ETV Bharat / bharat

શું તમને ખબર છે કે આ અઠવાડિયું તમારા માટે કેવું રહેશે..! જાણો

ન્યુઝ ડેસ્કઃ આગામી અઠવાડિયામાં તમને શું શું શુભ થશે. તેમજ તમને કેવા પ્રકારના લાભ થશે, તે જાણવા માટે જાણો તમારુ સાપ્તાહિક રાશિફળ.

ASTROLOGY-PREDICTIONS-OF-20-TO-26-OCTOBER-2019
author img

By

Published : Oct 20, 2019, 5:30 AM IST

મેષ: પ્રોફેશનલ મોરચે તમે સારી પ્રગતી કરી શકો અને કદાચ નવી શરૂઆત કરવા અથવા નોકરીમાં નવી તકો મેળવવા માટે પણ સમય સાથ આપી શકે છે. ઉપરીઓનો સાથ મળી રહે પરંતુ આ સપ્તાહે કારણ વગર સરકારી અધિકારીઓ કે સરકારી લફરામાં ન પડવાની સલાહ છે. જૂના સગા- સંબંધી કે લંગોટીયા મિત્રોનો ભેટો થઇ શકે છે. જેનો આનંદ આપના મોં પર દેખાઇ આવે. આપ પોતાની જાતને પહેલેથી વધારે મુક્ત અનુભવશો. પોતાના શોખની પ્રવૃત્તિઓ અને નવી શોધ કે તેને લગતા પ્રયત્નો આપ કરશો. પહેલા દિવસે આપ આપની ભાવનાઓને ખુલીને વ્યક્ત નહીં કરી શકો પરંતુ પછી તમે કંઇક અલગ જ અંદાજમાં જોવા મળે. આ કારણે છેલ્લા દિવસે સંબંધોમાં નીકટતા વધે અને ખાસ કરીને પ્રણય સંબંધોમાં તમે વધુ નિકટતા કેળવી શકો. વિવાહિતો માટે પણ સમય સારો છે. વિદ્યાર્થી જાતકોને અભ્યાસમાં રુચિ રહે પરંતુ અભ્યાસમાં અતિ ઝડપે આગળ વધવાની ઘેલછા છોડી દેવી. સ્વાસ્થ્યની થોડી કાળજી લેવી જરૂરી છે. ખાસ કરીને એલર્જીની તકલીફ થઇ શકે છે. કમરમાં દુખાવો અથવા બ્લડપ્રેશર હોય તેમને શરૂઆતમાં સાચવવું પડે પણ અંતિમ ચરણમાં રાહત મળે.

વૃષભ: ખોટા માણસોનો જો સંગાથ હોય તો તેમનાથી દૂર રહેવામાં જ ભલાઇ છે. શરૂઆતમાં આપની આવકની ગતિ ધીમી પડશે જેથી આયોજનપૂર્વક ખર્ચ કરવો. બીજા દિવસે મધ્યાહન પછી તમે સ્થિતિ બહેતર થવાની આશા રાખી શકો છો. પહેલા દિવસે કોઇની સાથે બોલચાલ અથવા કમ્યુનિકેશનમાં પારદર્શકતા રાખવાની સલાહ છે. સપ્તાહના મધ્યમાં તમે પરિવાર પર વધુ ધ્યાન આપી શકશો. આ ઉપરાંત પરિવારની ખુશીને પ્રાધાન્યતા પણ આપશો જેથી તેમના માટે ખર્ચ કરો તેવી સંભાવના છે. નોકરિયાતોને ઉપરીઓનો સાથ અને માર્ગદર્શન મળવાની સાથે સાથે તમારું પોતાનું કૌશલ્ય પણ પ્રગતિ કરવા માટે મદદરૂપ થશે. આ સમયમાં વડીલો અથવા સંત જેવું વ્યક્તિત્વ ધરાવતી વિભૂતિઓનું સાનિધ્ય પ્રાપ્ત થાય તેમ જ તેમના આશીર્વાદ મેળવવાની તક સાંપડે. તા. 23ના મધ્યાહનથી 25ના મધ્યાહન દરમિયાન મનગમતી પ્રવૃત્તિઓ કરવી, બાળકો જોડે રમવું, ફિલ્મો જોવી, પ્રિયપાત્ર સાથે સમય વિતાવવો અથવા પ્રણય સંબંધોમાં આગળ વધવું વગેરે શક્યતા બનશે. વિદ્યાર્થીઓ પણ આ સમયમાં અભ્યાસ પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે. જેમને નાક-કાન-ગળાને લગતી સમસ્યા અથવા પિત્તને લગતી ફરિયાદો હોય તેમણે અત્યારે સ્વાસ્થ્યની કાળજી લેવી.

