અરૂણ જેટલી ઘરે શનિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, અમિત શાહ, રાજનાથ સિંહ, નિર્મલા સીતારમણ, લાલકૃષ્ણ આડવાણી, મનમોહન સિંહ, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મિલિંદ દેવડા, જેપી નડ્ડા, રામવિલાસ પાસવાન, ચિરાગ પાસવાન, પ્રકાશ જાવડેકર, અરવિંદ કેજરીવાલ, યોગી આદિત્યનાથ, નવીન પટનાયક, જયોતિરાદિત્ય સિંઘિયા, વિજેન્દ્ર ગુપ્તા, શાજિયા ઈલ્મી, શાહનવાઝ હુસેન, મનોજ તિવારી, ગોતમ ગંભીર, એસ જયશંકર, ડો.હર્ષવર્ધન સહિત ઘણાં નેતાઓ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.
વડાપ્રઘાન મોદી વિદેશ પ્રવાસે છે. તેમણે બહરીનમાં કહ્યું હતું કે, મે મારા મિત્ર ગુમાવ્યો છે. વડાપ્રધાન મોદીએ અરુણ જેટલીની પત્ની અને તેમના પુત્ર સાથે ફોન પર વાત કરી. બંનેએ મોદીને તેમનો વિદેશ પ્રવાસ રદ ન કરવાની અપીલ કરી.