ETV Bharat / bharat

શું તમારી બેસવાની મુદ્રા યોગ્ય છે ? જુઓ અમારો વિશેષ અહેવાલ... - ફિઝીયોથેરાપીસ્ટ

આજના સમયમાં કોઈ પણ વ્યક્તિએ નોકરી માટે, ઓનલાઇન સ્ટડી માટે અથવા ટીવી જોવા માટે કે પછી આરામ માટે લાંબા કલાકો સુધી બેસવાનું થતુ હોય છે. તેનો મતલબએ છે કે વ્યક્તિ કઈ મુદ્રા અપનાવે છે. તેના પરથી લાંબા ગાળે તેના વ્યક્તિત્વને પણ આકાર મળતો હોય છે. ક્યારે કેવી રીતે બેસવુ જોઇએ તેના માટે વાંચો અમારો આ વિશેષ અહેવાલ.

Physiotherapist
Physiotherapist
author img

By

Published : Oct 27, 2020, 10:12 PM IST

આજના સમયમાં કોઈ પણ વ્યક્તિએ નોકરી માટે, ઓનલાઇન સ્ટડી માટે અથવા ટીવી જોવા માટે કે પછી આરામ માટે લાંબા કલાકો સુધી બેસવાનું થતુ હોય છે. તેનો મતલબ એ છે કે વ્યક્તિ કઈ મુદ્રા અપનાવે છે તેના પરથી લાંબા ગાળે તેના વ્યક્તિત્વને પણ આકાર મળતો હોય છે. બજારમાં ખુરશી અને કાઉચની વિશાળ શ્રેણી ઉપલબ્ધ હોય છે. તેમાંથી આપણે શરીરવિજ્ઞાનને ધ્યાનમાં રાખીને બનાવેલી વસ્તુ પસંદ કરવી અથવા અત્યંત આરામદાયક વસ્તુ પસંદ કરવી એ આપણે નક્કી કરવાનું છે.

ETV Bharat Sukhibhavaએ આ જ વિષય પર ફિઝીયોથેરાપીસ્ટ, વૈકલ્પીક દવાના જાણકાર તેમજ યોગના શીક્ષક એવા ડૉ. જાનવી કથરાની સાથે વાતચીત કરી હતી. જાણો આ વિષય પર તેમનું શું કહેવું છે.

જ્યારે આપે એક જ જગ્યા પર બેસી રહેવાનું છે ત્યારે

  • તમારા પગને જમીન પર અથવા અન્ય કોઈ જગ્યા પર આરામ આપો.
  • તમારા ઘુંટણ 90 ડીગરીથી વધારે વળવા જોઈએ નહી.
  • તમારા હીપ તમારા ઘુંટણના સાંધાથી થોડે ઉપર રહે તે રીતે રાખો. તેને નીચેથી મજબૂત ટેકો રહે તેનું ધ્યાન રાખો.
  • તમારી કમરનો ભાગ આરામદાયક સ્થીતિમાં હોવો જોઈએ તેમજ ખભાના ભાગને આગળની તરફ જુકાવ્યા વીના જ પીઠનો ભાગ ટટ્ટાર રહેવો જોઈએ.
  • ગરદન અને દ્રષ્ટિ જમીનની સમાંતર હોવી જોઈએ માટે તે રીતે તમારા ડેસ્ક અથવા કમ્પ્યુટર સ્ક્રીનને ગોઠવો.
  • શરીરને અનુકુળ તેમજ આરામદાયક હોય તેવા જ કપડા પહેરો.
  • શ્વાચ્છોશ્વાસની પ્રક્રીયા ધીમે ધીમે કરો.

બેસવાની યોગ્ય મુદ્રા પસંદ કરવાથી સાંધાનો દુખાવો અટકાવી શકાય છે. આ ઉપરાંત લોહીનું પરીભ્રમણ અને માથામાં લોહીનું પરીભ્રમણ સારી રીતે થઈ શકે છે. અને તેના કારણે બ્લેક આઉટ, માથાનો દુખાવો અને ભારેપણુ તેમજ થાકની સમસ્યાની શક્યતા નહીવત્ રહે છે.

જ્યારે શરીરના કોઈ ભાગમાં દુખાવો હોય અથવા સર્જરી પછીનો સમય હોય ત્યારે પીડાને રોકવા માટે બેસવાની મુદ્રામાં કેટલાક ચોક્કસ ફેરફારની જરૂર હોય છે.

  • કમર અને પગના ભાગને ટેકો આપવા માટે ફોમ રોલ્સ અને તકિયાનો ઉપયોગ કરો.
  • સર્જરી પછી જો જરૂર લાગે તો કમર અને પેટના ભાગ પર આસીસ્ટન્ટ બેલ્ટનો ઉપયોગ કરો.
  • શરીરને અનુકૂળ હોય એ રીતે પીઠને ટેકો આપો.
  • જો જરૂર લાગે તો માથાને પણ આરામ રહે એ રીતે બેસો.
  • પગ અને તળીયાને જમીનથી ઉપર કોઈ ટેકા પર રાખો, ખાસ કરીને પગમાં સોજાની સ્થીતિમાં પગને આરામ આપો.

અર્ગોનોમીક (માણસની કરોડરજ્જુને અનુકૂળ તૈયાર થયેલી) ખુરશીઓ

જ્યારે કામના લાંબા કલાકો હોય ત્યારે વ્યક્તિએ લાંબા કલાકો સુધી બેસવાની મુદ્રાને જાળવવી પડે છે. તેથી, કેટલાક ચોક્કસ સાધનોનો ઉપયોગ કરવામાં આવે તો તેમની બેસવાની મુદ્રા અને તેમના સ્નાયુ અને સાંધાના આરોગ્યને પણ જાળવી શકાય છે.

અર્ગોનોમીક ખુરશી તમારા પીઠના દુખાવામાં આરામદાયક એટલા માટે છે કે તે તમારા પીઠના કુદરતી આકાર પ્રમાણે તૈયાર થયેલી હોય છે અને તે તમારા શરીર પર કોઈ પ્રકારનો દબાવ લાવતી નથી. આ ખુરશીનો પાછડનો ભાગ તમારા ખભાથી લઈને તમારા કમરના ભાગ સુધી લંબાયેલો હોય છે.

  • આ ખુરશીના પાછડના ભાગને વ્યક્તિના શરીરના આકાર અને ઓફિસ ડેસ્ક પ્રમાણે ગોઠવવું જોઈએ.
  • ડેસ્ક અથવા કી-બોર્ડ અને માઉસના લેવલને કોણી અને કાંડાની સ્થીતિ પ્રમાણે ગોઠવવું જોઈએ.
  • ફીટ રેસ્ટ પેડલ પણ હીપ અને ધુંટણની સ્થીતિની અનુકૂળતા પ્રમાણે ગોઠવવું જોઈએ.

વધુ કેટલાક સવાલોના જવાબ મેળવવા માટે jk.swasthya108@gmail.com પર ડૉ. જાનવી કથરાનીનો સંપર્ક કરી શકો છો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.