મિથુન: સપ્તાહના પહેલા બે દિવસમાં આપનું ઢચુપચુ વલણ આપને મુશ્‍કેલીમાં મૂકી શકે છે અને તેના કારણે મહત્વની તક ગુમાવવાનો વારો પણ આવશે. તે પછીના સમયમાં તમારું ધ્યાન કમાણી કરવા પર વધુ કેન્દ્રિત થશે અને ઉત્તરાર્ધમાં પ્રોફેશનલ હેતુથી પ્રવાસનું આયોજન કરી શકશો. તા. 22 અને 23 દરમિયાન તમારું કમ્યુનિકેશન ઘણું અસરકારક પુરવાર થશે. નોકરી-વ્યવસાયમાં વિદેશ સાથે સંકળાયેલા જાતકો માટે લાભદાયી અને આરામપૂર્ણ રહેશે. ચિંતાનો બોજ હળવો થતાં આપ પ્રફુલ્લિતતા અનુભવો. લાગણી અને સંવેદનાઓથી આપનું મન હર્યુંભર્યું રહે. વિદ્યાર્થીઓ વિદ્યાભ્‍યાસમાં રૂચિ જાળવી શકે. જોકે, ઇતરપ્રવૃત્તિઓથી તમને દૂર રહેવાની સલાહ છે. સરકાર તરફથી લાભ થાય અથવા સરકાર સાથેના આર્થિક વ્‍યવહારમાં સફળતા મળે. સંતાનો પાછળ ખર્ચ કે મૂડી રોકાણ કરો. સંતાનોના વિકાસ માટે સમય ફાળવશો. વિચારોમાં તમારી વચ્ચે જનરેશન-ગેપ ન રહે તે માટે પોતાની વિચારશૈલી અને કાર્યશૈલીમાં થોડો ફેરફાર કરવાની સલાહ છે. સ્વાસ્થ્ય બાબતે પણ તમે સજાગ રહેશો. તમે અત્યારે યોગ અને મેડિટેશન કરો તેમજ ડાયેટ અપનાવો તેવી શક્યતા છે.

કર્ક: આ સપ્તાહની શરૂઆત થોડી નબળી કહી શકાય. ખાસ કરીને માનસિક અજંપો અને અગાઉના કામનો થાક રહી શકે છે. ઉધરસ, અવાજની તકલીફ, પેટના દર્દ તેમ જ સાંધાના દર્દની શક્યતા રહેશે. મેદસ્વિતાના કારણે હૃદય સંબંધિત તકલીફો થાય. નવા કાર્યની શરૂઆત ન કરવી. વાદવિવાદ કે ચર્ચા દરમ્‍યાન આપનું જિદ્દી વલણ ઘર્ષણ વધારે તેવો સંભવ છે. જીભ પર સંયમ રાખશો તો વાણીની મીઠાશના કારણે આપ કોઈપણ વ્યક્તિને પોતાની વાત મનાવી શકશો. જોકે, બીજા દિવસે બપોર પછીથી આપના માટે સારો સમય શરૂ થાય છે. આપ આર્થિક બાબતો પર વધારે ધ્‍યાન આપશો. આપને દરેક કાર્યમાં સફળતા મળે. ભાગ્‍યવૃદ્ધિના યોગ છે. વેપારમાં વૃદ્ધિ થાય તેમજ પ્રતિસ્‍પર્ધીઓને મહાત કરી શકશો. પ્રિયપાત્રનો સહવાસ અને જાહેર માનસન્‍માન મળે. આપ દરેક કાર્ય દૃઢ આત્‍મવિશ્વાસ અને મક્કમ મનોબળ સાથે કરી તેમાં સફળતા મેળવશો. સરકારથી અથવા તેની સાથેના આર્થિક વ્‍યવહારથી ફાયદો થાય. લાંબાગાળાનું મૂડીરોકાણ કરશો. આપનો આત્‍મવિશ્વાસ વધશે. મુસાફરી દરમિયાન જોખમી ડ્રાઇવિંગ અથવા જોખમી પ્રવૃત્તિઓથી દૂર રહેવું અન્યથા ઇજા થઇ શકે છે. પહેલા બે દિવસમાં અનિદ્રા કે થાકની સમસ્યા રહે પરંતુ બાકીના સમયમાં તમે સ્વાસ્થ્ય સુખાકારી માણી શકશો.

