રાષ્ટ્રવાદી કોંગ્રસ પાર્ટી (એનસીપી)ના વડા શરદ પવારને થપ્પડ મારનારા અરવિંદ સિંહની ધરપકડ કરવામાં આવી હતી. અરવિંદ સિંહે 2011માં શરદ પવારને થપ્પડ મારી હતી. જે બાદ તે ફરાર થઇ ગયો હતો.
અરવિંદ સિંહ હરવિંદર સિંહના નામથી પણ જાણીતો છે. વર્ષ 2014માં દિલ્હી કોર્ટે તેને ગુનેગાર જાહેર કર્યો હતો.જે બાદ પોલીસ તેની શોધખોળ કરી રહી હતી.