આર્મી ચીફ જનરલ મુકુંદ નરવણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર કહ્યું કે, દેશની સંસદ જ્યારે પણ આદેશ આપશે, ત્યારે (POK) ભારતનું હશે.
નરવણે કહ્યું કે, સેનાના એકીકરણ માટે સી.ડી.એસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચીફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ)ની રચના અને લશ્કરી વિભાગની રચના એકીકરણ તરફ એક મોટું પગલું છે. અમે માનીએ છીએ કે આ આપણા માટે એક મોટી સફળતા છે.
સેના પ્રમુખે (POK)ને લઈ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જમ્મૂ-કાશ્મીર ભારતનો ભાગ છે અને અમને સંસદનો આદેશ મળશે તો મોટી કાર્યવાહી કરીશું.