ETV Bharat / bharat

મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - રાશિફળ જુલાઈ

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે મંગળવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

Tuseday
Tuseday
author img

By

Published : Jul 21, 2020, 7:10 AM IST

મેષઃ આજે આપ વધુ પડતા લાગણીશીલ બનશો. કોઇ વ્યક્તિનું વર્તન આપની લાગણીઓને ઠેસ પહોંચાડી શકે છે માટે વર્તન અને વિચારશૈલીમાં વ્યવહારુ બનવાની સલાહ છે. આપને શરીર અને મનમાં અસ્વસ્થતા અને અજંપો લાગે તો અત્યારે કામકાજથી વિરામ લઈને મનોરંજનની પ્રવૃત્તિમાં ભાગ લેવાની સલાહ છે. માતાના સ્વાસ્થ્ય માટે તેમની સાથે શક્ય હોય એટલો વધુ સમય વિતાવજો અને તેમની સેવા કરજો. વાહન ચલાવવામાં અવિચારી ઉતાવળ ટાળવી.વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ મિશ્ર રહેશે.

વૃષભઃ આપની ચિંતાઓ ઓછી થશે અને તેના કારણે સ્ફૂર્તિ તેમજ ઉત્સાહ ઓછો જણાશે. આપ વધુ લાગણીશીલ અને કલ્પનાશીલ બનશો. આપની કલા અને સર્જનશક્તિને બહાર લાવવા માટે સમય ઘણો અનુકૂળ છે. આપના કુટુંબીજનો પર આપનું ધ્યાન વધારે રહેશે. મિત્રો સાથે કમ્યુનિકેશનનું આયોજન કરી શકશો. આપના નાણાકીય આયોજનો પાર પડશે. આપ સ્વાદિષ્ટ ભોજન માણી શકશો. આપનું નસીબ પણ આપને સાથ આપશે.

મિથુનઃ આજે આપને કામમાં સફળતા ચોક્કસ મળશે પણ તે મળતા થોડી વાર લાગશે. પણ આપ આપના પ્રયત્નો ચાલુ રાખશો તો ચોક્કસ તેમાં સફળતા મેળવી શકશો. આર્થિક આયોજનોમાં થોડા વિઘ્નો આવશે અને ત્યારબાદ આપ પ્રગતિ સાધી શકશો. ઓફિસમાં સહકાર્યકરોનો સંપૂર્ણ સહકાર મળશે. પરિવારમાં આનંદનું વાતાવરણ જળવાઇ રહેશે.

કર્કઃ આપનું શરીર અને મન સ્વસ્થ રહેશે. આપનો આજનો દિવસ મિત્રો અને સ્નેહીઓ સાથે મોજમસ્તીમાં પસાર થશે. આપ વધારે પડતા લાગણીશીલ બની જશો. આપનું લગ્નજીવન સારું રહેશે અને જીવનસાથી સાથેનું જોડાણ વધારે ગાઢ બનશે. નાણાંકીય લાભ થવાના પણ યોગ છે.

સિંહઃ આપનું સ્વાસ્થ્ય આજના દિવસમાં થોડું સંભાળવાની જરૂર છે. ખાસ કરીને બિનજરૂરી વિચારો અને નાહકની ચિંતાના કારણે બગડે તેવી શક્યતા છે. સ્વભાવની ઉગ્રતા અને ચર્ચાઓ ટાળવા જેથી કોઈની સાથે સંઘર્ષની નોબત ના આવે. કાયદાકીય બાબતોમાં સાવધાન રહેવું પડશે. વધુ પડતા લાગણીશીલ બનીને આપ કોઇ ઉતાવળું પગલું ન ભરી બેસો તેનું ધ્યાન રાખવું પડશે. આપે વાણી અને વર્તન પર અંકુશ રાખવો પડશે.

કન્યાઃ આપ અનેક ક્ષેત્રોમાં પ્રતિષ્ઠા અને સન્માન મેળવી શકશો. આપને સ્ત્રી મિત્રોથી ફાયદો થશે. મિત્રો અને વડીલો સાથે આપનો સમય ખુશીમાં પસાર થશે. આપ ભવિષ્યમાં ફરવા જવાનું પ્લાનિંગ કરી શકો. સંતાન અને પત્ની તરફથી પણ ખુશી મળે. આપને લગ્નજીવન સુખસંતોષમય રહેશે. સંતાનો તરફથી સારા સમાચાર મળે. પ્રિયપાત્રને મળવાનું મન થઇ શકે.

