ETV Bharat / bharat

મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે? જાણો તમારૂ રાશિફળ - Horoscope of Virgo

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે મંગળવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

રાશિફળ
રાશિફળ
author img

By

Published : Jul 14, 2020, 6:58 AM IST

મેષ : આજે જે કાર્ય કરશો તેમાં ઉત્સાહ જળવાઇ રહેશે. શારિરીક માનસિક તાજગી અને સ્ફૂર્તિ જળવાશે. કૌટુંબિક સુખ શાંતિ જળવાઇ રહેશે. મિત્રો અને સ્વજનો સાથે ખુશીની પળો માણી શકશો. માતા તરફથી લાભ મેળવી શકશો. આર્થિક લાભ, સ્વાદિષ્ટ ભોજન અને ભેટ સોગાદો મેળવીને આનંદ અનુભવશો.

વૃષભ : આપના મન પર ક્રોધ અને હતાશા હાવિ ના થાય તેની કાળજી લેવી પડશે. તંદુરસ્તીની પણ વિશેષ કાળજી લેવાની સલાહ છે. કુટુંબ અને આર્થિક બાબતોમાં વધુ પડતા ઉંડા ઉતરવું નહીં. સ્વભાવની ઉગ્રતાને કારણે કોઇની સાથે મતભેદ કે ઝગડો ના થઈ જાય તે જોવું. મહેનતની સાથે સાથે આયોજનપૂર્વક આગળ વધજો. ક્યાંય પણ ગેરસમજ થાય તો તુરંત સ્પષ્ટતા કરવી.

મિથુન : આપના પરિવારમાં સુખ શાંતિ જળવાઇ રહેશે. વેપાર અને નોકરીમાં ફાયદો મેળવી શકશો. ઉચ્ચ અધિકારીઓ આપના કામની કદર કરશે.લગ્નની ઈચ્છા ધરાવનારાઓને લગ્નના યોગ છે.સ્ત્રી મિત્રોથી લાભ મેળવી શકશો. આપની આવકમાં વૃદ્ધિ થશે. લગ્નજીવનમાં મધુરતા જળવાશે. સંતાનો તરફથી સારા સમાચાર મેળવી શકશો.

કર્ક : આજે આપ ઘરના સુશોભનમાં વધારે સમય પસાર કરશો. ઘર માટે નવું ફર્નિચર ખરીદી શકશો. વેપાર અને નોકરીમાં લાભ થશે તથા પદોન્નતિ થવાની પણ શક્યતા છે. પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. સરકાર તરફથી લાભ મેળવી શકશો. આપના માનમોભામાં વધારો થાય. નાણાંકીય ફાયદો થવાની પણ શક્યતા છે. આજે દરેક કામ સારી રીતે અને સરળતાથી પૂરા કરી શકશો.

સિંહ : સુસ્તી અને કંટાળાને કારણે આપનો લય ખોરવાય નહીં તે માટે કામની સાથે સાથે સહકર્મીઓ સાથે રમૂજ અને અન્ય વિષયો પર ચર્ચા કરવાની સલાહ છે. જરૂર જણાય ત્યાં તેમનું માર્ગદર્શન લઈ શકો છો. પેટની તકલીફ હોય તેમણે સ્વાસ્થ્યની વધુ કાળજી લેવી. કામમાં વિરોધીઓ આપની પ્રગતિમાં અવરોધરૂપ થવાનો પ્રયાસ કરે પરંતુ ફાવી શકે તેમ નથી. આજે ઓફીસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે વર્તનમાં સાચવજો. સ્વભાવની ઉગ્રતા ટાળવી. ધર્મ અને આધ્યાત્મિકતાને કારણે માનસિક સ્વસ્થતા પાછી મેળવી શકશો.

કન્યા : આજે આપને સલાહ છે કે વાણી પર અંકુશ અને સંયમ જેટલો વધારશો એટલા લોકો સાથે સંબંધોમાં વધુ નીકટતા માણી શકશો. ગુસ્સો કોઈપણ બાબતનો ઉકેલ નથી એ વાત ધ્યાનમાં રાખજો. આપના વિરોધીઓ આપના માટે તકલીફો ઉભી કરવા ઘણા ધમપછાડા કરશે તેથી આપે સાવચેત રહેવું પડશે. નવા કામનો પ્રારંભ કરવા માટે હાલનો સમય ટાળવાની સલાહ છે. પાણીથી દૂર રહેવું આપના માટે હિતાવહ છે. આપના ખર્ચમાં વધારો થઇ શકે. આપ ગૂઢ અને રહસ્યમય બાબતોમાં વધુ રસ કેળવશો.

