ETV Bharat / bharat

સેના પ્રમુખ નરવાણે લદ્દાખના પ્રવાસે, કહ્યું- દરેક પડકાર માટે તૈયાર - મનોજ મુકુંદ નરવાણે

આર્મી ચીફ નરવાણેએ કહ્યું- LAC પર ત્રણ મહીનાથી હાલાત ખરાબ છે અને જવાન દરેક ચેતવણીનો સામનો કરવા માટે તૈયાર છે. આર્મી ચીફ મનોજ મુકુંદ નરવાણેએ કહ્યું કે, LAC પર છેલ્લા ત્રણ મહીનાથી હાલાત ખરાબ છે, પરંતુ જવાનોનો મનોબળ વધ્યો છે અને તે કોઇ પણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે.

Army Chief
Army Chief
author img

By

Published : Sep 4, 2020, 12:07 PM IST

લદ્દાખઃ આર્મી ચીફ મનોજ મુકુંદ નરવાણેએ કહ્યું કે, LAC પર છેલ્લા ત્રણ મહીનાથી હાલાત ખરાબ છે, પરંતુ જવાનોનો મનોબળ વધ્યો છે અને તે કોઇ પણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે, LAC પર જે હાલાત છે તે નાજુક અને ગંભીર છે, પરંતુ અમે સતત તેના વિશે વિચાર કરી રહ્યા છીએ. સુરક્ષા માટે અમે અમુક પગલાઓ પણ ભર્યા છે. મને આશા છે કે, આપણે જે તૈનાતી કરી છે, તેઓ આપણી સુરક્ષા કાયમ રાખશે.

ભારતીય સેના પ્રમુખ મનોજ મુકુંદ નરવાણએ આ સમયે લદ્દાખના પ્રવાસે છે અને ત્યાં પર સેનાની તૈયારીઓની સમીક્ષા કરવા પહોંચ્યા છે. સેના પ્રમુખે કહ્યું કે, ભારતીય સેના અધિકારી અને સૈનિક પુરી દુનિયામાં સૌથી શ્રેષ્ઠ છે અને ન માત્ર સેનાને ગર્વ કરાવશે પરંતુ દેશને પણ ગર્વ થશે. સેના પ્રમુખે કહ્યું કે, છેલ્લા 2-3 મહીનાથી તણાવ વધ્યો છે, પરંતુ અમે સૈનિકો અને રાજકીય સ્તર પર સતત ચીનની સાથે વાત કરી રહ્યા છીએ.

સેના પ્રમુખે કહ્યું કે, ચીનની સાથે સૈનિક અને રાજકીય સ્તરની વાતચીત શરૂ છે અને આગળ પણ ચાલતી રહેશે. વધુમાં જણાવીએ તો આર્મી ચીફ નરવાણેએ પૂર્વી લદ્દાખ વિસ્તારમાં સુરક્ષાની સ્થિતિ પર સમીક્ષા કરી હતી. તેમનો આ પ્રવાસ પેંગોંગ નદીના દક્ષિણી તટીય વિસ્તારની આસપાસ સ્થિતિને બદલવાના ચીનની નવી રીતના થોડા દિવસો બાદનો છે. સેન્ય સૂત્રોએ આ માહિતી આપી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, લદ્દાખના બે દિવસીય પ્રવાસના પહેલા દિવસે નરવાણેએ ક્ષેત્રમાં બનતી સ્થિતિ પર શીર્ષ કમાન્ડરો સાથે બેઠક કરી હતી. તેમણે કોઇ પણ અપ્રિય સ્થિતિ બનવા પર તેને કઇ રીતે કાબુમાં લેવી અને ભારતની સંપૂર્ણ લડાકુ તૈયારીઓનું પણ આકલન કર્યું હતું. સેના પ્રમુખના એક પ્રમુખ અગ્રિમ ક્ષેત્રનો પણ પ્રવાસ કર્યો જ્યાં તેમણે મોટી સંખ્યામાં સૈનિકો સાથે વાતચીત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.