સિંહ: સપ્તાહની શરૂઆતમાં તમે પરિવારજનો તરફ વિશેષ ધ્‍યાન આપશો. સંતાનોના વિકાસ અને પ્રગતિ અંગે આયોજન કરશો. પહેલા દિવસે પ્રિય પાત્ર સાથે મુલાકાત કે ફરવાનું આયોજન થાય તેવી શક્યતા છે. જોકે, તમારે સંબંધોમાં નિરસતા દૂર કરવા માટે પણ કેટલાક પ્રયાસ કરવા પડે. બીજા દિવસે મધ્યાહન પછી તમારામાં થોડી બેચેની વર્તાશે. સંબંધો અને પ્રોફેશલન જીવનમાં તા. 23ના મધ્યાહન સુધી તેની નબળી અસર દેખાઇ શકે છે. પૂર્વાર્ધમાં સંતાનોના અભ્‍યાસ કે અન્‍ય બાબતો પાછળ ધનખર્ચ થાય. ચિંતાની જરૂર નથી કારણ કે આજની મહેનત કાલે કામ લાગશે. ઉત્તરાર્ધમાં આપના કૌશલ્ય અને વાણીની મીઠાશ આપની સફળતામાં મુખ્ય ભૂમિકા ભજવશે. મૃદુવાણી લાંબાગાળે લાભદાયી સંબંધોના બીજ રોપશે. અત્યારે ખાસ કરીને શેર-સટ્ટા કે જુગારથી દૂર રહેવું. આપ રોમેન્ટિક મૂડમાં હોવાથી જીવનસાથી કે પ્રિયપાત્રને ખુશ કરવા માટે વિવિધ નુસખાઓ અપનાવશો. દાંપત્‍યજીવનને વિશેષ માણવાની તક મળે. વિદ્યાર્થીઓને અત્યારે ઇચ્છિત લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે વધુ મહેનતની તૈયારી રાખવી પડશે.

કન્યા: પ્રોફેશનલ મોરચે ધ્યાન કેન્દ્રિત કરીને તમે અત્યારે સપ્તાહની શરૂઆત કરશો. અત્યારે તમારે ગુસ્સાને અંકુશમાં રાખવો પડશે જેમાં ખાસ કરીને છેલ્લા દિવસે વધુ ધ્યાન રાખવું. તમારામાં શક્તિનો સંચાર થતો હોય તેવું લાગશે જેથી તેનો યોગ્ય દિશામાં ઉપયોગ કરવો. ટુ-વ્હીલર ચલાવતી વખતે અતિ ઝડપ ન રાખવી. મોટાભાગના સમયમાં આપનું મન પ્રફુલ્લિત રહેશે. ઉત્તરાર્ધમાં તમે ઓફીસ કે વેપાર-ધંધાના કામમાંથી થોડો વિરામ મેળવી પરિવારજનો અને નિકટના સગાંસંબંધીઓ સાથે સમય વીતાવશો. તા. 23ના મધ્યાહનથી 25ના મધ્યાહન સુધી અપૂરતી ઉંઘ માનસિક બેચેની વધારશે. અગ્નિનો ભય હોવાથી સંભાળવું. અત્યારે કામકાજ અર્થે મુસાફરીનું આયોજન કરી શકશો. ધન પ્રાપ્તિના યોગ હોવાથી વાણીના પ્રભાવથી તમે આવકમાં વધારો કરો અથવા નાણાં મેળવી શકો તેવી સંભાવના છે. તમારું કમ્યુનિકેશન અસરકારક રહેશે. વેપારીઓને ઉઘરાણીના નાણાં વસૂલ થાય. આપને ઘરમાંથી તેમ જ સંતાનો તરફથી શુભ સમાચાર મળે. જૂના મિત્રોને વર્ષો પછી મળવાથી તેમની સાથેની મુલાકાત અને મીઠી યાદો તાજી કરશે.

