નવી દિલ્હી : એસ્ટ્રાજેનેકાએ યૂકેમાં કોરોના વેક્સીનનું ટ્રાયલ ફરી શરૂ કરી દીધું છે. કંપની મુજબ યૂકેની મેડિસિન હેલ્થ રેગ્યુલેટરી ઓથોરિટીથી મંજૂરી મળ્યા બાદ ફરી વેક્સીનનો ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે. યૂકેમાં આ આગઉ વેક્સીનના ટ્રાયલ પર રોક લગાવામાં આવી હતી.
ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા દ્વારા વિકસિત કોરોના રસી AZD1222નું ટ્રાયલ ફરી શરૂ કરી દેવામાં આવ્યું છે. બ્રિટેનમાં મેડિસિન્સ હેલ્થ રેગ્યુલેટરી અથોરિટી(MHRA) દ્વારા વેક્સીન સુરક્ષિત હોવાની પુષ્ટી બાદ ટ્રાયલ ફરી શરૂ કરી દેવામાં આવ્યું છે.
જે બાદ ભારતના ડ્રગ કંટ્રોલર જનરલે કંપનીને નોટિસ મોકલી હતી, ત્યારબાદ કંપનીએ ટ્રાયલ બંધ કરવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, જ્યારે એસ્ટ્રાજેનેકા ફરી ટ્રાયલ શરૂ કરશે, ત્યારે અમે પણ શરૂ કરીશું. પરંતુ બાદમાં ભારતના ડ્રગ કંટ્રોલર જનરલે સિરમ ઇન્સ્ટિટ્યૂટનું ટ્રાયલ સ્થગિત કરી દીધી હતું.
કંપની દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, સ્ટાન્ડર્ડ રિવ્યૂ પ્રોસેસના કારણે 6 સપ્ટેમ્બરના રોજ દુનિયાભરમાં ચાલી રહેલા વેક્સીનના તમામ ટ્રાયલ સ્વૈચ્છિક રીતે રોકી દેવામાં આવ્યા હતા. જેનાથી સ્વતંત્ર સમિતિઓ અને આંતરરાષ્ટ્રીય નિયામકો દ્વારા સુરક્ષા ડેટાની સમીક્ષા કરી શકાય.
યૂકે સમિતિએ પોતાની તપાસનો નિષ્કર્ષ કાઢ્યો અને MHRAએ ભલામણ કરી કે, યૂકેમાં પરીક્ષણ ફરી શરૂ કરવા માટે સુરક્ષિત છે.
એસ્ટ્રાજેનેકા અને ઑક્સફોર્ડ વિશ્વવિદ્યાલયે તબીબી જાણકારીનો કોઈ ખુલાસો કર્યો નથી. તમામ ટ્રાયલ ઈન્વેસ્ટિગેટર અને પ્રતિભાગિયોને જરૂરી જાણકારી આપવામાં આવશે અને તેનો ખુલાસો ક્લીનિકલ ટ્રાયલ અને ધારાધોરણો અનુસાર વૈશ્વિક ક્લિનિકલ રજિસ્ટ્રિ પર કરવામાં આવશે. જ્યારે એસ્ટ્રાજેનેકા દ્વારા કહેવામાં આવ્યું છે કે, ટેસ્ટિંગ વોલંટિયરની સુરક્ષા અને ક્લીનિકલ ટ્રાયલમાં આચરણના ઉચ્ચ માપદંડો માટે પ્રતિબદ્ધ છે.
ઉલ્લેખનીય છે કે, બ્રિટનમાં વેક્સીન લેનારાએ એક વોલંટિયરમાં ગંભીર આડ અસર જોવા મળ્યા બાદ ટ્રાયલ પર રોક લગાવી દેવામાં આવી હતી. ત્યારે કંપનીના પ્રવક્તાએ કહ્યું હતું કે, આ એક રૂટિન એક્શન છે. જે કોઈપણ ટ્રાયલમાં અસ્પષ્ટ બીમારી થવા પર તેની તપાસ કરે છે. ટ્રાયલ પૂરી ઈમાનદારીથી થાય તે અમે સુનિશ્ચિત કરીશું. ટ્રાયલની ટાઈમલાઈન પર સંભવિત પ્રભાવને ઘટાડવા માટે કામ કરવામાં આવી રહ્યું છે.
ફાર્મા જાયન્ટ એસ્ટ્રાજેનેકાએ શનિવારે કહ્યું હતું કે, યૂકેમાં એક વોલંટિયર માંદો પડતા ટ્રાયલ બંધ કરી દેવામાં આવ્યો હતો. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, "એસ્ટ્રાજેનેકા ઓક્સફોર્ડ કોરોના વાઇરસ રસી, AZD1222 માટે ક્લિનિકલ ટ્રાયલ, મેડિસિન હેલ્થ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા સંમત થઈ છે. યૂકેમાં તેને ફરીથી શરૂ કરવામાં આવી છે."