જયપુર: રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે શનિવારે રાજ્યપાલ કલરાજ મિશ્રા સાથે મુલાકાત કરી હતી. પાઇલટ સહિત 19 ધારાસભ્યોની સદસ્યતા મંગળવારે સ્થગિત કરવામાં આવી હતી, ત્યારબાદ બુધવારે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવામાં આવી શકે છે.
રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંગ્રમ વચ્ચે શનિવારે રાત્રે મુખ્યપ્રધાન અશોક ગેહલોતે રાજ્યપાલ કલરાજ મિશ્રા સાથે બેઠક યોજી હતી. જે બાદથી કેટલાંક રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે, રાજ્યપાલને મળ્યા બાદ મુખ્યપ્રધાન ગેહલોતે બંધારણીય હોદ્દા પર નિમણૂક માટે મંજૂરી લઇ લીધી છે. હવે કોઈપણ સમયે રાજસ્થાનમાં મહિલા આયોગ માનવાધિકાર આયોગ સહિત ડઝનથી વધુ બંધારણીય હોદ્દા પર રાજકીય નિમણૂક કરી શકાય છે. મુખ્યપ્રધાને રાજ્યપાલ સાથે કેટલીક યુનિવર્સિટીઓમાં કુલપતિઓની નિમણૂક અંગે પણ ચર્ચા કરી હતી.
બંધારણીય હોદ્દા પર રાજકીય નિમણૂકો કરવા પાછળનું એક કારણ એ પણ છે કે જો સરકાર ઉપર સંકટ આવે તો પણ બંધારણીય પદો પર મુખ્ય પ્રધાન દ્વારા નિયુક્ત નેતાઓની વરણી ચાલુ રહેશે. સરકારને રાજકીય માઇલેજ મળવાનું ચાલુ રાખશે. રાજસ્થાનમાં હવે આખી સંસ્થાને ફરીથી ઉભા કરવાની જરૂર છે. આવી સ્થિતિમાં મુખ્યપ્રધાન રાજસ્થાનમાં કોંગ્રેસ સંગઠનની નકારાત્મકતાને દૂર કરવાનો પ્રયાસ કરશે.
એક તરફ, કહેવામાં આવી રહ્યું છે કે, ગેહલોત બુધવારે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવી શકે છે. આ વિશેષ સત્ર ત્યારે જ બોલાવવામાં આવશે જ્યારે વિધાનસભા અધ્યક્ષ સી.પી. જોશી સચિન પાયલોટ સહીત કોંગ્રેસના 19 બળવાખોર ધારાસભ્યોની સદસ્યતા સમાપ્ત કરશે, અથવા તો તેમના મતદાન અધિકાર પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે વિશેષ સત્રમાં મુખ્યપ્રધાન ગેહલોત ખુદ ફ્લોર ટેસ્ટ કરાવી શકે છે. જેથી તેઓને આગામી 6 મહિના સુધી કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે. પરંતુ વિશેષ સત્રને લગતા અંતિમ નિર્ણય મુખ્યપ્રધાન મંગળવારે જ લેશે. જ્યારે તમામ બળવાખોર ધારાસભ્યોનું સભ્યપદ સમાપ્ત થશે અથવા તેમના મતદાનના અધિકાર પર પ્રતિબંધ મુકાશે.
રાજસ્થાનમાં સરકાર બનાવવા માટે ગૃહમાં બહુમતીની સંખ્યા 101 છે અને બીટીપીના બે ધારાસભ્યો આવ્યા પછી, કોંગ્રેસનો નબંર ગેમ પૂર્ણ થઇ ગયો છે.આવી સ્થિતિમાં કોંગ્રેસની પ્રાથમિકતા 19 બળવાખોર ધારાસભ્યોનું સભ્યપદ ખતમ કરવાની રહેશે. જો આવું થાય, તો કોંગ્રેસને વિધાનસભામાં 91 ધારાસભ્યોની જરૂર છે અને તેમની પાસે આ સંખ્યા છે. ભલે એક-બે ધારાસભ્ય સચિન પાયલોટને મળ્યા હોય અને તે ખોટું મતદાન કરશે, તો પણ સરકાર ઉપર કોઈ સંકટ નહીં આવે.
જો બળવાખોર ધારાસભ્યોનું સભ્યપદ સમાપ્ત થતું નથી, તો કોંગ્રેસ પાસે 101 ની સંપૂર્ણ સંખ્યા છે, પરંતુ હાલની રાજકીય પરિસ્થિતિમાં મુખ્યપ્રધાન 19 ધારાસભ્યોની સદસ્યતા ખત્મ થયા પહેલા ફ્લોર ટેસ્ટનું જોખમ લેશે નહીં.જો તે 19 ધારાસભ્યો મત આપવા ન આવે અને તેમના સંપર્કમાં બીજા ધારાસભ્ય હોય, તો સરકાર પોતાનું બહુમતી સાબિત કરવામાં નિષ્ફળ થઇ શકે છે. જોકે અન્ય ધારાસભ્યો પણ બળવાખોર ધારાસભ્યોના સંપર્કમાં આવે તો સરકાર મુશ્કેલીમાં મુકાઈ જશે. આવી સ્થિતિમાં સરકાર ખાસ સત્ર બોલાવે છે કે નહીં તે અંગે મંગળવારે ધારાસભ્યોના નિર્ણય બાદ જ જાણવા મળશે.