ETV Bharat / bharat

જાણો, આજનું તમારૂં રાશિફળ - 25 માર્ચ રાશિફળ

ન્યૂઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે બુધવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

astrology
astrology
author img

By

Published : Mar 25, 2020, 7:58 AM IST

મેષઃ આજનો દિવસ શાંતિ અને ધીરજથી પસાર કરવાની સલાહ છે. શરદી, કફ, તાવના કારણે આરોગ્‍ય બગડી શકે છે માટે સાચવજો. સ્‍વજનો સાથે ઓછો સમય ફાળવી શકશો માટે મનોમન થોડી નિરાશા અથવા તેમના સંબંધિત કોઈ ચિંતા રહેવાની શક્યતા છે. બીજાની બાબતોમાં વધુ રસ લેવાના બદલે પોતાનું પલ્લું ઠીક રહે તેના પર ધ્યાન આપવું. માનસિક અસ્‍વસ્‍થતા દૂર કરવા માટે મેડિટેશન કરી શકો છો. ધાર્મિક અને સાંસારિક કાર્યો પાછળ વધારે ધન ખર્ચ થશે. આજે ખોટી જગ્‍યાએ મૂડીરોકાણ ન થાય તેનું ધ્‍યાન રાખવું.

વૃષભઃ પરિવારમાં સુખશાંતિ જળવાશે. કુટુંબ અને મિત્રો સાથે આનંદની પળો માણશો, આપની આવક અને વેપાર ધંધામાં વૃદ્ધિ થશે. રમણીય સ્‍થળે પર્યટનનું આયોજન થાય. સ્‍ત્રી વર્ગ તરફથી લાભ અને આદર મળે. વેપારક્ષેત્રે નવા સંપર્કો અને ઓળખાણોથી લાભ થાય. પુત્ર અને પત્‍નીથી આનંદદાયક સમાચાર મળે. શ્રેષ્‍ઠ દાંપત્‍યસુખની અનુભૂતિ થાય.

મિથુનઃ શારીરિક અને માનસિક સુખાકારી જળવાશે. નોકરી વ્‍યવસાયમાં આપની કામગીરીની પ્રશંસા થાય. ઉપરીઓ દ્વારા કામની કદર થાય જેથી આપ વધુ પ્રોત્‍સાહિત થશો. બઢતીના યોગ છે. સમાજમાં માન પ્રતિષ્‍ઠા વધશે. સરકારી કાર્યોમાં સફળતા મળશે. ગૃહસ્‍થજીવન આનંદપૂર્ણ રહેશે.

કર્કઃ આજના દિવસે આપ ધર્મ ધ્‍યાન, દેવદર્શનમાં વધારે સમય આપશો. કોઇ તીર્થસ્‍થળે જવાનો પ્રસંગ ઉભો થાય. શારીરિક અને માનસિક રીતે પ્રફુલ્લિત રહેશો. ભાગ્‍યવૃદ્ધિની તક મળશે. પરિવારમાં ભાઇ બહેનો સાથે આનંદપૂર્વક સમય પસાર થાય. વિદેશ યાત્રા માટે અનુકૂળ સંજોગો સર્જાય. નોકરિયાતોને નોકરીમાં લાભ મળશે. આકસ્મિક ધન લાભ થાય.

સિંહઃ આજનો દિવસ થોડી પ્રતિકૂળતા અને થોડી સાનુકૂળતા સાથે પસાર થાય. તબિયતની બાબતમાં આપે વિશેષ ધ્‍યાન આપવું પડશે. બહાર ખાવાપીવાનું ટાળવું બીમારી પાછળ ધનખર્ચ થાય. નકારાત્‍મક વિચારો મનમાંથી દૂર કરવાની સલાહ છે. કુટુંબના સભ્‍યો સાથે વધુ સમય વિતાવવો અને તેમની સાથેનું વર્તન આદરપૂર્ણ રાખવું. ઇષ્‍ટદેવનું નામ સ્‍મરણ અને આધ્‍યાત્મિક વિચાર- વાંચન ચિંતા હળવી કરી સાચો માર્ગ દેખાડશે.

કન્યાઃ આપનો આજનો દિવસ અનુકૂળતા ભર્યો રહેશે. જીવનસાથી સાથે આપ નિકટતાની ક્ષણો માણી શકશો. દાંપત્‍યજીવનમાં મધુરતા રહેશે. વિજાતીય પાત્રો તરફ આકર્ષણ અનુભવશો. સામાજિક અને જાહેરક્ષેત્રે આપની માન પ્રતિષ્‍ઠામાં વૃદ્ધિ થશે. ભાગીદારો સાથેના સંબંધો સુમેળભર્યા રહે. ઉત્તમ ભોજન અને વસ્‍ત્રો, દાગીના તેમજ વાહનોની પ્રાપ્તિ થાય.

