ETV Bharat / bharat

સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે સોમવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

zODIC
zODIC
author img

By

Published : Aug 17, 2020, 7:12 AM IST

મેષઃ આપના આજનો દિવસમાં આપને વૈચારિક ગડમથળ વધારે રહેવાની શક્યતા છે. આવી સ્થિતિમાં વધુ પડતા લાગણીના પ્રવાહમાં તમે તણાઈ શકો છો માટે શક્ય હોય ત્યાં સુધી વ્યવહારુ અભિગમ સાથે દરેક બાબત જોવાની સલાહ આપવામાં આવે છે. માતાની તબિયત અંગે વિશેષ ધ્‍યાન રાખવાની સલાહ છે. સ્‍થાવર મિલકત બાબતની ચર્ચા ટાળવી. વાહન ચલાવતા ધ્યાન રાખવું. જળાશયોથી દૂર રહેવું. વિદ્યાર્થીઓ માટે સમય મધ્‍યમ છે. ઓફિસમાં કે વ્‍યવસાયમાં સ્‍ત્રીવર્ગથી ચેતતા રહેવાની સલાહ આપવામાં આવે છે.

વૃષભઃ આજે આપ તન અને મનથી હળવાશનો અનુભવ કરશો. આપના ઉત્‍સાહમાં વધારો થશે. આજે આપનું મન સંવેદનશીલ અને લાગણીથી હર્યુંભર્યું હશે. આપની કલ્‍પનાશક્તિમાં વધારો થાય. પરિણામે આપ એક નવી જ દુનિયામાં વિહાર કરતા જણાઓ. પરિવારની બાબતમાં ઉંડો રસ લેશો. આર્થિક બાબતો પર વધુ લક્ષ્‍ય આપશો. ભાવતાં ભોજનનો સ્‍વાદ માણવા મળે.

મિથુનઃ આજે આપને કાર્ય સફળતા મળે પરંતુ થોડો વિલંબ થાય, એમ છતાં તે અંગેના પ્રયત્‍નો ચાલુ રાખતાં તે પાર પાડી શકશો. નાણાકીય આયોજનોમાં અવરોધ બાદ માર્ગ મોકળો થતો જણાય. નોકરી ધંધામાં સાથી કાર્યકરોનો સંપૂર્ણ સાથ સહકાર મળશે. કુટુંબમાં આનંદનું વાતાવરણ રહે.

કર્કઃ મિત્રો, સગાં સ્‍નેહીઓ અને કુટુંબીજનોની સંગાથે આપ આજનો દિવસ ખૂબ જ આનંદ ઉલ્‍લાસમાં પસાર કરશો. આજના દિવસે આપ વધુ પડતા લાગણીશીલ બનો. આજે આપની શારીરિક સુખાકારી તો જળવાશે જ પણ માનસિક રીતે પણ હળવાફુલ રહેશો. સુરૂચિપૂર્ણ ભોજનનો આસ્‍વાદ માણશો. જીવનસાથી તરફ વિશેષ આકર્ષણ રહેશે. પત્‍નીસુખ સારું મળે. આર્થિક લાભનો દિવસ છે.

સિંહઃ વધુ પડતી લાગણીશીલતામાં રહેવાના બદલે આજે આપને દરેક કાર્ય શાંતિથી અને ધીરજથી ઉકેલવાની સલાહ છે. નિર્ણય લેતી વખતે દરેક બાબતો પર વિચાર કરવાની સલાહ છે. શક્ય હોય ત્યાં સુધી બીજા સાથે વાણી અને વર્તનમાં સૌમ્ય રહેવું. સ્‍ત્રી વર્ગથી આજે સાવધાનીપૂર્વક રહેવું. ઉગ્ર દલીલો કે ચર્ચાવિવાદથી બચવું. કોર્ટ કચેરીના મામલામાં સાવધાનીપૂર્વક આગળ વધવું. આંખોમાં પીડા થવાની સંભાવના છે. વર્તનમાં સંયમ અને વિવેક રાખવો. ગેરસમજ ટાળવી. ખર્ચનું પ્રમાણ આજે વધારે રહેશે.

કન્યાઃ આપનો આજનો દિવસ અત્‍યંત આનંદ ઉલ્‍લાસમાં પસાર થશે. આજે વિવિધ ક્ષેત્રે આપને લાભ મળે. આમાં સ્‍ત્રી મિત્રોની ભૂમિકા મહત્ત્વની રહેશે. ‍ પ્રિયપાત્ર સાથે મિલન આનંદદાયક રહેશે. મિત્રો સાથે તેમજ વેપાર અર્થે મહત્વનું કમ્યુનિકેશન થાય. સંતાનોના શુભ સમાચાર મળે.

