હૈદરાબાદઃ ઑલ-ઇન્ડિયા-મજલિસ-એ-ફતેહાદ-ઉલ-મુસ્લિમીનના (AIMIM) પ્રમુખ અસુદ્દીન ઔવેસીએ દિલ્હીમાં થયેલા રમખાણોને લક્ષિત સંગઠિત હિંસા ગણાવી છે અને કહ્યું કે, તેની જવાબદારી ભાજપ સરકારની છે. તેની સાથે જ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લે તેવી અપીલ પણ કરી છે.
AIMIMના 62માં સ્થાપના દિવસના અવસર પર આયોજિત જનસભાને સંબોધિત કરતા હૈદરાબાદના સંસદ ઔવેસીએ કહ્યું હતું કે, ભાજપના નેતાઓના ભડકાઉ ભાષણને કારણે હિંસા થઇ છે.
તેમણે આરોપ લગાવ્યો છે કે, 'સમગ્ર યોજના અને તેની તૈયારીની સાથે સાંપ્રદાયિક હિંસા થઇ છે. નફરતનો માહોલ ઉત્પન્ન કર્યો છે અને તેને હિંસા કહી શકાય નહીં, તેને તો તબાહી જ ગણાવી શકાય.'
ઔવેસીએ કહ્યું કે, 'અમને આશા છે કે, તમે (વડાપ્રધાન) 2002 (ગુજરાતના રમખાણો)થી શીખ લીધી હશે અને સુનિશ્ચિત કરશો કે તેવી ઘટના ફરીથી થાય નહીં.'
દિલ્હીના એક મેટ્રો સ્ટેશનની નજીક અમુક યુવકો દ્વારા કરવામાં આવેલી નારાબાજીના સંદર્ભે ઔવેસીએ કહ્યું કે, 'આ લોકો કોણ છે, જે 'ગોળી મારો દેશના ગદ્દારોને' બોલી રહ્યા છે. વડાપ્રધાન આ રમખાણો યોજનાની સાથે થયા છે. આ લક્ષિત સંગઠિત હિંસા છે અને તેની જવાબદારી તમારા પર છે.'
તેમણે કહ્યું કે, દિલ્હીના રમખાણોની જવાબદારી કેન્દ્રમાં ભાજપ નીત રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (રાજગ) સરકારની છે.
વડાપ્રધાન મોદીને રાષ્ટ્રીય રાજધાનીના હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત કરવાની અપીલ કરતા ઔવેસીએ આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે, શું વડાપ્રધાન આપણા દર્દને માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં જણાવશે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી ઉત્તરપ્રદેશમાં શનિવારે આપેલા ભાષણમાં દિલ્હી હિંસાનો ઉલ્લેખ કર્યો નથી, જ્યારે સબકા સાથ, સબકા વિકાસનો વિચાર ધરાવે છે.
દિલ્હી પોલીસની નિંદા કરતાં ઔવેસીએ કહ્યું કે, હિંસા પ્રભાવિત મુસ્લિમ વિસ્તારો પાસેથી માગવામાં આવેલી મદદ પર કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવ્યો છે. મહત્વનું છે કે, ગત અઠવાડિયે ઉત્તર-પૂર્વી દિલ્હીમાં થયેલી હિંસામાં ઓછામાં ઓછા 45 લોકોના મોત થયા હતા, જ્યારે લગભગ 200 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
ઔવેસીએ જાહેરાત કરી હતી કે, AIMIMના નિર્વાચિત પ્રતિનિધિ દિલ્હીમાં હિંસામાં માર્યા ગયેલા લોકોની મદદ કરવા માટે એક મહિનાનો પોતાનો પગાર દાનમાં આપશે.
તેમણે કહ્યું કે, AIMIM તેલંગાણાના મુખ્યપ્રધાન ચંદ્રશેખર રાવને અનુરોધ કરશે કે, તે રાજ્યમાં રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR)ની પ્રક્રિયાને લાગુ કરશે નહીં.