ETV Bharat / bharat

શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - Horoscope of Capricorn Today news

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે શનિવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

ds
sds
author img

By

Published : Sep 26, 2020, 7:01 AM IST

મેષઃ આપના કોઇ કાર્ય કે પ્રોજેક્ટમાં સરકાર તરફથી લાભ મળશે. ઓફિસમાં અગત્‍યના મુદ્દાઓ અંગે ઉપરી અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા થશે. ઓફિસના કામકાજના અર્થે પ્રવાસે જવાનું થાય. કામનું ભારણ વધે. પરિવારની બાબતમાં ઉંડો રસ લઇ સભ્‍યો સાથે વિચાર વિમર્શ કરશો. ગૃહસજાવટ માટે આયોજન કરશો. માતા સાથે વધારે નિકટતા અનુભવશો.

વૃષભઃ વિદેશ જવા માંગતા હોય તેમના માટે અનુકૂળ સંજોગો સર્જાવામાં હજુ વાર લાગશે. વિદેશમાં વસતા મિત્રો અને સગા-સંબંધીઓ પાસેથી સારા સમાચાર મેળવી શકશો. વેપાર-ધંધામાં પણ આર્થિક લાભ થઇ શકશે. આપ નવા કાર્યો અને નવા આયોજનો હાથ ધરો તેવી શક્યતા છે. આપ લાંબો પ્રવાસ કરો તેવા યોગ જણાઇ રહ્યા છે. કોઇ ધાર્મિક સ્થળની મુલાકાત લેશો. આધ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ થઇ શકશે. આપના સંતાનોની પણ પ્રગતિ થઇ શકશે. આપે આપના આરોગ્યની સંભાળ રાખવી પડશે.

મિથુનઃ સ્વભાવની આક્રમકતાને કારણે આપ પોતાનું નુકસાન કરી બેસો તેવી શક્યતા છે માટે આજે કોઈપણ સ્થિતિમાં ગુસ્સાને અંકુશમાં રાખવો. સ્વાસ્થ્ય સારું ન હોય તેમણે કોઇ નવી સારવાર પદ્ધતિ હમણાં ન અપનાવવી અથવા ઓપરેશન ટાળવું. આજે જાહેર જીવનમાં વધુ પડતું માન-સન્માન કે યશ મળવાની આશા રાખવી નહીં, તેના બદલે તમે પોતાની જીંદગીમાં મસ્ત રહેશો તો વધુ આનંદમાં રહી શકશો. કોઈની સાથે મનદુઃખ હોય તો શાંતિથી ચર્ચા કરીને તેનો ઉકેલ લાવવાની સલાહ છે. ખર્ચનું પ્રમાણ વધારે રહેશે માટે આર્થિક બાબતે અગાઉથી આયોજન કરવું. આ પરિસ્થિતિમાં ભગવાનના નામ સ્મરણથી આપના મનને શાંતિ મળશે.

કર્કઃ આજનો દિવસ સામાજિક અને વ્‍યાવસાયિક ક્ષેત્રે આપના માટે લાભદાયી પુરવાર થશે. મોજશોખના સાધનો ઉત્તમ વસ્‍ત્રાભૂષણ અને વાહનની ખરીદી કરશો. મોજમજા અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં સમય પસાર થાય આ સાથે જ વિજાતીય વ્‍યક્તિ સાથેની રોમાંચિત મુલાકાતથી સુખ અનુભવશો. દાંપત્‍યજીવનમાં ઉત્‍કટ પ્રેમની અનુભૂતિ થાય. ભાગીદારીમાં લાભ થાય. ટૂંકી મુસાફરીની પણ શક્યતા છે.

સિંહઃ રોજબરોજના કામકાજ પૂરા થવામાં થોડો સમય લાગશે પરંતુ જો વધુ મહેનતે કરશો તો ધારણા અનુસાર ફળ મળી શકશે. નોકરીના સ્થળે વધુ કામની તૈયારી રાખવી પડશે. નવી જવાબદારી મળી શકે છે. સહકર્મીઓના ભરોસે બેસવું નહીં. મોસાળમાંથી કોઈક સમાચાર આવી શકે છે. વિરોધીઓના વિરોધનો સામનો કરવાની તૈયારી રાખવી. ઉપરી અધિકારીઓ સાથે સંઘર્ષમાં ન ઉતરવાની સલાહ છે.

