ETV Bharat / bharat

શનિવારનો દિવસ આપના માટે કેવો રહેશે.? જાણો આજનુ રાશિફળ - શનિવાર રાશિફળ

ન્યૂઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે શનિવાર આપના માટે કેવો રહેશે તે જાણવા માટે વાંચો આજનું રાશિફળ.

astrology
astrology
author img

By

Published : Aug 1, 2020, 7:01 AM IST

Updated : Aug 1, 2020, 10:45 AM IST

મીનઃ આપના માટે આજનો દિવસ શુભફળદાયક હોવાનું જણાઈ રહ્યું છે. કામની સફળતા અને ઉપરી અધિકારીઓના પ્રોત્‍સાહન આપના ઉત્‍સાહને દ્વિગુણિત કરશે. વેપારીઓને પણ વેપારમાં વૃદ્ધિ અને આવકમાં વધારો થાય. ઉઘરાણીના નાણાં છૂટા થાય. પિતા તેમજ વડીલવર્ગથી લાભ થાય. આરોગ્‍ય સારું રહે. પરિવારમાં સુખશાંતિ રહે. બઢતીના સંજોગ સર્જાય. સરકાર તરફથી લાભ થાય.

મેષઃ આપનો આજનો દિવસ મિશ્ર ફળ આપનાર હશે. આજે આપ તબિયતમાં થોડી અસ્‍વસ્‍થતા અને બેચેની અનુભવી શકો છો માટે સ્વાસ્થ્યપ્રદ ખોરાક, પુરતી ઊંઘ અને નિયમિત જીવનશૈલીના આગ્રહી બનજો. ગુસ્‍સાનું પ્રમાણ વધારે રહેતું હોય તો અત્યારે સંભાળજો જેથી સંબંધોમાં તણાવ ટાળી શકાય. જો કે, વ્યાપક રીતે જોવામાં આવે તો આજે આપનું વલણ ન્‍યાય ભરેલું રહે. નિર્ધારિત કાર્ય કરવા તરફ પ્રેરાઇ શકો. ધા‍ર્મિક કાર્યનું આયોજન થઇ શકે છે. આજે આપ જે પ્રયત્‍નો કરો છો તે ખોટી દિશામાં થતાં હોય તેવું બને.

વૃષભઃ આજના દિવસે સાવચેતીપૂર્વક ચાલવાની આપને સલાહ આપવામાં આવે છે. આજે કોઇપણ પ્રકારના નવા કાર્યની શરૂઆત ન કરો તો વધુ સારું છે. આજે આપની તબિયતની વધુ કાળજી લેવી પડશે. ખાવાપીવામાં વિશેષ કાળજી રાખશો તો ઘણી સમસ્યાઓ આવતા પહેલાં જ નિવારી શકશો. શક્ય હોય એટલો વધુ પૌષ્ટિક આહાર લેવો. ઓફિસ કે વ્‍યવસાયમાં વધારે પડતા કાર્યબોજના પ્રમાણમાં પુરતી ઊંઘને મહત્વ આપવું. મુસાફરીમાં બહુ મોટો લાભ થવાની શક્યતા ઓછી હોવાથી ટાળી શકો છો. બને તેટલો સમય આધ્‍યાત્મિકતામાં પસાર કરવો.

મિથુનઃ આપનો આજનો દિવસ મોજશોખ અને ભોગવિલાસમાં પસાર થાય. વિજાતીય વ્‍યક્તિઓ સાથે મુલાકાત થાય. મિત્રો અને‍ પ્રિયપાત્ર સાથે મનોરંજન પૂર્ણ સમય વિતાવવાનું થાય. વાહનસુખ મળે નવા વસ્‍ત્રોની ખરીદી થાય તેમજ નવાં વસ્‍ત્ર પરિધાન માટેના પ્રસંગો બને. પ્રણય અને પરિણામ માટે શુભ દિવસ છે. મિષ્ટાન્‍ન સહિતનું ઉત્તમ સુરૂચિ ભોજન પ્રાપ્‍ત થાય. તંદુરસ્‍તી સારી રહે. જાહેર સન્‍માન અને ખ્‍યાતિ મળે. આજે ઉત્તમ દાંપત્યસુખની પ્રાપ્તિ થાય.

કર્કઃ આજે નોકરિયાત વર્ગને માટે લાભદાયક હોવાનું જણાઈ રહ્યું છે. ઓફિસમાં તેમજ સહકર્મચારીઓનો સારો સાથ સહકાર મળી રહેશે. પરિવારમાં આપ સ્‍વજનો સાથે સંપૂર્ણ સુખ અને આનંદપૂર્ણ રીતે સમય પસાર કરી શકો. માનસિક રીતે પણ આપ સંપૂર્ણ સ્‍વસ્‍થ હશો. પ્રતિસ્‍પર્ધીઓ પર વિજય મેળવી શકશો. કાર્યમાં યશપ્રાપ્તિ થાય. સામાન્‍ય ખર્ચ વધુ રહેશે. સ્‍ત્રીમિત્રો સાથે મિલનથી આનંદ અનુભવશો.

