ETV Bharat / bharat

દિલ્હી હાઈકોર્ટે ઝફરુલ ઇસ્લામની ધરપકડ પર વચગાળાની રોક લગાવી

દિલ્હી હાઈકોર્ટે દિલ્હી લઘુમતી પંચના અધ્યક્ષ ઝફરુલ ઇસ્લામની ધરપકડ પર વચગાળાની રોક લગાવી દીધી છે. જસ્ટિસ મનોજકુમાર ઓહરીની ખંડપીઠે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી કર્યા બાદ 22 જૂન સુધી ઝફરુલ ઇસ્લામ વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરવાનો આદેશ આપ્યો છે.

arrest of Zafarul Islam prohibited
દિલ્હી હાઈકોર્ટે ઝફરુલ ઇસ્લામની ધરપકડ પર વચગાળાની રોક લગાવી
author img

By

Published : May 12, 2020, 7:11 PM IST

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે દિલ્હી લઘુમતી પંચના અધ્યક્ષ ઝફરુલ ઇસ્લામની ધરપકડ પર વચગાળાની રોક લગાવીી દીધી છે. જસ્ટિસ મનોજકુમાર ઓહરીની ખંડપીઠે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી કર્યા બાદ 22 જૂન સુધી ઝફરુલ ઇસ્લામ વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરવાનો આદેશ આપ્યો છે.

ઝફરુલ ઇસ્લામ વતી એડવોકેટ વૃંદા ગ્રોવરે કહ્યું કે, ઝફરુલ ઇસ્લામ સામે ભારતીય દંડ સંહિતાની કલમ-124 એ અને કલમ 153 એ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ એફઆઈઆરમાં તથ્યોને વિકૃત રીતે રજૂ કરવામાં આવ્યાં છે. માર્ચ મહિના સુધી દેશના ઘણા લોકોએ નફરતની વાણી ઉચ્ચારી હતી અને કેટલીક જગ્યાએ કોરોના સંક્રમણના નામે મુસ્લિમ સમૂદાય પર હુમલાઓ કરવામાં આવ્યા હતા.

મહત્વનું છે કે, દિલ્હી લઘુમતી આયોગના અધ્યક્ષ પદેથી ઝફરુલ ઇસ્લામને હટાવવા માટે દિલ્હી હાઈકોર્ટમાં બે અરજીઓ દાખલ કરવામાં આવી હતી. એક અરજી એડવોકેટ અલખ આલોક શ્રીવાસ્તવ દ્વારા દાખલ કરવામાં આવી હતી અને બીજી અરજી મનોરંજન કુમારે કરી હતી. આ અરજીઓ પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટને કહેવામાં આવ્યું હતું કે, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે ઝફરુલ ઇસ્લામને કારણ જણાવો નોટિસ ફટકારી છે. આ નોટિસમાં ઝફરુલના વિવાદીત નિવેદનોને કારણે તેમને દિલ્હી લઘુમતી પંચના અધ્યક્ષ પદ પરથી હટાવવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.