ETV Bharat / bharat

મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - Your Daily Horoscope

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે મંગળવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

મંગળવાર
મંગળવાર
author img

By

Published : Oct 6, 2020, 6:37 AM IST

મેષ : પારિવારિક તેમ જ ઓફિસને લગતી બાબતોમાં સમાધાનકારી વલણ રાખશો તો સંઘર્ષ ઓછો થશે. જીભ પર સંયમ રાખવાથી તો કોઇની સાથે ઝગડો થવાની સંભાવના ટાળી શકશો. સ્ત્રીઓથી લાભ મેળવી શકશો. માનસિક ઉત્સાહ અને સકારાત્મક વિચાર શૈલી તમને પ્રગતિના પંથે આગળ વધારશે. ખર્ચનું પ્રમાણ વધશે પરંતુ બેફામ ખર્ચથી બચવાની સલાહ છે.

વૃષભ : આપના દૃઢ વિચારોને કારણે આપ સારી રીતે કામ કરી શકશો તેમ જણાઈ રહ્યું છે. આપની કલાત્મકતા વધુ નિખાર પામશે. આપ નવાવસ્ત્રો, અલંકારો, સૌંદર્ય પ્રસાધનો અને મનોરંજન પાછળ ખર્ચ કરશો. પરિવારમાં શાંતિ અને સુમેળ જળવાઇ રહેશે. આપનું લગ્નજીવનપૂર્ણ રહેશે. ધનલાભ થવાની શક્યતા છે.

મિથુન : આપને વાણી અને વર્તનમાં કોઇની સાથે ગેરસમજ ના થાય તે માટે તમારા શબ્દોમાં સ્પષ્ટતા રાખવી અને શક્ય હોય ત્યાં સુધી પોતાની વાત ટૂંકમાં પતાવવી. પરિવારજનો સાથે પ્રેમ અને હૂંફની લાગણી વધારવાની સલાહ છે. અતિશય ઉતાવળ ટાળવી જેથી અકસ્માતથી બચી શકો. આપની પ્રતિષ્ઠા માટે તમારે વધુ પ્રયાસ કરવા પડે. મનોરંજન અને મોજશોખમાં ખર્ચ થઇ શકે છે. આપે માનસિક શાંતિ રાખવાની જરૂર છે.

કર્ક : આજનો દિવસ નવું કામ શરૂ કરવા અને નાણાંકીય યોજના બનાવવા માટે સારો છે. આપને વેપાર ધંધામાં ફાયદો થઇ શકે, નોકરિયાતોને હોદ્દામાં બઢતી મળશે અને આવકમાં વધારો થતા આપ સંતોષ અને ખુશી અનુભવશો. મિત્રો અને સગા-સ્નેહીઓ પાસેથી સારા સમાચાર મળે. શુભ પ્રસંગો બને, પ્રવાસ અને લગ્નના સંજોગો ઊભા થાય. રોમાન્સ માટે સમય સારો છે. આપ સુખમય દાંપત્યજીવન માણી શકશો.

સિંહ : આજનો દિવસ નોકરી અને વ્યવસાય માટે ફાયદાકારક છે. આપ કામથી સૌને પ્રભાવિત કરશો. મનની દૃઢતા અને આત્મવિશ્વાસને કારણે આપ સારી રીતે આપનું કાર્ય પૂર્ણ કરી શકશો. ઉચ્ચ અધિકારીઓ આપના કામના વખાણ કરશે. પદોન્નતિની શક્યતા પણ છે. પિતાથી લાભ મળી શકે. જમીન અને વાહનને લગતા કામ પતાવવા સમય યોગ્ય છે. રમત અને કલાજગતમાં પોતાની નિપુણતા બતાવવા માટે પણ સમય સારો છે.

કન્યા : આજે આપનો દિવસ ધાર્મિક કાર્યમાં પસાર થશે તેમ જણાઈ રહ્યું છે. કોઇ ધાર્મિક સ્થળની મુલાકાત લઇ શકશો. વિદેશ જવા માંગતા હોય તેમણે હજુ રાહ જોવી પડે. સહોદરોથી લાભ મેળવી શકશો. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓથી સાવચેત રહેવું પડશે. આપ નાણાંકીય લાભ મેળવી શકશો. આપના શરીર અને મન સ્વસ્થ રહેશે.

