રાજસ્થાન: કોટાના આર્મી વિસ્તારમાં એક સેનાના જવાનની આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. માલા રોડ પર ઝાડ સાથે ફાંસીના ફંદામાં બંધાયેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
આ મામલે નયાપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. આત્મહત્યાના કારણમાં સામે આવ્યું છે કે, આ જવાન કોઈ યુવતીને પ્રેમ કરતો હતો પરંતુ તેની સાથે તેના લગ્ન ન થતાં તેણે આ પગલું ભરી લીધું હતું.
યુવાન મહારાષ્ટ્રના અહેમદનગરનો વતની
યુવાનના ખિસ્સામાંથી એક સ્યૂસાઇડ નોટ મળી હતી. જેનાથી આત્મહત્યાનું કારણ બહાર આવ્યું હતું. તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી આર્મી અધિકારીઓને સોંપી દેવામાં આવ્યો છે. જે તેના વતન મોકલી આપવામાં આવશે.