ગુવાહાટી: આસામમાં મુશળધાર વરસાદથી 20 જિલ્લા પૂરની ઝપેટમાં આવ્યાં છે. જેથી રાજ્યમાં 6.02 લાખ લોકો પ્રભાવિત થયા છે. અહીં મૃત્યુઆંક 66 પર પહોંચ્યો છે. પૂરની સૌથી વધુ અસર ધેમાજી જિલ્લામાં થઈ છે.
આ ઉપરાંત બારપેટા, લખીમપુર, ચરાઈદેવ, વિશ્વનાથ, બક્સા, નલબારી, ચિરાંગ, બોંગાઈગાવ, કોકરાઝાર, ગ્વાલપારા, મોરીગામ, નગામ, ગોલધાટ અને તિનસુકિયા છે. રાજ્યમાં 1,109 ગામ પાણીમાં ડૂબમાં છે અને 46,082 હેકટરનો પાક પણ પાણીમાં ગરકાવ થયો છે. જો કે, બ્રહ્મપુત્રા નદી ભયના સ્તરે વહી રહી છે.