નવી દિલ્હીઃ સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવાણે આજે લેહના પ્રવાસે જવાના છે. તેમનો લેહ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે લદ્દાખ સીમા પર ચીન સાથે તણાવનો માહોલ છે.
આ પહેલા સેના પ્રમુખે દિલ્હીમાં સેનાના ચીફ કમાન્ડરો સાથે સુરક્ષાની સ્થિતિ વિશે ચર્ચા કરી હતી. ઉત્તરી અને પશ્ચિમી બંને મોર્ચાના પરિચાલન પસ્થિતિ વિશે સમીક્ષા કરી હતી. જેની માટે 22-23 જૂને સેના કમાન્ડરોનું સંમેલન યોજવામાં આવ્યું હતું. સેના અધિકારીઓના જણાવ્યાનુસાર, કમાન્ડરોના સંમેલનના બીજા તબક્કામાં દિલ્હીના તમામ કમાન્ડર હાજર રહ્યાં હતા.
નોંધનીય છે કે, આ બેઠક એવા સમયે થઈ રહી છે, જ્યારે ભારત અને ચીન વચ્ચે લદ્દાખની ગલવાન ઘાટીમાં હિંસક અથડાણને પગલે તણાવ ઉભો થયો છે. જેમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતા. તો ચીનના 43 જવાનોના મોત થયા હોવાની માહિતી મળી હતી.