કન્યાઃ આજે આપને ચિંતા અને અજંપો દૂર કરવા માટે આપ્તજનો સાથે વધુ સમય વિતાવવાની અને મનપસંદ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની સલાહ છે. પેટને લગતી તકલીફો હોય તેમણે આજે ભોજનની અતિશયોક્તિ ટાળવી. વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત રાખવા માટે વધુ પ્રયાસ કરવો પડે. મેડિટેશનનો સહારો લઈ શકો છો. બૌદ્ધિક ચર્ચાઓ અને વિચારણામાં હઠાગ્રહ છોડવો. પ્રિયજન સાથે મિલન-મુલાકાત થશે. આપ વિજાતીય પાત્ર તરફ આકર્ષણ અનુભવશો. શેરસટ્ટાથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવે છે.

તુલાઃ આજે આપે વિરોધીઓ અને હિતશત્રુઓથી સાવધાન રહેવું પડશે. સતત વિચારોને કારણે આપની માનસિક સ્થિતિ ડામાડોળ હશે. સ્ત્રીવર્ગને લગતી ચિંતાઓ રહ્યા કરે. આજે મુસાફરી ટાળવી હિતાવહ છે. ભોજન સમયસર લેવાની સલાહ છે. વારસાગત મિલકત વિશે સાવધાનીપૂર્વક આગળ વધવું જોઇએ.

વૃશ્ચિકઃ આપ કામમાં સફળતા મેળવશો, નાણાંકીય લાભ અને ભાગ્યવૃદ્ધિ થવાની શક્યતાઓ પણ રહેલી છે. સહોદરો સાથે પારિવારિક બાબતો પર ચર્ચા કરશો અનેં ઘર અંગે યોજનાઓ બનાવી શકશો. શારીરિક માનસિક સ્ફૂર્તિ અને આનંદનો અનુભવ થશે. આધ્યાત્મિક બાબતો અને ગૂઢ વિદ્યાઓમાં આપ રસ કેળવશો.

ધનઃ પરિવારજનો સાથે ગેરસમજ થતી ટાળવાનું સૂચન છે. અર્થહિન ધનખર્ચના કારણે આર્થિક ખેંચમાં ના આવી જાવ તેનું પણ ધ્યાન રાખવું. માનસિક રીતે અસમંજસપૂર્ણ સ્થિતિ રહેવાથી મહત્‍વના નિર્ણયો નહીં લઇ શકો. કાર્યોમાં ધાર્યા મુજબ સફળતા માટે મહેનત વધારવી પડશે અને કામના કલાકો પણ વધારવા પડશે. દૂરના સ્‍થળે સંદેશાવ્‍યવહાર થાય અને તે લાભકારક હોય.

મકરઃ આજના દિવસની શરૂઆત ભગવાનની ભક્તિ અને નામ સ્મરણ દ્વારા કરી શકશો. પરિવારનું વાતાવરણ ઘણું સારું રહેશે. મિત્રો અને સ્નેહીઓ તરફથી ભેટ સોગાદો મળતા ખુશી અનુભવશો. આપનું કામકાજ સરળતાથી પૂરૂં થશે. નોકરી કે વેપારમાં લાભ મેળવી શકશો. આપનું સ્વાસ્થ્ય સારું રહેશે.પડવા વાગવાથી સંભાળવાની સલાહ આપવામાં આવે છે.

કુંભઃ પૈસાની લેવડદેવડ કે જામીનગીરી આપને ફસાવી ન દે તેની તકેદારી રાખવાની સલાહ છે. એકાગ્રતા વધારવા માટે મેડિટેશન અને યોગનો સહારો લઈ શકો છો. આરોગ્‍યની વિશેષ કાળજી લેવાની સલાહ છે. નાણાંનું રોકાણ ખોટી જગ્‍યાએ ન થાય તેનું ધ્‍યાન રાખવું. કુટુંબીજનો સાથે વાણી અને વર્તનમાં નરમાશ રાખવી અને શબ્દોમાં સ્પષ્ટતા રાખવી. કોઇનું ભલું કરવા જતાં પોતાને નુકસાન થાય તેવા કાર્યોથી દૂર રહેવું.

મીનઃ આપ સમાજમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી શકશો. સમાજને લગતી પ્રવૃત્તિઓમાં આપ ભાગ લેશો. આપને મિત્રો અને વડીલો પાસેથી સારી મદદ મળશે. આપનું મિત્રમંડળ બહોળું બનશે. નોકરી કે વ્યવસાયમાં આપની આવક વધશે. આપને પત્ની અને સંતાન તરફથી ફાયદો થાય. કોઇ શુભ પ્રસંગ યોજાઇ શકે. લગ્નનો યોગ પણ સારો છે. આપ પ્રવાસની યોજના બનાવો તેવી પણ શક્યતા જણાઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.