ETV Bharat / bharat

મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - Your Daily Horoscope

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે મંગળવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

રાશિફળ
રાશિફળ
author img

By

Published : Oct 20, 2020, 6:41 AM IST

મેષ : આજે આપનું ધ્યાન આધ્યાત્મિકતા તરફ વળશે અને સાંસારિક બાબતો બાજુ પર રહી જશે. રહસ્યોથી ભરપૂર ગૂઢ વિદ્યાઓ તરફ પણ આપનો ઝુકાવ વધશે. ઊંડાણપૂર્વકનું ચિંતન આપને કંઇક અદભૂત અનુભવ કરાવશે. વાણી પર અંકુશ રાખશો તો ઘણાં મતભેદને ટાળી શકશો. અચાનક આર્થિક લાભ થઇ શકે. વિરોધીઓથી સંભાળવું પડશે. આજે કોઇ નવા કામની શરૂઆત ન કરવા સલાહ છે .

વૃષભ : આજે આપના જીવનસાથી સાથેના સંબંધો વધુ ગાઢ બનશે અને તેમની સાથે રોમાન્સની પળો માણી શકશો. પરિવારિક કે સામાજિક પ્રસંગોમાં જવાનું થાય. પ્રવાસ થવાની શક્યતા છે અને આપ મોજમસ્તીમાં સમય પસાર કરી શકશો. આપને શારીરિક માનસિક ખુશીનો અનુભવ થશે. સમાજમાં માન-પાન મેળવી શકશો. આપની પ્રતિષ્ઠામાં વધારો થશે. વેપારીઓ પોતાના ધંધામાં આગળ વધી શકશે. ભાગીદારીથી ફાયદો થશે. અચાનક આર્થિક લાભ થાય. વિદેશથી સારા સમાચાર મેળવી શકશો.

મિથુન : આપના વિલંબમાં પડેલા કામ પૂરા થઇ શકશે, અને સફળતા તેમ જ પ્રતિષ્ઠા મળશે. ઘરમાં સુખશાંતિ અને આનંદ આપને માનસિક રીતે પ્રફુલ્લિત રાખશે. તંદુરસ્તી સારી રહેશે. નાણાંકીય લાભ થશે. ઓફિસમાં સંઘર્ષ કે મનદુઃખના પ્રસંગો બની શકે તેથી સાવચેત રહેવું જરૂરી છે.

કર્ક : આજે આપનો દિવસ થોડી ચિંતા અને અજંપાવાળો રહેશે. શારીરિક બાબતોમાં પણ ધ્યાન આપવાની સલાહ છે. નવા કાર્યના પ્રારંભ માટે દિવસ અનુકૂળ નથી. અચાનક વધારે પ્રમાણમાં ખર્ચ થઇ શકે. પ્રિયપાત્ર સાથે ખટરાગ કે વિવાદ ટાળવા માટે વાણી અને વર્તનમાં પારદર્શકતા અને સ્પષ્ટતા રાખવી. આપનો રંગીન મિજાજ આપના માટે મુશ્કેલીનું કારણ ના બને તે માટે સભાન રહેવું પડશે. આજે પ્રવાસમાં કોઇ તકલીફ આવી શકે છે તેથી તેને મુલતવી રાખવાની સલાહ આપવામાં આવે છે.

સિંહ : આજે આપના કુટુંબમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. પરિવારજનો સાથે મનદુઃખ થાય અને માતાના સ્વાસ્થ્યની વધુ સંભાળ લેવી. નકારાત્મકતા આપના મનને ઘેરી વળશે અને આપને બેચેની અનુભવાશે. આજે મકાન-મિલ્કત કે વાહનના દસ્તાવેજો કે સહીસિક્કા માટે દિવસ યોગ્ય નથી. નોકરી કરતા લોકોને ચિંતા રહ્યા કરે. સ્ત્રીઓ અને પાણીથી સંભાળવાની સલાહ છે

કન્યા : આજે આપ વિચાર્યા વગર કોઇ સાહસમાં ઝંપલાવશો નહીં. આપ લાગણીના સંબંધો બાંધી શકશો. સહોદરો સાથે સારા સંબંધ જળવાશે. મિત્રો અને સ્નેહીજનોને મળવાનું થાય. ગૂઢ અને રહસ્યમય વિદ્યામાં આપનો રસ વધશે તેમ જ તેમાં આગળ વધી શકશો. વિરોધીઓ સામે સારી રીતે ટક્કર લઇ શકશો.

