નવી દિલ્હી : કોરોના વાઇરસનો કહેર દેશમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. તેને ધ્યાને લેતા અને સુત્રોના જણાવ્યાં અનુસાર આશંકા સેવાઇ રહી છે કે, આવનારા 14 દિવસમાં કેન્દ્ર સરકાર દેશને ત્રણ ભાગમાં વહેંચી શકે છે.
ઉલ્લેખનિય છે કે, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને વિશેષજ્ઞો પાસેથી 14 એપ્રિલ બાદ પણ લોકડાઉન ચાલુ રહેવાના એંધાણ મળી રહ્યા છે. આ તકે 6 રાજ્યોએ તો લોકડાઉનને 30 એપ્રિલ સુધી વધારવાનો નિર્ણય પણ જાહેર કર્યો છે.
રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન
સુત્રોના જણાવ્યાં અનુસાર સરકાર 14 એપ્રિલ બાદ બીજા તબક્કામાં લોકડાઉનના સમયે દેશને કોરોનાના ખતરાથી બચાવવા રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વહેંચી શકે છે.
ક્યા વિસ્તારો વહેંચાઇ શકે છે
એવો વિસ્તાર જ્યાં કોરોનાનું સંક્રમણ મળ્યું જ ન હોય તેવા વિસ્તારને ગ્રીન ઝોનમાં રાખવામાં આવશે.
સૌથી વધારે કેસ જે વિસ્તારમાં આવ્યા હોય તે વિસ્તારને સંપુર્ણ પણે બંધ કરી અને તેને રેડ ઝોન જાહેર કરવામાં આવશે.
ઓછામાં ઓછા કોરોનાથી સંક્રમિત કેસ સામે આવ્યા હોય તેવા વિસ્તારને ઓરેન્જ ઝોન જાહેર કરવામાં આવશે. આ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટની પણ પરવાનગી આપવામાં આવી શકે છે.
વડાપ્રધાન મોદીએ મુખ્ય પ્રધાન સાથે વાતચીત કર્યા બાદ દેશના જિલ્લાઓને ઝોનમાં વહેંચી શકે છે.
સુત્રોના જણાવ્યાં અનુસાર 14 એપ્રિલ બાદ સ્કુલ અને કોલેજ પણ બંધ જ રહેશે, પરંતુ ઉદ્યોગ અને કેફી પદાર્થની મંજૂરી આપી શકે છે. પરિસ્થિતિને ધ્યાને લેતા હાલમાં મોલ અને રેસ્ટોરન્ટ નહી ખોલવામાં આવે.
ઉલ્લેખનિય છે કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 900થી વધુ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે સંક્રમિતોની સંખ્યા દેશમાં 8356 પર પહોંચી છે. તે સમયે 34 લોકોના મોત પણ નિપજ્યા છે. જેના પગલે મૃત્યુઆંક 273 પર પહોંચ્યો છે.