તુલા : રોજબરોજના કામકાજથી રાહત મનોરંજન મેળવવા આપ પરિવાર સાથે ફિલ્મ માણો તેમજ ઘરમાં જ રહીને કોઇ ગેમ્સ રમવાનું આયોજન ગોઠવો અને મિત્રો સાથે કમ્યુનિકેશન કરો તેવી શક્યતા છે. પ્રિયપાત્ર સાથેની નિકટતા આપને ખુશીની અનુભૂતિ કરાવશે. આપ કોઇ પ્રસંગ માટે નવા વસ્ત્ર-અલંકારો ખરીદશો. લોકો દ્વારા માન સન્માન મેળવી શકશો. તેમ જ જીવનસાથીની નિકટતા પણ માણી શકશો.

વૃશ્ચિક : પારિવારિક સુખ શાંતિને કારણે આપને શારિરીક માનસિક સ્વસ્થતાનો અનુભવ થશે. નક્કી કરેલા કામકાજમાં આપ સફળતા મેળવી શકશો. ઓફિસમાં સહકર્મચારીઓ તરફથી સહકાર મળશે. આપના વિરોધીઓ અને શત્રુઓની ચાલ સફળ નહી થઇ શકે. આપને આર્થિક લાભ થશે. મોસાળપક્ષથી પણ લાભ થઇ શકે. આપ જરૂર જણાય ત્યાં ખર્ચ કરશો. અસ્વસ્થ વ્યક્તિનું સ્વાસ્થ્ય સુધરશે.

ધન : આજે આપને સંતાનોના અભ્યાસ તેમજ સ્વાસ્થ્યની થોડી ચિંતા રહ્યા કરશે. પેટની લગતી તકલીફો આપને સતાવે. કામમાં સફળતા માટે આપને મહેનત વધારવાની ખાસ સલાહ છે. આપે આપના મિજાજને અંકુશમાં રાખવો જોઇએ. આપ કલા અને સાહિત્યમાં વધુ રસ લેતા થશો. આપના પ્રિયજન સાથે વાત કરીને આપ રોમાંચ અનુભવશો. આપે ચર્ચા અને વિવાદથી દૂર રહેવું જોઇએ.

મકર : આપના શરીર અને મનમાં સુસ્તી અને સ્ફૂર્તિ વધારવા માટે કામ અને મનોરંજન તેમજ પારિવારિક જીવન વચ્ચે સંતુલન લાવવાની સલાહ છે. મનમાં અજંપો હોય તો તેને દૂર કરવા માટે રમુજી ફિલ્મો માણી શકો છો. પરિવાજનો સાથે મતભેદ કે વિવાદ ટાળવો જેથી તેમના તરફથી પણ આપને સહકાર મળી શકે. આપને સમયસર ભોજન અને ઊંઘ લેવાની સલાહ છે. આપને સ્ત્રી વર્ગથી કોઇ નુકસાન ના થાય અથવા તેમની સાથે મતભેદ ટાળી શકાય તેમ માટે સતર્ક રહેવાની ટકોર કરવામાં આવે છે. આપને વધારે ખર્ચ ન થાય અને અપયશ ન મળે તેનું ધ્યાન રાખવું પડશે.

કુંભ : આજે આપને ચિંતામાંથી રાહત અનુભવાશે અને આપનો ઉત્સાહ વધશે તેમ જણાઈ રહ્યું છે. આપને મિત્રો અને સગાવ્હાલાઓ તરફથી લાભ થઇ શકે છે. કોઇ ચર્ચા અથવા સંપર્ક વ્યવહારમાં મિત્રો અને સ્નેહીઓ સાથે આનંદ માણી શકશો. પ્રિયજનની નિકટતા અને લગ્નજીવનની મધુરતા માણી શકશો. આપને નાણાંકીય લાભ થાય અને સમાજમાં માન-પાન મેળવી શકશો તેમ જણાઈ રહ્યું છે.

મીન : આજનો દિવસ આર્થિક આયોજનો માટે ઘણો સારો છે. આપે જે કામ પૂરા કરવાનું નક્કી કર્યુ હશે તે કરી શકશો. આપની આવકમાં વૃદ્ધિ થશે. કુટુંબમાં સુખ-શાંતિ જળવાઇ રહેશે. સ્વાદિષ્ટ ભોજન માણી શકશો. આપની શારિરીક માનસિક સ્વસ્થતા જળવાઇ રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.