તુલા : આજે આપે જીદ છોડીને સમાધાનકારી વલણ અપનાવવું જોઇએ. આપની વાણીને અંકુશમાં નહીં રાખો તો મનદુઃખ થઇ શકે છે. મનની મુંઝવણને કારણે કોઇ નિર્ણય લેવામાં મુશ્કેલી અનુભવાશે. કોઇ મહત્વના નિર્ણયો આજે ન લેવાની સલાહ છે. સ્વાસ્થ્યની સંભાળ લેવી પણ જરૂરી છે.

વૃશ્ચિક : વર્તમાન સમયમાં આપ તન મનની પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો. કુટુંબમાં સુખશાંતિનું વાતાવરણ જળવાશે. મિત્રો, સગાંસ્નેહીઓ જોડેની મુલાકાત આનંદમય રહે. પ્રિયપાત્ર સાથેની મુલાકાત સંભવિત બને અને તેમાં સફળતા મળે. પર્યટન પ્રવાસની શક્યતાઓ છે. દાંપત્‍યજીવન સુખમય રહેશે.

ધન : આજે દિવસ થોડો પીડાદાયક જણાઇ રહ્યો છે. કુટુંબીજનો સાથે મતભેદ ટાળવાની સલાહ છે. આપનું વર્તન શાંત અને ધૈર્યપૂર્ણ રાખવાની આપને સલાહ છે. કોઇની સાથે ઉગ્ર દલીલની નોબત ના આવે તેવી રીતે રહેવું. સ્વાસ્થ્યની કાળજી લેવાની જરૂર છે. આપે બોલવામાં અને વર્તનમાં અંકુશ રાખશો પડશે. અકસ્માતે ઈજા થાય તેવી કોઈપણ સ્થિતિથી બચવું. ખર્ચને પહોંચી વળવા માટે અગાઉથી તૈયારી રાખવી. કોર્ટ કચેરીના કામકાજમાં સાવધ રહેવું પડશે.

મકર : આપના ઘરમાં કોઇ શુભ પ્રસંગની ઉજવણી થવાની શક્યતા છે. કોઇપણ વસ્તુ ખરીદવી હોય તો આજનો દિવસ અનુકૂળ છે. આજે શેર સટ્ટા લાભ થવાની પણ શક્યતા છે. આપ મિત્રો અને સ્નેહીઓને મળીને આનંદ અનુભવશો. સમાજ, નોકરી, વ્યવસાયમાં લાભ, માન-પાન મળે. પત્ની અને સંતાન આપને સહકાર આપશે. લગ્નવાંછુઓ તેમની પસંદગીનું પાત્ર મેળવી શકશે.

કુંભ : આજે આપના ઉચ્ચ અધિકારીઓ અને વડીલો આપના પર ખુશ રહેશે. દરેક કામમાં સફળતા મળશે. નોકરી-વ્યવસાયમાં આપની સ્થિતિ સારી રહેશે. આપનું મન હળવું થશે. આપનું સ્વાસ્થ્ય તેમ જ માન-પાન સારાં રહેશે. લગ્નજીવન આનંદમય રહેશે.

મીન : આજે આપને શારીરિક અને માનસિક બેચેની વર્તાય તેવી શક્યતા હોવાથી ખુશમિજાજ રહેવાનો પ્રયાસ કરવો. સંતાનો પર વધુ ધ્યાન આપવાની સલાહ છે. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે વિવાદ થાય તેવી કોઈપણ સ્થિતિ કે વર્તનથી દૂર રહેવું. આપના વિરોધીઓ આપના સામે માથુ ઉંચકવાનો પ્રયાસ કરશે માટે સતર્ક રહેવું. વૈચારિક નકારાત્મકતા છોડવાની સલાહ છે. સરકારી પ્રશ્નોનું શાંતિથી કોઈ નિરાકરણ લાવવાનો આગ્રહ રાખવો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.