નવી દિલ્હી: સશસ્ત્ર દળના 71 સેવાનિવૃત્ત અધિકારીઓના જૂથે લદ્દાખ સરહદ વિવાદ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ટીકાને 'અનિચ્છનીય અને નિંદાત્મક' ગણાવી છે. આવા વિવાદાસ્પદ નિવેદન માટે તેમણે રાહુલના 'મોટિવેશન' પર સવાલ ઉઠાવ્યા છે. ભૂતપૂર્વ સૈનિકોએ એ પણ યાદ અપાવ્યું છે કે, ડોકલામ ગતિરોધ દરમિયાન પણ 'રાહુલ ગાંધીએ ચીની અધિકારીઓ સાથે વિવાદાસ્પદ બેઠક કરી હતી'.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે લદ્દાખમાં LOC પરના વિવાદને લઇ આરોપ લગાવ્યો હતો કે, ચીની સૈનિકો ભારતીય સરહદમાં પ્રવેશી ચૂક્યા છે, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદી શાંત છે અને ક્યાંય દેખાતા નથી. તેમણે ટ્વિટ કર્યું, લદ્દાખમાં ચીનીઓ આપણા ક્ષેત્રમાં પ્રવેશી ચૂક્યા છે. દરમિયાન, વડા પ્રધાન સંપૂર્ણપણે મૌન છે અને ક્યાંય દેખાતા પણ નથી.
રાહુલ ગાંધીના આ વિવાદાસ્પદ નિવેદન પર પ્રતિક્રિયા આપતા નિવૃત્ત સૈનિકોએ કહ્યું કે, સૌ પ્રથમ, અમે એવા વ્યક્તિના અનિચ્છનીય અને નિંદાત્મક નિવેદનોની નિંદા કરીએ છીએ. જેને ખ્યાલ નથી કે, આપણા સૈનિકો વિશ્વના સૌથી દુર્ગમ અને પ્રતિકૂળ વિસ્તારો કેવી રીતે કામ કરે છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાહુલ ગાંધીએ 1962 ને ક્યારેય ભૂલવું ન જોઈએ, જ્યારે દેશનું નેતૃત્વ તેમના પરદાદા જવાહરલાલ નેહરુ સિવાય બીજું કોઈ ન કર્યું હતું. અમે ફક્ત તૈયારી કર્યા વગર જ મેદાનમાં પ્રવેશ્યા ન હતા, પરંતુ ચીનના હાથે અમને ખૂબ જ શરમજનક પરાજયનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે આપણા સૈનિકો બહાદુરીથી લડ્યા હતા અને ચીની સૈનિકો મોટી સંખ્યામાં માર્યા ગયા હતા.
તેમણે કહ્યું કે, ભારતીય અને ચીની સેના વચ્ચે લદ્દાખની સરહદ પર ચાલી રેહલા વિવાદ અંગે રાહુલ ગાંધીએ કરેલા અનિચ્છનીય ટ્વિટ પર અમે ખૂબ ચિંતિત છીએ. તેમણ વધુમાં કહ્યું કે રાજકરણ માટે જવાનોનું મનોબળ તોડવું એ સારી બાબત નથી.તો તેમણે વધુમાં કહ્યું કે પૂર્વ સૈનિકો તેમના આ નિવેદનથી અપમાનિત અનુભવી રહ્યા છે.