જાણવા મળી રહ્યું છે કે, ભૂકંપના આંચકાના કારણે ઘણી વિસ્તારમાં લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા. મળતી માહિતી મુજબ UPના બાગપતમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ છે.
થોડા દિવસ પહેલા પણ દિલ્હી NCRના વિસ્તારોમાં ભૂકંપ ના આંચકા અનુભવાયા અને આજે સવારે ફરી ભૂકંપના ઝટકાથી લોકોને ડરાવી દીધા. અત્યાર સુધી રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતાનો આંકડો સામે આવ્યો નથી. પરંતુ દિલ્હી NCRમાં વારંવાર આવી રહ્યા છે ભૂકંપના આંચકાએ લોકોના મનમાં ભય ઉભો કર્યો છે.