તુલાઃ આજે ઘર અને ઓફિસમાં સારું વાતાવરણ મળવાને કારણે આપ ખુશ હશો. આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. નોકરી કરતા લોકો ઉચ્ચ પદ મેળવી શકશે. ઉચ્ચ અધિકારીઓ આપના કામની કદર કરશે. આપના પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. માતા તરફથી ફાયદો થઇ શકે. સરકારને લગતા કામકાજમાં સફળતા મેળવી શકશો.

વૃશ્ચિકઃ આજે શરીરમાં સુસ્તી અને કંટાળાના કારણે ઉત્સાહનો અભાવ વર્તાય. તેની અસર આપના કામ પર પડે નહીં તેનું ધ્યાન રાખવાની સલાહ છે. શક્ય હોય ત્યાં સુધી આ સમયમાં તમે મન પ્રફુલ્લિત રહે તેવી પ્રવૃત્તિઓમાં વધુ રસ લેજો. ઉચ્ચ અધિકારીઓ આપના માટે સાનુકૂળ નહીં હોય માટે મહત્વની ચર્ચા ટાળવી. સંતાનો સાથે અણબનાવ ટાળવા માટે પોતાની જીદ કે વિચારો તેમના પર લાદવાનો પ્રયાસ કરવાનું ટાળજો. અગત્યના નિર્ણયો લેવા માટે બીજાની મદદ લેવી પડશે.

ધનઃ આજનો દિવસ નવું કામ શરૂ કરવા માટે યોગ્ય નથી પરંતુ વર્તમાન કાર્યોમાં જો વધુ ખંત અને કટિબદ્ધતા સાથે આગળ વધશો તો અપેક્ષિત સમયમાં પાર પડવાની શક્યતા છે. આપે આરોગ્યની પણ સંભાળ લેવી પડશે. ખાસ કરીને શરદી, ખાંસી કે પેટની તકલીફો થઇ શકે. કોઇ ઓપરેશન કરાવવા માટે પણ દિવસ યોગ્ય નથી. આપનાં મનમાં ચિંતા અને બેચેની રહેતી હોય તો આધ્યાત્મિક બાબતોમાં ધ્યાન આપો અથવા દેવસ્થાનની મુલાકાત લેવાથી સ્થિતિ બહેતર થઈ જશે. અચાનક આવતા ફેરફારો માટે તમારા મનને તૈયાર કરવું પડશે. આપના ખર્ચનું પ્રમાણ વધશે. બોલવામાં સંભાળવું પડશે.

મકરઃ આજે આપ રોજબરોજના કામ પડતા મૂકીને મનોરંજન તથા લોકોને મળવામાં સમય પસાર કરશો. આપ ભાવતાં ભોજન, તેમ જ વિજાતીય મિત્રો સાથે ખુશીમાં સમય પસાર કરી શકશો. આપને આર્થિક ફાયદો થઇ શકે છે. વેપારમાં પણ પ્રગતિ કરી શકશો, ભાગીદારોથી પણ ફાયદો થશે. આવકના વિવિધ સ્રોતો થકી નાણાંકીય પ્રવાહ આપના તરફ વહેતો રહેશે. સમાજમાં આપની નામના વધશે. કામમાં સફળતા મળશે તેમજ સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

કુંભઃ આજનો દિવસ કામમાં સફળતા મેળવવા માટે ઘણો સારો છે. આપના કામની કદર થશે. કુટુંબમાં શાંતિ અને સુમેળ જળવાશે. આપને તન મનમાં તાજગી જણાશે. નોકરી અને કામકાજમાં સહકર્મચારીઓની મદદ આપને મળી રહેશે. મોસાળમાંથી શુભ સમાચાર મળે. આપના ખર્ચમાં વધારો થઇ શકે. બિમારી વ્યક્તિના સ્વાસ્થ્યમાં સુધારો જણાશે.

મીનઃ આજે આપની કલ્પનાશક્તિ વધુ નિખરશે અને આપ સાહિત્ય સર્જન કરી શકશો. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ સારો છે. આપના સ્વભાવમાં લાગણીનું પ્રમાણ વધુ રહેશે. પેટની તકલીફ અને માનસિક થોડીઅસ્વસ્થતા અનુભવાશે માટે સાચવજો. આપે મનને સ્થિર રાખવું પડશે. પ્રેમીજનો માટે પણ સમય સારો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.