શ્રીનગર/નવી દિલ્હી: પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં લગભગ 300 આતંકવાદીઓ કાશ્મીર ખીણમાં ઘૂસણખોરી કરવા નિયંત્રણ રેખા પાર કરવા તૈયાર છે જ્યારે ભારતીય સેના તેની ઘુસણખોરી વિરોધી ગ્રીડ અને આતંકવાદ વિરોધી વ્યૂહરચનાને વધુ મજબૂત બનાવવા માટે પગલું ભરી રહી છે.
કાશ્મીર સ્થિત 15 કોર્પ્સના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ બી.એસ.રાજુએ લશ્કરી અધિકારીઓને કોરોનાને ધ્યાનમાં રાખીને નિયંત્રણ રેખા પર પેટ્રોલિંગ દરમિયાન પૂરતી સલામતી જાળવવા જણાવ્યું છે. કહેવાઈ રહ્યું છે કે, ઘૂસણખોરી કરી કોરોનાનો ચેપ લગાવવાની મોટી સંભાવના છે.
શ્રીનગરથી મળેલા અહેવાલોને ટાંકીને રાષ્ટ્રીય રાજધાનીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આર્મીના એરિયા ઈન્ટેલિજન્સ યુનિટને અહેવાલ આપ્યો છે કે, પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો-હિઝબુલ મુજાહિદ્દીન અને લશ્કર-એ-તૈયબાના આશરે 300 આતંકીઓ ખીણમાં સરહદ પાર કરવાની રાહે છે.
પાકિસ્તાની સેના ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ તાજેતરના સપ્તાહમાં નિયંત્રણ લાઇનની બાજુમાં 16 લોન્ચ પેડ સક્રિય કર્યા છે. જેમાંથી કેટલાક નૌશેરા અને ચેમ્બની દુર્ગમ ટેકરીઓ પર સ્થિત છે, જ્યાંથી આતંકવાદીઓ ઉત્તર કાશ્મીરના ગુલમર્ગમાં ઘૂસણખોરી કરવા માટે સરળતાથી આવી શકે છે.
આ અહેવાલમાં જણાવાયું છે કે, લેફ્ટેનન્ટ જનરલ લશ્કરી અધિકારીઓ સાથે સતત મીટિંગો કરી રહ્યાં છે. જેથી એન્ટિ-ઇન્ફિસ્ટ્રેશન ગ્રીડ (સીઆઈજી)ને વધુ સઘન બનાવવામાં આવે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓ સાથે લાઇન ઓફ કન્ટ્રોલની સાથે સંઘર્ષ અને એન્કાઉન્ટરની સ્થિતિમાં સૈનિકોને કહેવામાં આવ્યું છે કે, શહીદોના શબ પરીક્ષણ કરતા ખૂબ કાળજી રાખે. જ્યાંથી વાયરસનો ચેપ લાગી શકે છે.