તુલા: શરૂઆતમાં આપને પ્રવાસ ન ખેડવાની સલાહ છે. પ્રવાસમાં કોઈને કોઈ નિઘ્ન આવી શકે છે. વેપારીઓ માટે આ સપ્તાહ શુભ છે પરંતુ જેઓ દેશાવર કાર્યો અથવા મલ્ટીનેશનલ કંપનીને લગતા કાર્યોમાં જોડાયેલા છે અથવા આવી કોઇ નોકરી કરે છે તેમના માટે પહેલો દિવસ સાચવવા જેવો છે. વિદેશમાં વસતા મિત્ર કે સ્‍વજન સાથે લાંબા સમય પછી વાત થઇ શકે છે. વિદેશમાં જવા માટે કાર્યવાહી આરંભી હોય તો અત્યારે તેમાં સકારાત્મક ગતિવિધિ આવી શકે છે. કોઈ જૂના મિત્ર સાથે અચાનક મુલાકાત અથવા ફોન પર વાત થતા આપ ભૂતકાળમાં સરી પડશો. વિકએન્ડમાં આપ કામની ઝંઝાળમાંથી છૂટી પરિવાર અને માતા-પિતા સાથે યાત્રાધામની મુલાકાતે જાવ તેવી શક્યતા છે. આધ્યાત્મિકતા તરફ આપને વધારે લગાવ થશે.આપના આ વલણથી પરિવાર પણ ખુશ થશે અને કામના બોજામાંથી પણ રાહત મળશે.વડીલો અને મિત્રોને મળવાનું થાય. કામકાજ અર્થે મુસાફરી કરો અને તે દરમિયાન નવા મિત્રો બનશે.આપ ઘર-પરિવારને બાજુએ રાખી આર્થિક જવાબદારીઓ તરફ વધુ ધ્‍યાન આપશો અને આવકના સ્ત્રોતો વધારવા સક્રિય થશો. નોકરિયાત વર્ગને ઓફિસમાં પ્રસંશા અને બઢતી મળવાના યોગ છે. આર્થિક લાભ પણ થશે. તનમનના ઉત્‍સાહ અને વિચારોની સ્થિરતાને કારણે આપના બધા કામ સારી રીતે પાર પડે. મનોરંજન, સૌંદર્ય પ્રસાધનો, આભૂષણો તેમ જ ધાર્મિક કાર્યોમાં પણ આપ ખર્ચ કરશો. કુટુંબીજનો સાથે આનંદથી સમય પસાર કરી શકશો.

વૃશ્ચિક: સપ્તાહની શરૂઆતમાં તમારું મન થોડુ બેચેન રહે અને કામકાજમાં થોડો કાર્યબોજ વધશે. સ્‍વાસ્‍થ્‍ય એકંદરે મધ્‍યમ રહે. દોડધામ અને કામના ટેન્શનના કારણે અનિદ્રાની સમસ્યા થઈ શકે છે. જોકે, પ્રારંભિક તકલીફ પછી આપની સ્થિતિમાં સુધારો આવી શકે છે. દેશાવર કાર્યો અથવા જન્મભૂમિથી દૂરના સ્‍થળે કામકાજમાં જોડાયેલા હોય તેમને પ્રગતિને લગતા સારા સમાચાર મળે. નોકરિયાતોને ઉપરી અધિકારીઓ સાથે ચર્ચા દરમિયાન સાચવવું પડશે. સરકારી નિર્ણય અથવા કોર્ટને લગતા કાર્યો અત્યારે છંછેડવા જેવા નથી. સપ્તાહના મધ્યથી તમે પ્રોફેશનલ પ્રગતિ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશો અને છેલ્લા ચરણમાં તમને લાભ મળવાની શક્યતા વધુ છે. ગૃહસ્‍થજીવનમાં પણ સુખશાંતિ રહે. ધન અને માન સન્‍માનની પ્રાપ્તિ થાય. વેપારીઓને ઉઘરાણીના નાણાં વસૂલ કરવા માટે અનુકૂળ તબક્કો છે. શરૂઆતમાં ધાર્મિક પુસ્તકોના વાચન તેમ જ દેવસ્થાને દર્શન માટે આપ સમય કાઢશો. ઉચ્ચ શિક્ષણમાં જોડાયેલા જાતકો માટે તા. 21ના મધ્યાહનથી 23ના મધ્યાહન સુધીનો સમય સારો છે.