તુલાઃ ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. સુખદાયક બનાવો બને. કાર્યમાં યશ અને સફળતા મળશે. આરોગ્‍ય જળવાશે. જરૂરી કામ પાછળ જ ખર્ચ થાય. નોકરીમાં સિદ્ધિ અને સફળતા મળે મોસાળપક્ષ તરફથી સમાચાર આવે. આર્થિક લાભની સંભાવના રહે. સહકર્મચારીઓ અને હાથ નીચેના નોકરવર્ગનો સાથ સહકાર મળશે.

વૃશ્ચિકઃ આરોગ્‍ય અંગે થોડી ફરિયાદો રહેશે માટે ખાવાપીવા પર ધ્યાન આપશો તો વાંધો નહીં આવે. સંતાનોની સમસ્‍યા આપને વ્યસ્ત રાખી શકે છે. શેર સટ્ટામાં ન પડવાની ખાસ આગ્રહભરી સલાહ છે. યાત્રા પ્રવાસ શક્ય હોય તો નિવારવો. વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં સફળતા મળશે. આર્થિક આયોજનો સફળતાપૂર્વક પાર પાડી શકશો.

ધનઃ તન- મનમાં તાજગી સ્‍ફૂર્તિનું સ્તર અગાઉની તુલનાએ ઓછુ રહેશે. મનમાં કારણ વગરના વિચારો અને ચિંતા ના પ્રવેશે તેનું ધ્યાન રાખવું. પારિવારિક વાતાવરણ સૌહાર્દપૂર્ણ રાખવા માટે તમારે વધુ પ્રયાસો કરવા પડશે. માતા સાથે અત્યારે તમારે વધુ સૌમ્ય વર્તન કરવું પડશે અને શક્ય હોય ત્યાં સુધી તેમની દરેક જરૂરિયાતો સંતોષવાનો પ્રયાસ કરવો. ખોટા કાર્યોથી દૂર રહેવું. વધુ ઊંઘ લેવી અને સમયસર ભોજન લેવું. અગત્‍યના દસ્‍તાવેજો ન કરવા સલાહ આપવામાં આવે છે.

મકરઃ રોજિંદા કાર્યોમાં અનુકૂળ પરિસ્થિતિ સર્જાતાં હળવાશનો અનુભવ કરશો. ગૃહસ્‍થજીવનના પ્રશ્નો હલ થતાં જણાય. સંપત્તિને લગતા કામકાજોનો ઉકેલ મળશે. વેપાર ધંધામાં આર્થિક લાભ થાય. ભાઇબહેનોનો સહકાર મળશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય હોવાનું જણાઈ રહ્યું છે. પ્રિયજનની મુલાકાત થાય. હરીફો સામે સફળતા મળશે. નવા કાર્યની શરૂઆત માટે અનુકૂળ દિવસ છે.

કુંભઃ વાણી પર સંયમ રાખશો તો આજે ઘણી બધી સમસ્‍યાઓમાંથી ઉગરી જશો. વાદવિવાદમાં ઉંડા ન ઉતરવું. બિનજરૂરી ખર્ચ પર અંકુશ રાખવો. કાર્યમાં સફળતા માટે મહેનત વધારવી પડે. અસંતોષની લાગણીથી દૂર રહીને માત્ર કર્મના સિદ્ધાંત પર ધ્યાન આપવું. આરોગ્‍ય સાચવવાની સલાહ છે. વિદ્યાર્થીઓને વિદ્યાપ્રાપ્તિમાં બીજાની મદદ લેવી પડશે. ધંધાકીય ખર્ચની શક્યતા રહે.

મીનઃ આનંદ ઉત્‍સાહ ભર્યો દિવસ રહે. કુટુંબમાં હર્ષોલ્‍લાસનું વાતાવરણ રહે. ઘરમાં કોઇ માંગલિક પ્રસંગનું આયોજન થાય. નવા કાર્યનો આરંભ કરવા માટે શુભ દિવસ છે. સગાં સ્‍નેહીઓ અને મિત્રો સાથે મિલન મુલાકાત થાય. તેમની સાથે બહાર ભોજન લેવાનો કે ફરવા જવાનો પ્રસંગ ઉભો થાય. પ્રવાસ યાત્રા શક્ય બને. ધન લાભ થાય. તન મનથી પ્રફુલ્લિત રહેશો. આશીર્વાદી આપની સાથે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.