ETV Bharat / bharat

અશ્વગંધા: તણાવને દૂર રાખતું ઔષધ - અશ્વગંધા ફાયદા

અનિદ્રા, તણાવ જેવી સમસ્યાઓ દૂર કરવા માટેના તથા રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવાના ગુણોને કારણે જાણીતું અશઅવગંધા એ વિવિધ પ્રકારની આરોગ્યની સમસ્યાઓ દૂર કરવા માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવામાં આવે છે.

Ashwagandha
અશ્વગંધા
author img

By

Published : Dec 13, 2020, 10:29 PM IST

ન્યૂઝ ડેસ્કઃ અનિદ્રા, તણાવ જેવી સમસ્યાઓ દૂર કરવા માટેના તથા રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવાના ગુણોને કારણે જાણીતું અશઅવગંધા એ વિવિધ પ્રકારની આરોગ્યની સમસ્યાઓ દૂર કરવા માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવામાં આવે છે. અશ્વગંધા વિન્ટર ચેરી અથવા ઇન્ડિયન જિનસેંગ તરીકે પણ ઓળખાય છે. હિસ્ટ્રી ઓફ આયુર્વેદમાં પીએચડી કરનારા અમારા નિષ્ણાત ડો. રંગાનાયકુલુ જણાવે છે કે, વિથેનિયા સોમ્નિફેરા (અશ્વગંધા) સોલેનેશિયે ફેમિલીની ઔષધિ છે. તે બારમાસી છોડ છે. તેનું મૂળ ઉત્તમ ઔષધિ છે. અશ્વગંધા સમગ્ર ભારતમાં થાય છે અને ઊગવા દરમિયાન તેને પ્રમાણમાં સૂકી આબોહવાની જરૂર પડે છે.

પ્રાપ્યતા

ડો. રંગાનાયકુલુ જણાવે છે કે, અશ્વગંધા બજારમાં સૂકાયેલી દાંડી અને પાઉડર સહિતનાં જુદાં-જુદાં સ્વરૂપોમાં સહેલાઇથી મળી રહે છે. આ ઉપરાંત ઘૃતમ (ઘી), ક્વાથ, અરિષ્ટ (થોડી માત્રામાં આલ્કોહોલ ધરાવતું ટોનિક), તેલ, લેપ (મલમ), ચૂરણ, લેહ્ય અને ગોળી જેવાં ઉત્પાદનોના સ્વરૂપમાં તે આયુર્વેદની મેડિકલ શોપમાં તથા જનરલ મેડિકલ શોપ્સમાં ઉપલબ્ધ હોય છે.

અશ્વગંધાના ફાયદા

અમારા નિષ્ણાતે અહીં અશ્વગંધાથી આરોગ્યને થતા કેટલાક ફાયદા વિશે જાણકારી આપી છેઃ

કાયાકલ્પ (રિજુવિનેટર)

એકથી ત્રણ ગ્રામ અશ્વગંધાના મૂળના પાઉડરને દૂધ કે ઘી અથવા તો હૂંફાળા પાણી સાથે ૧૫ દિવસ સુધી લેવાથી તે રિજુવિનેટરનું કામ કરે છે અને તેનાથી વજન વધે છે.

અતિશય દુર્બળતા

એક ભાગ અશ્વગંધા અને ચાર ભાગ ઘી લઇ ગરમ કરવું અને તેને દસ ભાગ દૂધમાં ભેળવીને પીવાથી વજન વધે છે.

અનિદ્રા

બેથી ચાર ગ્રામ અશ્વગંધાનો પાઉડર લઇને તેમાં ખાંડ અને હૂંફાળું દૂધ મિક્સ કરવું. તેનું સેવવન કરવાથી અનિદ્રાની તકલીફ દૂર થાય છે અને ઊંઘ સારી આવે છે. સાથે જ તેના સેવનથી ઉદ્વેગ, ન્યૂરોસિસનાં લક્ષણો ઘટે છે અને અશ્વગંધા એન્ટિડિપ્રેસન્ટ અને સાઇકોટ્રોપિક દવાની માફક કામ કરે છે.

બ્રોન્કિઅલ અસ્થમા

અશ્વગંધાની રાખને મધ અને ઘીમાં ભેળવીને લેવાથી બ્રોન્કાઇઅલ અસ્થમામાં રાહત મળે છે.

સંતાનપ્રાપ્તિ માટે

વંધ્યત્વ દૂર કરવા માટે અશ્વગંધાના ઊકાળામાંથી તૈયાર કરવામાં આવેલું ઘી અને દૂધ લઇ શકાય.

જઘમ
બેથી ચાર ગ્રામ અશ્વગંધાના પાઉડરને ગોળ કે ઘી સાથે લેવો. તેનાથી જઘમ જલ્દી રૂઝાય છે.

પેશાબ અટકીને આવવો

રોજ 20 મિલી અશ્વગંધાના ઊકાળાનું સેવન કરવાથી પેશાબ અટકીને આવવાની સમસ્યા દૂર થાય છે. પેશાબ અટકીને આવવા પાછળ ડિહાઇડ્રેશન, કિડનીમાં સમસ્યા, પ્રોસ્ટેટ મોટું થવું વગેરે કારણો જવાબદાર હોઇ શકે છે.

આ ઉપરાંત ડો. રંગાનાયકુલુ જણાવે છે, “અશ્વગંધા એન્ટિ બેક્ટેરિયલ છે, તે તાવ મટાડે છે, દુખાવામાં રાહત આપે છે, એન્ટિ-ઇન્ફ્લામેટરી છે, સ્નાયુઓની ગતિવિધિને લવચિક બનાવે છે, એન્ટિ-ઓક્સિડન્ટ છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.”

માત્રા

અમારા આયુર્વેદિક નિષ્ણાત નીચે મુજબની માત્રા લેવાની સલાહ આપે છેઃ

બાળકો માટે: 500 મિગ્રા

પુખ્તો માટે: 1 થી 3 ગ્રામ, પ્રવાહી સ્વરૂપે: 10થી 20 મિલી

ધ્યાનમાં રાખવાની બાબતોઃ

ગર્ભાવસ્થા દરમિયાન અશ્વગંધાનું સેવન કરવું હિતાવહ નથી, કારણ કે તેનાથી વહેલી પ્રસૂતિ થઇ શકે છે. આ ઉપરાંત, સ્તનપાન કરાવનારી માતાઓએ પણ તેનું સેવન ટાળવું જોઇએ.

સામાન્ય ફાયદા

ડો. રંગાનાયકુલુ જણાવે છે તે, આ સિવાય પણ અશ્વગંધાના કેટલાક ફાયદા રહેલા છે, જે નીચે પ્રમાણે છેઃ

શરીરમાં શક્તિ આવે છે.

તણાવ, હતાશા, નિરાશા ઘટાડે છે.

સારી ઊંઘ આવે છે.

કોલેસ્ટરોલ ઘટાડે છે

વજન વધારવામાં મદદરૂપ

યાદશક્તિ વધારે છે

કેન્સરના નિવારણમાં ઉપયોગી, કેન્સરમાં તેની પ્રોફિલેક્ટિક થેરેપી આપવામાં આવે છે.

આમ, અશ્વગંધા એ આયુર્વેદની અત્યંત અસરકારક ઔષધિઓ પૈકીનું એક છે, પરંતુ તેનું સેવન શરૂ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી અત્યંત જરૂરી છે. ખાસ કરીને થાઇરોઇડ ગ્રંથિના હાઇપર કે હાઇપો ફંક્શન્સ ધરાવતી વ્યક્તિએ સૌપ્રથમ ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.