ધન: આ સપ્તાહે પૂર્વાર્ધમાં આપ જાતજાતની ચિંતાઓથી ઘેરાયેલા રહેશો. શારીરિક બેચેની પણ અનુભવાય. આંખને લગતી તકલીફ થઈ શકે છે. પરિવારના સભ્‍યો અને સગાંસ્‍નેહીઓ સાથે પણ બોલાચાલી થાય. પરિણામે ઘરમાં વિરોધનું વાતાવરણ સર્જાય. આપના કાર્યો પણ કોઈને કોઈ કારણસર વિલંબમાં પડે. પરિશ્રમનું સંતોષજનક વળતર ન મળતાં મનમાં ગ્‍લાનિ ઉદભવે. જોકે, ઉત્તરાર્ધમાં સ્થિતિમાં સુધારો આવે જેથી આપ મન લગાવીને કામ કરી શકશો. ધનલાભની શક્યતા પણ જણાય છે. જીવનસાથી જોડે સારી રીતે સમય પસાર કરી શકશો. સંબંધોમાં બાંધછોડભર્યું વલણ અપનાવશો તો કોઇ સાથે સંઘર્ષમાં ઉતરવાનું નહીં થાય. અત્યારે આપને ધનલાભની શક્યતા સારી હોવાથી કોઇને કોઇ પ્રકારે ફાયદો થઇ શકે છે. તા. 24 અને 25 દરમિયાન પ્રવાસનું આયોજન થઇ શકે છે. લેખકો, કલાકારો અને કન્‍સલ્‍ટન્ટોને તા. 25 અને 26 દરમિયાન કામકાજામં સાચવવાની સલાહ છે. પૂર્વાર્ધમાં તમને આધ્યાત્મિક વિષયોમાં ઊંડો અભ્યાસ કરવાની ઇચ્છા થઇ શકે છે.

મકર: શરૂઆતમાં તમે પ્રોફેશનલ મોરચે વધુ ધ્યાન આપો જેમાં ખાસ કરીને નોકરિયાતોનું પરફોર્મન્સ સુધરશે. આ ઉપરાંત વિરોધીએને મ્હાત કરવામાં પણ તમે સફળ રહો. પ્રેમ, પ્રફુલ્‍લતા અને ગ્‍લેમરની તરફ આપ ખેંચાશો જેથી આપના પ્રોફેશન અને પર્સનલ લાઇફમાં તમે સંતુલન રાખીને આગળ વધશો. આપ આજીવિકા અને કર્મને લગતા કોઇ મહત્‍વપૂર્ણ નિર્ણયો લેશો. મુશ્‍કેલથી મુશ્‍કેલ સમયમાં પણ આપ ધીરજ નહીં છોડો. સપ્તાહના મધ્યમાં ખાસ કરીને તા. 23ના મધ્યાહનથી 25ના મધ્યાહન દરમિયાન કામનું વધારાનું ભારણ રહેવાને કારણે શરીર થાક અનુભવશે. બાકી ચિંતા કરવાથી કશું વળવાનું નથી. આ સમય દરમ્‍યાન તમારી આકાંક્ષાઓ અને મહત્‍વાકાંક્ષાઓમાં પણ વધારો થશે. આપ જાતે જ પોતાનું મૂલ્‍યાંકન કરશો અને નિર્ણય લેશો. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છેલ્લો દિવસ આશાસ્પદ જણાઈ રહ્યો છે. આ સપ્તાહ દરમિયાન સ્વાસ્થ્યની કાળજી લેવાની સલાહ છે કારણ કે બદલાતી ઋતુના કારણે તમારા સ્વાસ્થ્ય પર ઝડપથી અસર થશે.