તુલાઃ આજનો દિવસ આપના માટે શુભ છે. નોકરી અને વ્‍યવસાયના ક્ષેત્રે આપના માટે અનુકૂળ વાતાવરણ રહેશે. ઉપરી અધિકારીઓ સાથે આપ અગત્‍યની ચર્ચા કરો. તેમના તરફથી પ્રોત્‍સાહન મળશે. નોકરીમાં આપનો હોદ્દો વધે તેવી શક્યતા છે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. ગૃહસ્‍થજીવનમાં આનંદ ઉલ્‍લાસનું વાતાવરણ છવાયેલું રહેશે. માતા તરફથી લાભની પ્રાપ્તિ થાય. સરકારી કાર્યોમાં સફળતા મળે.

વૃશ્ચિકઃ થાક, આળસ અને ચિંતાથી આપનો કામ કરવાનો ઉત્‍સાહ થોડ મંદ પડી રહ્યો હોય તેવું લાગશે. વિશેષ કરીને સંતાનો સંબંધિત પ્રશ્નોની આપે વિશેષ કાળજી લેવી પડશે. કાર્યક્ષેત્રે પણ અધિકારીવર્ગ સાથે વિનમ્રતા રાખવી અને કામપૂરતું જ કમ્યુનિકેશન કરવું અન્યથા તેમના વર્તનથી આપને મનમાં ગ્લાનિ થઈ શકે છે. પ્રતિસ્‍પર્ધીઓ અને વિરોધીઓથી સંભાળીને ચાલજો. વ્‍યવસાયમાં પ્રતિકૂળ સ્થિતિઓનો સામનો કરવાની પૂર્વતૈયારી રાખશો તો વધુ ફાયદામાં રહેશો. મહત્ત્વના નિર્ણયો ન લેવાની સલાહ છે.

ધનઃ અનિચ્‍છનીય બનાવો, માંદગી, ક્રોધાવેશ વગેરે માનસિક રીતે કોઈપણ વ્યક્તિને તોડી શકે છે માટે આજના દિવસમાં શક્ય હોય ત્યાં સુધી ગુસ્‍સા પર કાબુ રાખવાની સલાહ છે. જેમની તબિયત પહેલાથી ખરાબ હોય તેમણે પણ સારવારમાં વિશેષ સાવધાની રાખવી. સરકાર વિરોધી પ્રવૃત્તિઓથી બચીને રહેવું અને નવા સંબંધો બાંધવામાં પણ સામેના પાત્રને જોઈ-પારખીને આગળ વધવું. ભોજનના શિડ્યુલમાં અનિયમિતતા આવી શકે છે. વધારે ખર્ચ પર અંકુશ રાખવાની સલાહ છે.

મકરઃ કાર્યબોજ અને માનસિક ટેન્‍શનમાંથી હળવા થઇ મિત્રો, સગાંસ્‍નેહીઓ સાથે ખુશખુશાલ રીતે આજનો દિવસ પસાર કરશો. વિજાતીય પાત્રો પરત્‍વે આકર્ષણ અનુભવો. લગ્‍નસુખ શ્રેષ્‍ઠ મળે. વેપારીઓ તેમના વેપારને વિસ્‍તારી શકે. આર્થિક લાભ અને માનસન્‍માનમાં વૃદ્ધિ થાય. આરોગ્‍ય જળવાશે. પ્રિયજન સાથે વિતાવેલો સમય આપના આનંદમાં વૃદ્ધિ કરશે.

કુંભઃ આપને આજે કાર્ય બોજમાં સફળતા સાથે યશ પણ મળશે, કુટુંબીજનો સાથે વધુ ઉષ્‍મા અને લાગણીભર્યો વ્‍યવહાર રહે. શારીરિક તથા માનસિક સ્‍વસ્‍થતા રહે. નોકરી ધંધાના સ્‍થળે સહકર્મચારીઓ આપને સહાયરૂપ બનશે. ઘરમાં આનંદ ઉલ્‍લાસનું વાતાવરણ રહેશે.

મીનઃ આપનામાં રહેલી સર્જનાત્‍મકતાને વેગ મળતાં આપ સાહિત્‍યક્ષેત્રે લેખનવાંચન કાર્યમાં ઉંડો રસ ધરાવશો. હૃદયની ઋજુતા ‍પ્રિયજનોને નિકટ લાવશે. સ્‍વભાવમાં લાગણીશીલતા અને કામુક્તાનું પ્રમાણ વધારે રહે. આરોગ્‍યની દૃષ્ટિએ મધ્‍યમ દિવસ. વિદ્યાર્થીઓ અભ્‍યાસમાં સારો દેખાવ કરશે. માનસિક સમતુલા અને વાણી પર સંયમ જાળવવો જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.