બિહાર: ગયા જિલ્લાના એક ગામમાંથી પ્રતિબંધિત સંગઠન કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિા માઓવાદી(CPI(M)) સાથે જોડાયેલા હથિયારો અને દારૂગોળોનો જથ્થો ઝડપાયો છે. આ SSBના એક અધિકારીએ શનિવારે આ બાબતે માહિતી આપી હતી.
સૂચનાના આધારે કાર્યવાહી કરતા, સશસ્ત્ર સીમા બળ (SSB) અને બિહાર પોલીસની સંયુક્ત ટીમે શુક્રવારે રાત્રે તાંતી ગામે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન એક ઈંટના ભઠ્ઠામાંથી શસ્ત્રો અને દારૂગોળો અને માઓવાદી સાહિત્યનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો.
SSBની 29મી બટાલિયન કમાન્ડર રાજેશ કુમારસિંહે જણાવ્યું હતું કે, દરોડા દરમિયાન કોઈની ધરપકડ કરવામાં આવી ન હતી.