કુંભ: આ સપ્તાહે ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ જળવાય અને પરિવારનો તરફથી પ્રોફેશનલ મોરચે સારો સાથ-સહકાર મળે પરંતુ પ્રેમસંબંધોમાં અથવા જીવનસાથી જોડે સંબંધોમાં શરૂઆતમાં કોઇને કોઇ કારણથી તણાવ આવી શકે છે. આવી સ્થિતિમાં તમારા માટે સમાધાનકારી વલણ બહેતર રહે છે. વિવાહિતો માટે ઉત્તરાર્ધનો સમય બહેતર છે. પ્રોફેશનલ મોરચે તમે કરેલાં કાર્યો સિદ્ધ થતા યશપ્રાપ્તિ મળે. ઓફિસમાં સહકર્મચારીઓ અને ઉપરી અધિકારીઓ સાથે સુમેળભર્યા સંબંધો રહેશે. ઉચ્‍ચ હોદ્દેદારોની મીઠી નજર આપના પર રહેશે. સમાજમાં આપનો માન- મરતબો વધે. સાંસારિક જીવન આનંદમય રહે. આપને મળનારા વિવિધ લાભોથી આપના હર્ષોલ્લાસમાં બમણો વધારો થાય એવો સંકેત છે. વિજાતીય વ્‍યક્તિઓ સાથે મુલાકાત થાય. વાહનસુખ મળે નવા વસ્‍ત્રોની ખરીદી થાય તેમ જ નવાં વસ્‍ત્ર પરિધાન માટેના પ્રસંગો બને. વિદ્યાર્થી જાતકોને પહેલા અને છેલ્લા દિવસે અભ્યાસમાં થોડી અડચણો આવી શકે છે. જોકે તા. 25ના મધ્યાહનથી 26ની સાંજ સુધી દરેક રીતે ચેતીને ચાલવાની સલાહ છે. ક્રોધના કારણે કંઇ અનિષ્ટ ન કરી બેસો તેનું ધ્યાન રાખવું. બીમાર વ્‍યક્તિએ નવી દવાની શરૂઆત કે ઓપરેશન ન કરાવવું.

મીન: સપ્તાહની શરૂઆતમાં પરિવારના સભ્યો સાથે તમારે કોઇપણ બાબતે તણાવ ના આવે તે માટે સ્વભાવમાં શાંતિ રાખવી પડશે. નોકરીમાં પણ ઉપરી અધિકારીઓની નારાજગીનો ભોગ બનવું પડે. સરકારી અથવા કાયદાકીય પ્રશ્નો તમારા કામકાજમાં અવરોધ લાવી શકે છે. શક્ય હોય ત્યાં સુધી સરકારી કાર્યોમાં અત્યારે આગળ ના વધવું તેમજ કાયદા વિરોધી કાર્યોથી દૂર રહેવું અન્યથા તમારી પ્રતિષ્ઠાને મોટી હાનિ પહોંચી શકે છે. આ સપ્તાહમાં બિનજરૂરી ખર્ચ થાય. સંતાનોના સ્વાસ્થ્ય અને અભ્યાસ બાબતે તમારે વધુ ધ્યાન આપવું પડશે. કોઇપણ વ્યક્તિ સાથે વર્તનમાં અથવા કમ્યુનિકેશનમાં તમારા શબ્દોમાં સ્પષ્ટતા અને વિનમ્રતા વધુ રહે તેવો પ્રયાસ કરવો. ભાગીદારીના કાર્યોમાં સામેની વ્યક્તિ વધુ પડતા ઝડપથી નિર્ણયો લેવાનો પ્રયાસ કરે ત્યારે તમારે તેમની સાથે દલીલબાજીના બદલે સહકાર વધારવો પડશે. વિદ્યાર્થી જાતકો માટે તા. 21ના મધ્યાહનથી 23ના મધ્યાહન સુધીનો સમય આશાસ્પદ જણાઈ રહ્યો છે. સપ્તાહના છેલ્લા દિવસે પ્રિયપાત્ર કે જીવનસાથી જોડે ડીનર કે લોંગ ડ્રાઈવ પર જવાની શક્યતા હોવાથી આપ ઘણા પ્રફુલ્લિત રહેશો.

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.