પશ્ચિમ બંગાળના કૂચ બિહાર વિસ્તારમાં સભાને સંબોધિત કરતા મમતા બેનર્જીએ કહ્યું હતું કે, ' જે રીતે હિન્દુઓમાં કટ્ટરપંથી છે. એ જ રીતે લઘુમતીઓમાં પણ કેટલાક કટ્ટરપંથીઓ છે. જે લોકો ભાજપ પાસેથી પૈસા મેળવે છે. એ લોકો અહીં નથી રહેતા. તેઓ હૈદરાબાદમાં રહે છે. એ લોકો અહીં આવશે અને કહેશે કે, તમને સુરક્ષા આપીશું'
મમતાએ કહ્યું કે' હું લઘુમતી ભાઈઓને અપીલ કરું છું કે તેઓ તેમની જાળમાં ન ફસાઈ' આ રીતે તેમણે ઓવૈસી સહિત ભાજપની પણ ઝાટકણી કાઢી હતી.
આ નિવેદન બાદ ઓવૈસીએ પણ પલટવાર કર્યો હતો. ઓવૈસીએ વળતો જવાબ આપતા કહ્યું હતું કે, બંગાળમાં જ મુસ્લિમોની સ્થિતિ ખરાબ છે. વિકાસ સૂચકાંકના મુદ્દે ત્યાંના મુસલમાન પછાત છે'
ઓવૈસીએ ટ્વીટ કરીને લખ્યુ હતું કે, 'જો દીદી હૈદરાબાદના આ વર્ગના લોકોથી ડરતા હોય તો તેઓ જવાબ આપે કે, ભાજપને 18 બેઠકો કેવી રીતે મળી ગઈ'.