સિંહઃ આજે આપનો દિવસ આનંદથી પસાર થાય. આજે આપ વધારે પડતા કલ્‍પનાશીલ બનશો. મૌલિક સાહિત્‍ય સર્જન કે કાવ્‍ય લખવાની પ્રેરણા થાય. પ્રિયજન સાથે રોમાંચકારી મુલાકાતનો પ્રસંગ બને અને ‍ આપને એ મુલાકાત હર્ષ‍િત કરે. સંતાનોની પ્રગતિના સમાચાર મળે. વિદ્યાર્થીઓને અભ્‍યાસ કરવા માટે ખૂબ સારો સમય છે. મિત્રવર્તુળ સાથે મિલન- મુલાકાત સંભવિત બને. સ્‍ત્રી મિત્રોથી લાભ થાય. આજે આપને હાથે કોઇ પરોપકારનું કાર્ય થાય.

કન્યાઃ આપનો આજનો દિવસ અનુકૂળતા અને પ્રતિકૂળતાઓથી મિશ્રિત હશે. પરિવાર પર વધુ ધ્યાન આપવાની સલાહ છે. નોકરી અને વ્‍યવસાયના સ્‍થળે ગ્રાહકોની નવી નવી માંગને ધ્યાનમાં રાખવા જતા સામાન્ય કરતા થોડી મુશ્કેલ પરિસ્થિતિ રહે. નોકરીમાં ઉપરી અધિકારીઓ સાથે વધુ પડતી ચર્ચામાં પડવાનું ટાળજો. પ્રતિસ્‍પર્ધીઓ સાથે વાદવિવાદ ન કરવો. સંતાનો પર પોતાના વિચારો જીદપૂર્વક લાદવાનો પ્રયાસ ના કરવો. ધનખર્ચ થાય.

તુલાઃ આજનો દિવસ આપના માટે આનંદદાયક હોવાનું લાગે છે. માનસિક પ્રસન્‍નતા રહે. સહોદરોથી સુખ અને આનંદની પ્રાપ્તિ થાય. દેવદર્શન કરીને માનસિક શાંતિનો આનંદ માણી શકો. પ્રિયપાત્રનો સંગાથ આનંદ આપી જશે. લાગણીભર્યા સંબંધો આપને ભીંજવી જશે.

વૃશ્ચિકઃ આજે આપનો દિવસ મધ્‍યમ નીવડશે. કારણ વગર ખર્ચ પર અંકુશ રાખવો. વાણી પર સંયમ રાખવાથી કુટુંબમાં કલેશ નિવારી શકશો. પરિવારના સભ્‍યો સાથે ગેરસમજ ટાળવી. અન્યથા મનદુ:ખ થશે. આજે આપને નકારાત્‍મક વિચારો સતાવશે. તેથી તેને નિવારવા. ધાર્મિક કારણસર ખર્ચ થાય. વિદ્યાર્થીઓ માટે સમય બહુ અનુકૂળ નથી.

ધનઃ આજે આપને નિર્ધારિત કાર્યમાં સફળતા અને આર્થિક લાભની શક્યતા છે. સપરિવાર માંગલિક પ્રસંગમાં હાજરી આપવાનું બને. કોઇ ધાર્મિક સ્થળની મુલાકાત સંભવિત છે. સ્‍વજનો સાથેનું મિલન આપને હર્ષ‍િત કરશે. દાંપત્‍યજીવનમાં નિકટતા અને મધુરતાનો અનુભવ કરશો. સમાજમાં આપના યશકીર્તિમાં વધારો થાય.

મકરઃ આજના દિવસે સાવધાનીથી ચાલવાની સલાહ આપવામાં આવે છે. વધુ મહેનતે ઓછી સફળતા મળે તો પણ નિરાશ થયા વગર પ્રયાસો ચાલુ રાખજો કારણ કે તેમાંથી કંઈક નવું શીખવા તો મળશે જ. પરિવારમાં સૌહાર્દ જાળવવા માટે વધુ પ્રયાસ કરવા પડે. આરોગ્‍યમાં ચડાવઉતારની શક્યતા નકારી શકાય નહીં. અકસ્‍માતથી સંભાળવું. વ્‍યાવસાયિક કાર્યોમાં સરકારી હસ્‍તક્ષેપ વધે. કોર્ટ કચેરીના કાર્યોમાં સંભાળીને પગલાં લેવા. ધાર્મિક સામાજિક કાર્યોમાં ભાગ લેવાનું બને, તેમજ ધાર્મિક કાર્યો પાછળ ધનખર્ચ પણ થાય.

કુંભઃ આજે આપ નવા કામ હાથ ધરશો. આપ નોકરી ધંધામાં આવકના નવા સ્રોત ઉભા કરશો. આપને આપના સ્ત્રી મિત્રોથી લાભ થઇ શકે. સમાજમાં આપ માન-પાન અને પ્રતિષ્ઠા મેળવી શકશો. પરિવારજનો પાસેથી આપ સંતોષ અને ખુશી મેળવી શકશો. આપને કોઇ પારિવારિક કાર્યોમાં ભાગ લેવાનું થાય તેવી શક્યતા છે. આપને શારીરિક અને માનસિક ખુશી મળશે.

Last Updated : Aug 1, 2020, 10:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.