લિત વાતાવરણ હરે. નોકરીમાં પણ આપને સાથી કાર્યકરોનો સાથ સહકાર મળી રહે. તન અને મનથી આપ પ્રફુલ્લિતતાનો અનુભવ કરો. કૌટુંબિક વાતાવરણ સુખશાંતિભર્યું હોય.

મીનઃ આજનો દિવસ વિદ્યાર્થી માટે સારો હોવાનું જણાઈ રહ્યું છે. તેમને વિદ્યાભ્‍યાસમાં સફળતા મળે અને કારકિર્દીની નવી તકો હાથ લાગે. આજે આપની કલ્‍પનાશક્તિથી સાહિત્‍ય લેખનમાં નવું ખેડાણ કરશો. પ્રેમીજનો એકબીજાનું સામિપ્‍ય માણી શકશે. આપના સ્‍વભાવમાં વધારે પડતી લાગણીશીલતા રહે. સ્‍ત્રી મિત્રોથી ખર્ચ થાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.