તુલા : આજે આપને અચાનક આર્થિક લાભ થવાની શક્યતા છે. ધાર્મિક કાર્યો અને તેમાં સફળતા મેળવવા માટે સમય ઉત્તમ છે. આપે હમણાં નવું કામ શરૂ ન કરવું જોઇએ. સ્વાસ્થ્યની કાળજી લેવી પડશે. આપના વિરોધીઓ આપની તકલીફો વધારી શકે છે માટે તેમનાથી સતર્ક રહેવું. પાણી અને સ્ત્રીઓથી સાવધ રહેવું તેમ જ ભગવાનના નામ સ્મરણ અને ચિંતનથી મનને શાંતિ મળી શકશે.

વૃશ્ચિક : આજે આપના રોજબરોજના કામમાં ફેરફાર થઇ શકશે. આજે આપ મનોરંજન અને મોજમસ્તી માણવા ઇચ્છશો. આપને આપના મિત્રો અને પરિવારજનોનો સાથ મળી શકશે. સમાજમાં આપના માન-પાન વધશે. આપ નવા પોશાકો અને વાહન પણ ખરીદી શકશો. ભાગીદારીમાં ફાયદો મેળવી શકશો. લગ્નજીવનમાં આનંદની પળો માણી શકશો. પ્રિયજનને મળવાનું થાય અને આર્થિક ફાયદો થવાની પણ શક્યતા છે.

ધન : નોકરી કરતા લોકો માટે આજનો દિવસ સારો અને ફાયદાકારક જણાઇ રહ્યો છે. આપને નાણાંકીય લાભ થઇ શકે છે. આપને સાથે કામ કરતા લોકો અને સેવકોથી સહાય મળી રહેશે. આપ દરેક કામમાં સફળતા અને પ્રતિષ્ઠા મેળવી શકશો. આપના વિરોધીઓ આપની સામે જીત મેળવી શકશે નહીં. સ્ત્રી મિત્રોને મળવાનું થશે.

મકર : આપને માનસિક અજંપો અને મુંઝવણ ટાળવા માટે આજે તમે નિયમિત કામકાજમાંથી થોડો વિરામ લઈને મનપસંદ પ્રવૃત્તિઓમાં રુચિ લો અને મન હળવું કરો તેવી સલાહ છે. અગત્યના નિર્ણયો લેવા માટે આજનો દિવસ અનુકૂળ નથી. સંતાનોની બાબતો અથવા તેમને લગતા કાર્યો તમને વધુ વ્યસ્ત રાખશે. કામમાં સફળતા મેળવવા માટે વધુ પરિશ્રમની તૈયારી રાખવી. પેટની તકલીફો હોય તેમણે સ્વાસ્થ્ય વધુ સંભાળવું. પ્રવાસ શક્ય હોય ત્યાં સુધી ટાળજો.

કુંભ : આપ વધારે પડતા લાગણીશીલ બનશો તો મનમાં અજંપો અનુભવાશે અને તેના કારણે તમારું જ કામ બગડશે માટે વ્યવહારુ અભિગમ રાખી ઉત્સાહ સાથે આગળ વધવાની સલાહ છે. નાણાંકીય આયોજન સારી રીતે કરી શકશો. માતા તરફથી પ્રેમ મેળવી શકશો. સ્ત્રીઓ નવા પોશાક, ઘરેણાં અને અને સૌદર્ય પ્રસાધનો ખરીદી શકશે. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ હોવાથી તેઓ સફળતા મેળવી શકશે. આપનો સ્વભાવ વધુ જીદ્દી બની જશે. જાહેરમાં માનભંગ ન થાય તે માટે આપે સાવચેત રહેવું પડશે.

મીન : આજનો દિવસ કામમાં સફળતા મેળવવા અને અગત્યના નિર્ણયો લેવા માટે અનુકૂળ છે તેમ જણાઈ રહ્યું છે. આપના વિચારોમાં સ્થિરતા જળવાશે. દરેક કામ સારી રીતે પાર પાડી શકશો. કલાકારો પોતાની કુશળતા સારી રીતે રજૂ કરી શકશે અને તેમની કલાને લોકો વખાણશે. જીવનસાથેના સંબંધો વધુ ગાઢ બનશે. મિત્રો સાથે હરવા ફરવાનું થાય. વિરોધીઓ પર વિજય મેળવી શકશો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.