દેહરાદૂનઃ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેએ કહ્યું છે કે અનેક મુદ્દાઓ પર વાતચીત બાદ ચીન અને ભારતના સૈન્ય વચ્ચેના તણાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમણે ખાતરી આપી હતી કે ચીનની સાથે ભારતની સરહદો સંપૂર્ણ રીતે નિયંત્રિત છે. જનરલે નેપાળ વિશે પણ કહ્યું હતું કે તેમની સાથે ભારતના સંબંધો ખૂબ મજબૂત છે.
આજે ભારતીય સૈન્ય એકેડેમીની પાસિંગ આઉટ પરેડની તકે મીડિયા સાથે વાત કરતા જનરલ નરવણેએ કહ્યું હતું કે, "હું દરેકને ખાતરી આપવા માંગું છું કે ચીન સાથેની આપણી સરહદો પરની પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે." તેમણે એમ પણ કહ્યું હતું કે નેપાળ સાથે અમારા ખૂબ જ મજબૂત સંબંધો છે.
જનરલ નરવણેએ વધુમાં કહ્યું હતું કે, 'લોકોને જોડવા માટે અમારી પાસે ખૂબ જ મજબૂત લોકો છે. તેમની સાથે અમારો સંબંધ હંમેશાં મજબૂત રહ્યો છે અને આગળ પણ મજબૂત રહેશે.
ચીન સાથે ચાલી રહેલા તણાવ અંગે કહ્યું હતુ કે, ચીન સાથે અનેક મુદ્દાઓ પર વાતચીત થઈ છે. ત્યાર બાદ ભારતીય અને ચીન સેના વચ્ચે તણાવ ઘટ્યો છે. આગળ પણ વાતચીત કરી મતભેદોનું નિરાકરણ લાવીશું.