ન્યૂઝ ડેસ્કઃ શું જીમ ફરીથી ખોલવા સલામત છે ? ધંધા ધીરે ધીરે ચાલુ થઈ રહ્યાં છે. જાહેર જગ્યાઓ ખુલી રહી છે. જીમ અને ફિટનેસ સેન્ટર પણ ચાલુ થયા છે. તાજેતરના કોવિડ-19ના અપડેટમાં એવું જાણવા મળ્યું છે કે, કોરોના વાઈરસ એરબોર્ન છે.
જીમ ચાલુ થયા બાદ સૌથી વધુ જોખમ રહેશે. આ વિશે વધુ જાણકારી મેળવવા માટે Etv ભારતે નિષ્ણાત પ્રદીપ મૌર્ય સાથે વાત કરી હતી. કઈ રીતે કસરત કરવી અને કઈ રીતે સોશ્યિલ ડિસ્ટન્સ જાળવવું તેના વિશે માહિતી આપી હતી.
પ્રદીપ મૌર્યએ જણાવ્યું હતું કે, કોઈ પણ નિષ્ણાત દ્વારા કોઈ પ્રોટોકોલ જાહેર કરવામાં આવ્યો નથી. તેથી દરેક જીમના માલિકે અથવા જીમ સાથે જોડાયેલા વ્યક્તિએ તેમની સુરક્ષા અને સલામતી માટે પોતાના પ્લાન હોવા જરુરી છે.
તાજેતરના એક અભ્યાસ મુજબ દુનિયાના 239 વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, નાનામાં નાના કોરોના વાઈરસના કણો પણ વ્યક્તિને સંક્રમિત કરી શકે છે. આ વૈજ્ઞાનિકોએ WHOને જણાવ્યું છે અને માર્ગદર્શિકામાં બદલાવ કરવાનું કહ્યું છે. એક અભ્યાસ પ્રમાણે વાઈરસના કણો એરબોર્ન થઈ ગયાં છે. જેનાથી વધુ જોખમ ઉભું થાય છે.
યુનિવર્સિટી ઓફ ફ્લોરિડાના જણાવ્યા અનુસાર કસરત કરતી વખતે વધારે ઓક્સિજનની જરુર પડે છે. શ્વસન પ્રક્રિયામાં 7થી 10 ટકાનો વધારો થાય છે. આ કારણોસર ફેફસાં પર વધારે તણાવ પડે છે. જો કોઈ પણ 3થી 6 મીટરના અંતરમાં શ્વાસ છોડશે તો સ્થિતિ જોખમી બની શકે છે. આ અંતર 15થી 20 મીટર પણ હોઈ શકે છે.
જ્યારે તમે કસરત કરતાં હોવ છો ત્યારે પરસેવો થાય છે, આંખમાંથી અને નાકમાંથી પણ પાણી આવે છે. જો તમે કોરોના સંક્રમિત છો તે ડ્રોપલેટ કોઈ પણ જગ્યાએ પડશે.
જીમમાં સુરક્ષિત રહેવા શું કરવું જોઈએ ?
- મર્યાદિત લોકો સાથે જીમ જવું.
- જીમની પોલિસી જાણો. સાફ સફાઈની સુવિધા કેવી છે, તે ચકાસી લેવું. લોકરરુમ કે આરામખંડ છે કે નહીં, તે પણ જાણી લેવું.
- જો તમે ગૃપ વર્કઆઉટ માટે ટેવાયેલા છો, તો આ સેવા ઉપલબ્ધ છે કે નહીં તે જાણી લેવું.
- દરેક કાર્ડિયો મશીન એક ખાસ અંતરે હોવું જોઈએ, જેથી સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે.
- જો તમ માંદા પડ્યા છો અથવા કોઈ ગંભીર બીમારી છે તો જીમ જવાનું ટાળવું. તમારા જીમ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતો ઓનલાઈન ક્લાસનો ઉપયોગ કરી શકો છો.